ટોપ ન્યૂઝનેશનલ

UPSC CSE Final Result 2023: UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર, જાણો કોને કર્યું ટોપ

નવી દિલ્હી: યુનિયન પબ્લિક સર્વિસ કમિશને આજે UPSC સિવિલ સર્વિસ પરીક્ષા (UPSC CSE) 2023નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. જાહેર થયેલા પરિણામ મુજબ કુલ 1016 ઉમેદવારો આ પરીક્ષામાં ઉતીર્ણ થયા છે. આદિત્ય શ્રીવાસ્તવે આ વર્ષે UPSC ફાઈનલ રિઝલ્ટમાં ટોપ કર્યું છે. યાદીમાં અનિમેષ પ્રધાન બીજા ક્રમે, ડોનુરુ અનન્યા રેડ્ડી ત્રીજા ક્રમે, પીકે સિદ્ધાર્થ રામકુમાર ચોથા અને રૂહાની પાંચમા ક્રમે છે.

પરિણામ જાહેર થયાના લગભગ 15 દિવસ પછી ઉમેદવારોના માર્ક્સ જાહેર કરવામાં આવશે. UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા માટે ઇન્ટરવ્યુ રાઉન્ડ 2 જાન્યુઆરીથી શરૂ થયો હતો, 9 એપ્રિલ 2024 સુધી ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા.

UPSC દર વર્ષે સિવિલ સર્વિસ પરીક્ષાનું આયોજન કરે છે. તેના દ્વારા ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટીવ સર્વિસ, ઇન્ડિયન પોલીસ સર્વિસ, ઇન્ડીયન ફોરેન સર્વિસ વગેરે સેવાઓ માટેની જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે. આ પરીક્ષા 3 તબક્કામાં લેવામાં આવે છે, જેમાં પ્રિલીમ પરીક્ષા, મેઈન પરીક્ષા અને ત્યાર બાદ ઇન્ટરવ્યુનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : બોલો, આ અભિનેત્રી ગ્લેમર વર્લ્ડ છોડી આઈએએસ બની

આ વર્ષે CSE પ્રિલીમ પરીક્ષા બાદ, મુખ્ય પરીક્ષા પાસ કરનારા લગભગ 2846 ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા હતા.

સિવિલ સર્વિસ પરીક્ષા 2023 હેઠળ, UPSC એ IAS, IPS સહિતની સેવાઓમાં 1143 જગ્યાઓની ભરતી બહાર પાડી હતી. 1143 પદોમાં 180 IAS , 37 IFS , 200 IPS નો સમાવેશ થાય છે. આ ઉપરાંત સેન્ટ્રલ સર્વિસીસ ગ્રુપ Aની 613 જગ્યાઓ અને ગ્રુપ B અધિકારીઓની 113 જગ્યાઓ ભરવામાં આવશે.

UPSC પ્રિલિમ પરીક્ષા 2024 16 જૂન 2024 ના રોજ લેવામાં આવશે. આ વખતે, IASની 180 ખાલી જગ્યાઓ અને IPSની 150 ખાલી જગ્યાઓ સહિત 1056 ખાલી જગ્યાઓ આ પરીક્ષા બાદ ભરવામાં આવશે. UPSC CSE પ્રિલિમ્સ એડમિટ કાર્ડ 2024 પરીક્ષાની તારીખના લગભગ એક અઠવાડિયા પહેલા કમીશનની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door Catches Win Matches: Top Indian Cricket Fielders Through the Decades IPL: Sixes Galore! Delhi vs Mumbai Turns into a Hitting Extravaganza