Mon Oct 05 2026

Logo

વીજળી પડવાથી બે કઝિનનાં મોત

2026-09-20 20:38:11
Author: Yogesh C. Patel
વીજળી પડવાથી બે કઝિનનાં મોત

નાગપુર: વરસાદને કારણે મંદિર બહાર આશરો લેનારા બે ખેડૂત પિતરાઈ ભાઈઓનાં વીજળી પડવાથી મૃત્યુ થયાં હોવાની ઘટના નાગપુર જિલ્લામાં બની હતી.મોહપા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના શનિવારની રાતે તિશ્તી ખુર્દ ગામમાં બની હતી. મૃતકોની ઓળખ તિબુરાજ રાજેરામ કાનફાડે (64) અને લક્ષ્મણ ઘનશ્યામ કાનફાડે (55) તરીકે થઈ હતી.

બન્ને ભાઈ ખેડૂત હતા અને ખેતરમાં જનાવરોને ચરાવવા લઈ ગયા હતા. મોડી સાંજ સુધી બન્ને ઘરે પાછા ન ફરતાં પરિવારજનો શોધવા નીકળ્યા હતા. શોધખોળ દરમિયાન ગામના એક મંદિર બહાર બન્ને મૃત અવસ્થામાં મળી આવ્યા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.

પોલીસનું માનવું છે કે એકાએક વરસાદ પડવાને કારણે બન્ને જણે મંદિર બહાર આશરો લીધો હશે અને એ જ સમયે વીજ પડવાને કારણે તેમણે જીવ ગુમાવ્યા હશે. પોલીસે બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં મોકલી આપ્યા હતા. (પીટીઆઈ)