Thu Aug 20 2026

Logo

ભારત-અફઘાનિસ્તાન વચ્ચે હવે બહુ જલદી રમાવાની છે ટી-20 સિરીઝ, તારીખ નક્કી થઈ ગઈ

2026-08-11 22:15:00
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ ભારત અને અફઘાનિસ્તાન (Afghanistan) વચ્ચે જૂનમાં એકમાત્ર ટેસ્ટ અને ત્રણ મૅચની વન-ડે સિરીઝ રમાયા બાદ હવે ટી-20 શ્રેણી (T20 Series)નો સમય પણ નજીક આવી ગયો છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે આપેલી જાણકારી અનુસાર આવતા મહિને બન્ને દેશ વચ્ચે ભારતમાં ત્રણ ટી-20 મૅચ રમાશે.

એક જાણીતી ક્રિકેટ-વેબસાઇટના અહેવાલ મુજબ 13, 15 અને 17મી સપ્ટેમ્બરે આ ત્રણ ટી-20 રમાવાની છે. ત્રણેય મૅચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.

બીસીસીઆઇ સાથે પૂરી સલાહ-મસલત થઈ ગઈ છે અને આ તારીખો તેમ જ સિરીઝના સ્થળ સાથે બન્ને દેશના ક્રિકેટ બોર્ડ સહમત છે. 

આ સિરીઝ વિશે સત્તાવાર જાહેરાત બાકી છે, પરંતુ મીડિયામેન સમયપત્રકને આધારે પોતાના ઍડવાન્સ પ્લાનિંગ, શેડ્યૂલિંગ તેમ જ પ્રૉડક્શનની વ્યવસ્થા કરી શકે તેમ જ શ્રેણીના પ્રમોશનને લગતી પ્રક્રિયા પણ શરૂ થઈ શકે એ હેતુથી તારીખો બહાર પાડી દેવામાં આવી છે.