Sun Apr 12 2026

Logo

શ્વાસ રૂંધાઈ રહ્યો છે... દીપિકા પદુકોણની સોશિયલ મીડિયા પોસ્ટ થઈ વાઈરલ

2026-03-13 15:33:42
Author: Darshana Visaria
Article Image

બોલીવૂડની મસ્તાની ગર્લ અને ઈન્ડસ્ટ્રીની બ્યુટીફૂલ એક્ટ્રેસમાંથી એક એવી દીપિકા પદુકોણની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. આ પોસ્ટમાં દીપિકા પદુકોણે શ્વાસ ગૂંગળાવાની ફરિયાદ કરી છે. અહં... તમે કંઈ પણ ખોટું વિચારો એ પહેલાં તમને સ્પષ્ટ કરીએ દઈએ કે અહીં દીપિકા પદુકોણે મુંબઈની સતત કથળતી જતી હવાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. દીપિકાએ સોશિયલ મીડિયા પર મુંબઈના વાયુ પ્રદૂષણ (Bad Air Quality) અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. ચાલો જોઈએ શું છે દીપિકાની પોસ્ટમાં ખાસ... 

મુંબઈમાં છેલ્લા કેટલાક સમયથી એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સતત જોખમી સ્તરે પહોંચી રહ્યો છે, જેના પર બોલીવૂડ એક્ટ્રેસ દીપિકા પદુકોણએ મૌન તોડ્યું છે. વાત કરીએ સોશિયલ મીડિયા પર દીપિકા પદુકોણ કરેલી પોસ્ટ વિશે તો દીપિકાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મુંબઈનો એક હવાની ગુણવત્તા દર્શાવતો હવામાન ખાતાનો મેપ શેર કર્યો છે, જેમાં મુંબઈ આસપાસના વિસ્તારમાં જોવા મળતાં એક્યુઆઈના આંકડાઓ પણ દેખાઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી દીપિકાની આ પોસ્ટ ખૂબ જ સૂચક અને માર્મિક છે. આ પોસ્ટ દ્વારા તેણે સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈ જેવા શહેરમાં લોકો માટે શ્વાસ લેવાનું હવે કેટલો મુશ્કેલ બની રહ્યું છે.

દીપિકાએ પોતાની પોસ્ટમાં એ તરફ ઈશારો પણ કર્યો છે કે ખરાબ હવા માત્ર પર્યાવરણ માટે જ નહીં, પણ આપણા બધાના સ્વાસ્થ્ય માટે પણ એટલી જ જોખમી છે. દિવસે દિવસે વધતાં જઈ  રહેલાં પ્રદૂષણને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ સહિતની અન્ય ગંભીર બીમારીઓ થઈ રહી છે, જે ખરેખર ચિંતા કરાવે એવો વિષય છે.

એક જાણીતી એક્ટ્રેસ અને સેલિબ્રિટી હોવાને નાતે દીપિકાની આ પોસ્ટ દ્વારા ફેન્સ અને નાગરિકોમાં પ્રદૂષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દીપિકા પદુકોણે લોકોને પર્યાવરણની સુરક્ષા માટે પગલાં લેવા આડકતરી રીતે અપીલ કરી છે. દીપિકાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર હાલમાં ધૂમ વાઈરલ થઈ રહી છે. 

વર્ક ફ્રન્ટની વાત કરીએ દીપિકા પદુકોણ હાલમાં દીકરી દુઆના જન્મ બાદ મધરહૂડને એન્જોય કરી રહી છે. આ સિવાય તે આઠ કલાકની શિફ્ટને લઈને પણ વચ્ચે લાઈમલાઈટમાં રહી હતી. જોકે, હાલમાં જ કે પેરિસ ખાતે યોજાઈ રહેલાં પેરિસ ફેશન વીકમાં હાજરી આપવા જવાની હતી, પરંતુ મિડલ ઈસ્ટમાં જોવા મળી રહેલાં ટેન્શન અને યુદ્ધના માહોલને ધ્યાનમાં લઈને દીપિકાએ પોતાની આ પેરિસ ટ્રીપ કેન્સલ કરી હોવાના રિપોર્ટ્સ પણ સામે આવી રહ્યા છે.