Fri May 22 2026

Logo

જયા બચ્ચનના માફ્ક સલમાન ખાન કેમ ભડક્યો પાપારાઝી પર, પોસ્ટ લખીને ગુસ્સો ઠાલવ્યો

1 day ago
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ પાપારાઝી પર ભડકી ઉઠતા કે ગુસ્સે થતા સેલેબ્સનો મામલો સમયાંતરે સામે આવે છે. સિનિયર એક્ટ્રેસ જયા બચ્ચને તો ત્યા સુધી કહી દીધું કે, હું પણ એક પત્રકારની દીકરી છું, મીડિયાની એક મર્યાદા હોય છે, એક એથિક્સ હોય છે, પણ આજે જે અમે પાપારાઝી જોઈ રહ્યા છીએ એ કોઈ મીડિયા નથી, તમાશો છે. આ સમયે સોશિયલ મીડિયા પર એક્ટ્રેસ ટ્રોલ પણ થયા હતા. એ સમયે લોકોએ એમને ઘણા રૂડ રહ્યા હતા. પણ અત્યારે બોલિવૂડની જે સ્થિતિને છે એ ધ્યાને લેતા એમની વાત બિલકુલ ખોટી ન હતી. 

ધૈર્ય ખુટી રહ્યું છે
આજે સ્થિતિ એવી છે કે, માત્ર જયા બચ્ચન જ નહીં પણ ઈન્ડસ્ટ્રીના મોટા સુપરસ્ટાર્સનું પેશન્સ પણ જવાબ દઈ રહ્યું છે. આ જ એક કિસ્સો મુંબઈના હિન્દુજા હોસ્પિટલની બાહર જોવા મળ્યો હતો. બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો.મંગળવારની મોડી રાત્રે સલમાન ખાન હિન્દુજા હોસ્પિટલમાં પહોંચ્યો હતો, હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યાઓ પર પાપારાઝીઓએ હદપાર કરી દીધી હતી.સલમાન જેવો હોસ્પિટલની બાહર નીકળ્યો પાપારાઝીના કેમેરા અને ફ્લેશલાઈટે ઘેરી લીધો હતો. હોસ્પિટલ પરીસરની બાહર ધક્કામુક્કી અને દોડધામ જોઈને સલમાનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. 

સલમાન ખાને ઝાટકી નાંખ્યા
પાપારાઝીઓને ખિજાતા તેમણે એટલું કહ્યું કે, પાગલ છો કે શું? સલમાને આકરો મિજાજ અપનાવતા પાપારાઝીઓએ તરત જ માફી માગી લીધી હતી. આ ઘટનાથી સલમાન ખાન એટલો પરેશાન થયો કે, તેમણે સોશિયલ મીડિયા પર એકપછી એક ચાર પોસ્ટ શેર કરી હતી.આ પોસ્ટના માધ્યમથી તેમણે પ્રાયવસી અને પર્સનલ સ્પેસના મહત્ત્વ પર દિલ ખોલીને વાત કરી હતી. સલમાને લીધેલું પગલું એ વાતનો પુરાવો છે કે, હવે વાત મર્યાદા અને સહનશક્તિની બાહર પહોંચી છે. પાપારાઝી સમગ્ર બોલિવૂડ માટે માથાના દુખાવા સમાન બની ગયા છે. એક એવો પણ સમય હતો જ્યારે પાપારાઝી અને સેલેબ્સ વચ્ચે મર્યાદિત પણ સારો સંબંધ હતો.એ સમયે માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલા ફોટોગ્રાફર્સ હતા, જે એક્ટર્સની ફિલ્મના સેટ પર, એરપોર્ટ અથવા બીજા કોઈ પ્રીમિયર પર એમની તસવીર લેતા હતા. એ સમયે પણ વિવાદ તો થતા પણ ક્યારેક કલાકારને મોડું થતું તો ક્યારેક ફોટોગ્રાફર્સને. 

એક આવો પણ સમય હતો
એ વિવાદ અંદરોઅંદરની સમજૂતી અને સમ્માન સાથે ઉકેલાઈ જતા, એ સમયે કેમેરામાં ક્લિક કરનાર પાછળ જર્નાલીઝમ કરેલી એક વ્યક્તિ હતી.આ વ્યક્તિ મીડિયા એથિક્સ પણ સમજતો હતો. પણ આજે મોબાઈલ અને સસ્તા ઈન્ટરનેટ પેકના કારણે ગમે તેવા માણસ પાપારાઝી બની ગયા છે. આજે મુંબઈના રસ્તા પર હાથમાં મોબાઈલ અથવા કેમેરા લઈને ફરતા પાપારાઝી પાસે ન તો કોઈ જર્નાલિઝમની ડિગ્રી છે ન તો કોઈ મીડિયા એથિક્સ. ન વીડિયોગ્રાફીની ટ્રેનિંગ, ન તો કેમેરા એંગલની સમજ. એટલી પણ સમજ નથી કે, હોસ્પિટલ જેવી જગ્યા પર કોઈની પર્સનલ સ્પેસમાં કેવી રીતે રીએક્ટ કરવું જોઈએ.આજે કેટલાક ફોટોગ્રાફર્સને બાદ કરતા અન્ય કોઈ પાસે કોઈ પ્રકારની ક્વોલિફિકેશન નથી.એક સ્માર્ટફોન અને બેઝિક કેમેરા એંગલ એટલે કોઈપણની ટીમનો તે ભાગ બની જાય છે. પછી આ પ્રકારના પેકેજને સોશિયલ મીડિયા પર વેચવામાં આવે છે.