Wed Jun 10 2026

Logo

આગામી 10 દિવસ અમેરિકા ઈરાન પર હુમલો નહીં કરે! આ યુદ્ધવિરામ છે કે, ટ્રમ્પની કોઈ નવી ચાલ?

Newyork   2026-03-27 08:28:00
Author: Vimal Prajapati
Article Image

ન્યૂ યોર્કઃ  મધ્યપૂર્વના યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા અનેક નિવેદનો આપવામાં આવ્યાં છે. આ દરમિયાન તેમણે અનેક દાવાઓ પણ કર્યાં હતાં. ફરી એક એવા સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. અમેરિકી રાષ્ટ્રપતિએ ઈરાનને મોટી રાહત આપી હોવાનું જાણવા મળ્યું છે. દાવો એવો કરવામાં આવ્યો છે કે, અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યારે વાટાઘાટો ચાલી રહી છે, તેમાં સકારાત્મક અભિગમ લાગતો હોવાના કારણે અમેરિકાએ 10 દિવસ સુધી હુમલા રોકી દીધી છે. એટલે ઈરાન પર કરવામાં આવેલા હુમલાઓને અમેરિકાએ 10 દિવસ સુધી રોકી દીધા છે, જો કે. વાટાઘાટો થતી હોવાના કારણે હુમલા રોકવામાં આવ્યાં છે. આ વાટાઘાટોનું કેવું પરિણામ આવે છે, તેના પર આગામી યોજના ઘડવામાં આવશે.

ઈરાનને 15-મુદ્દાની શાંતિ યોજના મોકલવામાં આવી

અમેરિકા દ્વારા ઈરાનને ધમકી આપીને વાટાઘાટો કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, ઈરાનને 15-મુદ્દાની શાંતિ યોજના મોકલવામાં આવી છે. સાથે એવી ધમકી પણ આપવામાં આવી છે કે, હવે આવી કોઈ ભૂલ ના કરતા બાકી તેનું પરિણામ ખરાબ આવશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ કહ્યું કે, 10 દિવસ સુધી હુમલા કરવામં આવ્યાં તે યુદ્ધવિરામની એક શરૂઆત છે, એટલે કે અસ્થાયી છે, જો ઈરાન દ્વારા કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ફરી પણ હુમલા થઈ શકે છે. મૂળવાત એ છે કે, અમેરિકા દ્વારા શાંતિ પ્રસ્તાવ પણ મુકવામાં આવ્યો છે અને સાથે ચેતવણી પણ આપવામાં આવી છે. 

અમેરિકા આગામી 6 એપ્રિલ સુધી હુમલો નહીં કરે

અમેરિકી રાષ્ટ્રપતિ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા લખ્યું કે, 6 એપ્રિલ 2026 ની રાત્રે 8 વાગ્યા સુધી અમેરિકી સેના ઈરાનની ઉર્જા સુવિધાઓ પર હુમલો કરશે નહીં. એટલું જ નહીં પરંતુ આ હુમલા ઈરાને કરેલી વિનંતીના કારણે રોકવામાં આવ્યાં છે, જેથી બંને દેશો વચ્ચે શાંતિપૂર્ણ સમાધાન લાવી શકાય! આ યુદ્ધને એક મહિનો થવા આવ્યો છે. 28 ફેબ્રુઆરી બાદ પહેલી વખત હુમલાઓ રોકવામાં આવ્યાં છે. જો કે, આ યુદ્ધનો અંત આવશે કે કેમ? તે ઈરાન પર નિર્ભર કરે છે. 

 

અમેરિકાએ ઈરાનની આર્થિક કરમ તોડી

અમેરિકાનો દાવો છે કે, આ યુદ્ધના કારણે અમેરિકાએ ઈરાનની આર્થિક સ્થિતિ ખરાબ કરી દીધી છે. ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલ દ્વારા સંયુક્ત રીતે હુમલાઓ કરવામાં આવ્યાં હતાં. ઈરાનના અનેક શહેરો પર હુમલાઓ કરવામાં આવ્યાં છે. પરંતુ હવે યુદ્ધવિરામ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. વિવાદ છે કે, ઈરાન ન્યુક્લિર દેશ ના બને તે માટે અમેરિકા અને ઇઝરાયલ તેના પર હુમલો કરી રહ્યાં છે. જો કે, તેના કારણે વિશ્વના અન્ય દેશોને પણ અસર થઈ રહી છે.