Sun Sep 06 2026

Logo

રાણીની ત્રણ દાયકાની ફિલ્મી સફર બાદ મળ્યું ઓસ્ટ્રેલિયામાંથી સર્વોચ્ચ સન્માન, ખુશી વ્યક્ત કરીને કહી મોટી વાત

2026-07-15 17:16:59
Author: Mumbai Samachar Team
રાણીની ત્રણ દાયકાની ફિલ્મી સફર બાદ મળ્યું ઓસ્ટ્રેલિયામાંથી સર્વોચ્ચ સન્માન, ખુશી વ્યક્ત કરીને કહી મોટી વાત

મુંબઈઃ બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ રાણી મુખર્જીએ સિને ઈન્ડસ્ટ્રીમાં આપેલા યોગદાનને કોઈ ભૂલી નહીં શકે, એકથી એક ચડિયાતી ફિલ્મ અને ફિલ્મ સિક્વન્સમાં કામ કરીને માઈલસ્ટોન કહી શકાય એવા પાત્રો રજૂ કર્યા છે. હવે એમના ફિલ્મ કેરિયરની નોંધ લઈને વધુ એક સિદ્ધિ એક્ટ્રેસના જીવનમાં ઉમેરાઈ ગઈ છે. રાણી મુખરજીને માનદ ડૉક્ટરની ઉપાધીથી સન્માનિત કરવામાં આવી છે.ઓસ્ટ્રેલિયાની લા ટ્રોબ યુનિવર્સિટી તેને ડૉક્ટર ઓફ લેટર્સ તરીકેની ડિગ્રી આપશે. 

ખાસ આમંત્રણ આપવામાં આવ્યું

આ સન્માન 14 ઓગસ્ટના રોજ ઓસ્ટ્રેલિયાના મહાનગર મેલબોર્નમાં એક ખાસ સમારોહ યોજાવવાનો છે. આ કાર્યક્રમમાં રાનીને આમંત્રિત કરવામાં આવી છે. આ દરમિયાન ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્નનો એક શૉ યોજાશે. જેમાં રાની ખાસ હાજરી આપશે.13થી 23 ઓગસ્ટ સુધી આ કાર્યક્રમ યોજાશે. 


ફેડરેશન સ્ક્વેરમાં આ ખાસ સમારોહ યોજાશે. રાનીને આ સન્માન આપવામાં આવી રહ્યું છે એની પાછળ મુખ્ય બે કારણ છે. ત્રણ દાયકાની સિને ફિલ્મની સફર બાદ આ સન્માન મળી રહ્યું છે અને સામાજિક કાર્યોની નોંધ લઈને આ સન્માન આપવામાં આવી રહ્યું છે. 'બ્લેક', 'હિચકી', 'મર્દાની' અને 'મિસીઝ ચેટર્જી vs નોર્વે' જેવી બેસ્ટ ફિલ્મમાં દમદાર પાત્ર પ્લે કરીને એક માઈલસ્ટોન ઊભો કર્યો છે. 

ફિલ્મોના માધ્યમથી તેણે મહિલાઓના અધિકાર, માનસિક અને સામાજિક બદલાવની પહેલ જેવી અનેક એવી જરૂરિયાત પર ફોક્સ કર્યું છે. આ સિવાય બાળકોમાં સ્વાસ્થ્ય, અભ્યાસ તથા ગરીબોની મદદ માટે કરેલી પહેલની ઓસ્ટ્રેલિયાની સરકારે પણ નોંધ લીધી છે. 

ખુશી વ્યક્ત કરી

આ મોટા સન્માન બદલ ખુશી વ્યક્ત કરતા રાણીએ કહ્યું હતું કે, લા ટ્રોબા યુનિવર્સિટી પાસેથી આ સન્માન મેળવવું મારા માટે એક ગર્વની વાત છે. સિનેમા મારા જીવનમાં એક ગુરૂ સમાન છે. મને હંમેશાં એવી સ્ટોરીનો ભાગ બનવાની તક મળી છે, જે હિંમત અને બદલાવની વાત કરે છે. 

રાણીએ કહ્યું કે, આ ખાસ સન્માનને હું મારી માતૃભૂમિ ભારત તથા દુનિયાભરના મારાએ મિત્રોને સમર્પિત કરૂ છું, જેમના પ્રેમના લીધે હું અહીંયા સુધી પહોંચી છું. સેલેબ્સની ફિલ્મો સિવાયની પ્રવૃતિઓને પણ ઘણીવાર આ પ્રકારના સન્માન મળતા હોય છે. રાણીએ પણ આ કામ કરી બતાવ્યું છે. માત્ર રાણી જ નહીં શાહરૂખ ખાનને પણ દુબઈના ગોલ્ડન વિઝાનું સન્માન મળ્યું છે.