Thu May 21 2026

Logo

'Floccinaucinihilipilification' નિર્મલા સીતારમણ સામેની અરજી ફગાવતા કોર્ટે વાપર્યો આ અટપટો શબ્દ! જાણો શું છે મતલબ

1 month ago
Author: Savan Zalariya
Article Image

નવી દિલ્હી: બુધવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સામે દાખલ કરવામાં આવેલી ફોજદારી માનહાનિની અરજી પર સુનાવણી કરવાની મનાઈ ફરમાવી હતી. આ દરમિયાન કોર્ટે 29 અક્ષરના અંગ્રેજી શબ્દ 'Floccinaucinihilipilificationn'નો ઉપયોગ કર્યો હતો. સોશિયલ મીડિયા પર આ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. 

આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ વિધાનસભ્ય સોમનાથ ભારતીની પત્ની લિપિકા મિત્રાએ નિર્મલા સીતારમણ દાખલ કરી હતી. રાઉઝ એવન્યુ કોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પારસ દલાલે આ અરજી ફગાવી દીધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું, આ અરજીમાં "નકામી સામગ્રી" સિવાય બીજું કશું નથી અને તેને ખુબ લંબાવવામાં આવી છે. કોર્ટે કહ્યું કે તેઓ આ અરજીને 'Floccinaucinihilipilificationn' તરીકે જોઈ રહ્યા છે.  

જાણકારોના મત મુજબ એવી વસ્તુ છે જેનું કોઈ મૂલ્ય ન હોય અથવા જે નકામી હોય તેના માટે 'Floccinaucinihilipilificationn' વાપરવામાં આવે છે. આ શબ્દને Flok-si-naw-si-ni-hi-li-pi-li-fi-kay-shun  વાંચવામાં આવે છે.

કોર્ટે કહ્યું કે આ કેસમાં આગળની કાર્યવાહી કરવા માટે કોઈ આધાર નથી મળી રહ્યો. કોર્ટે આ અરજીની નોંધ લેવાનો ઇનકાર કર્યો હતો અને ફરિયાદ ફગાવી દેવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે ચૂંટણી પ્રચાર દરમિયાન  આપવામાં આવેલા રાજકીય નિવેદનોને ગુનો ગણી શકાય નહીં.

કોર્ટે કહ્યું કે અરજીમાં જે પ્રેસ કોન્ફરન્સ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં સીતારમણનો સ્વર અને સંદર્ભ સંપૂર્ણપણે રાજકીય હતો, ફરિયાદીની વ્યક્તિગત છબી પર સીધો હુમલો કરવામાં આવ્યો ન હતો..