Mon Apr 27 2026

Logo

'38 ડિગ્રી' તાપમાન પણ છે ખતરનાક, કઈ રીતે જીવલેણ બની શકે?

2026-04-27 16:00:31
Author: MayurKumar Patel
Article Image

શરીર પોતાની જાતને ઠંડુ રાખવામાં કેમ નિષ્ફળ જાય છે?

નવી દિલ્હીઃ દેશના અનેક રાજ્યોમાં હાલ 'હીટવેવ' જેવી સ્થિતિ છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર થઈ ગયો છે. ગરમી દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં 38 ડિગ્રીથી 45 ડિગ્રી સુધીનું તાપમાન ખતરનાક બની જાય છે, ક્યારેક જીવલેણ પણ બની જાય છે. આવા તાપમાનને 'વેટ બલ્બ ટેમ્પરેચર' કહેવાય છે. 
 
વેટ બલ્બ ટેમ્પરેચર શું છે
વેટ વબ્લ ટેમ્પરેચર વ્યક્તિના શરીરનું તાપમાન માપવાની એક રીત છે. જેમાં તાપમાન અને ભેજ જોવામાં આવે છે. તેને માપવા માટે એક થર્મોમીટર પર ભીનું કપડું લપેટવામાં આવે છે અને તેના પર હવા ચલાવવામાં આવે છે, જેનાથી પાણી સુકાય છે અને થર્મોમીટર ઠંડુ થઈ જાય છે. આ રીતે જે અંતિમ તાપમાન મળે છે તેને વેટ બલ્બ ટેમ્પરેચર કહેવાય છે.

માનવીનું શરીર કેવી રીતે ઠંડુ રહે છે
માનવીનું શરીર સામાન્ય રીતે 37 ડિગ્રી સુધીનું તાપમાન સહન કરી શકે છે. તેનાથી વધારે તાપમાન શરીરનો પરસેવો છોડીને ખુદને ઠંડુ રાખે છે, પરંતુ જ્યારે તે વરાળ બનીને બાષ્પીભવન થાય ત્યારે જ કામ કરે છે, જ્યારે ગરમી પડે છે ત્યારે પરસેવો સુકાઈ જાય છે, તેનાથી શરીર ઠંડુ રહે છે. ઉપરાંત ભેજવાળા વાતાવરણમાં પરસેવો ન સુકાય ત્યારે શરીરનું તાપમાન વધી જાય છે. આ પ્રકારનું તાપમાન બે અલગ અલગ બે જગ્યાએ અનુભવી શકાય છે. જે કોઈ વ્યક્તિ માટે ખતરનાક બની જાય છે.

ભેજનો પ્રમાણનો અર્થ હવામાં પાણીનું પ્રમાણ પહેલાથી જ છે તેવો થાય છે. જે શરીરના પરસેવાને સુકાવા દેતો નથી. આ સ્થિતિમાં જો પરસેવો ન સુકાય તો શરીરનું તાપમાન ઓછું નહીં થાય. પરસેવાથી શરીરને ઠંડુ રાખવાની રીત કામ નહીં આવે. આ સ્થિતિમાં વેટ બલ્બ ટેમ્પરેચર જ ખતરનાક થઈ જાય છે. જ્યારે વેટ બલ્બ ટેમ્પરેટર આશરે 35 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે ત્યારે વ્યક્તિ ખુદનું શરીર ઠંડુ રાખી શકતો નથી. 

આ સ્થિતિમાં શરીર જટેલી ગરમી છોડે તેનાથી વધારે શોષે છે, તેનાથી શરીરનું તાપમાન ખતરનાક રીતે ઘટી જાય છે. વેટ બલ્બ ટેમ્પરેચર ગરમી અને ભેજની એક સીમા છે, જેનાથી વધારે તાપમાન વ્યક્તિ સહન કરી શકતો નથી. આ સ્થિતિમાં એક સ્વસ્થ વ્યક્તિ પણ કોઈ છાંયડામાં બેસીને ખૂબ પાણી પીને વધારે સમય જીવિત રહી શકતો નથી.

વેટ બલ્બ ટેમ્પરેચર ભારત માટે મોટો ખતરો છે. વધતા શહેરીકરણના કારણે હવા ઝડપથી ગરમ થઈ રહી છે. કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા લોકો, ખેતીવાડી કરતા અને ડિલિવરી કામ કરતા લોકો સૌથી વધારે સમય ખુલ્લામાં કામ કરે છે.  તેમને સૌથી વધુ અસર થઈ શકે છે. રાજસ્થાનમાં 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં શરીર પરસેવાની સાથે ખુદને ઠંડું રાખી શકે છે પરંતુ મુંબઈ કે કોલકાતા જેવા શહેરમાં ભેજવાળું 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારે ખતરનાક સાબિત થઈ શકે છે. 

28થી 30 ડિગ્રી સેલ્સિયલમાં વેટ બલ્બ ટેમ્પરેચરમાં વધારે સમય રહેવું ખતરનાક સાબિત થઈ શકે છે. જ્યારે 31-33 ડિગ્રી સેલ્સિયસ વેટ બલ્બ ટેમ્પરેચરમાં હીટ સ્ટ્રોકનો વધારે ખતરો રહે છે. 35 ડિગ્રી સેલ્સિયસ વેટ બલ્બ ટેમ્પરેચર વ્યક્તિ માટે જીવલેણ બની શકે છે.