પ્રજામત

પ્રજામત

‘વિશ્ર્વ મજદૂર દિવસ’
૧ મે એટલે વિશ્ર્વ મજદૂર દિવસ, મહારાષ્ટ્ર કે ગુજરાત ડે. ખૂબ જ મહત્ત્વ દર્શાવે છે ૧ મે મજદૂર દિવસ… જે વિશ્ર્વ મજદૂર દિવસ વિશ્ર્વભરમાં ધામધૂમથી ઉજવાય છે. કોઈપણ કાર્યની ફળશ્રુતિ કે નિષ્ફળતા જે પણ પરિણામમય પ્રાપ્ત થાય તેમાં સમગ્ર કુ.ના માલિકો… પદાધિકારીઓ… કામ કરનારો વર્ગ તથા બધા જ લાગતાવળગતાઓ સંકળાયેલા હોય છે. સફળતા પ્રાપ્ત થવી તે એક ગૌરવ, સકારત્મક પરિણામ, મહેનત રંગ લાવી ધાર્યું પરિણામ મળ્યું જેમાં બધા જ પણ ખાસ કરીને મજદૂર વર્ગનો સિંહફાળો કદી નજર – અંદાજ… ઓછું આંકલન, ઓછું મહત્ત્વ આપી જ ન શકાય! જે કાંઈ કુા. કે સંસ્થાન હોય તેવી શાખ ઉજળી કરવામાં.. ગ્રાહકોનો અપ્રતિમ વિશ્ર્વાસ… વિ. કાર્ય કરનારા સર્વેનું ટીમ વર્ગને આભરી છે. સાથી હાથ બઢાના… એક અકેલા થક જાયેગા… મીલકર બોજ ઉઠાના… ગાયનની પંકિતઓ ‘નયા દૌર’ હિન્દી ચિત્રપટમાં ઘણું ઘણું કહી જાય છે.

મહાત્મા ગાંધીજીની વિચારશૈલી મજદૂરો માટેની હતી કે જાણે આધુનિકરણ.. નવી શોધખોળો થાય… કામ ઝડપી બને… મશીનો કાર્યરત રહે ક્ધિતુ મજદૂરોની મજૂરી ઓછી ન થાય… તેમનો ફાળો અચૂક હોવો જ જોઈએ. ઓછા કરવાની નૌબત જ ન આવે એવી પ્રણાલી કાર્યમાં અપનાવવી જોઈએ ક્ધિતુ આજે વધુ ઝડપી… ઓછા ખર્ચે, કાર્યકરોની સંખ્યા ઘટાડવી… તે સમસ્યારૂપી બની ગઈ છે. રોજગાર તો ખૂલ્લા રહેવા જ જોઈઅ જેથી કામ કરવાને મજૂરી કરવાની તકો અપાર ખૂલ્લી મૂકાય જઈ… બેરોજગારી ન સર્જાય અને દેશ સ્વરોજગારીમય બની ઉન્નતિ, પ્રગતિ કરી પ્રજાની હાડમારી ઓછી કરે… બસ, આજના વિશ્ર્વ મજૂર દિવસે સર્વોને અભિનંદન. સાથસાથ… ભવિષ્ય ઉજજવળતાપૂર્વક વીતે તેવી શુભેચ્છાઓ…
શ્રી હર્ષદ દડિયા, ઘાટકોપર

પ્લાસ્ટિક ઝભલા થેલીનો વપરાશ યથાવત્
પ્લાસ્ટિક ઝબલા થેલીના વપરાશ માટે સરકારે નિયમો બનાવ્યા છે, પરંતુ ઉત્પાદન થાય છે. ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. એટલે ઉત્પાદન થતું રહે છે. અને વપરાશ થતું રહે છે. શાકભાજીવાળા તેમ જ ફળફળાદિ અને કરિયાણાવાળા તેનો બેફામ ઉપયોગ કરી રહ્યાં છે. બીએમસીવાળા થોડા થોડા સમયે દેખાવ પૂરતું ચેકિંગ કરે છે. ત્યારે સમાચાર પત્રોમાં જાહેરાત કરવામાં આવે છે. અમુક સ્થળેથી આટલા કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું અને આટલા રૂપિયાનો દંડ ફટકાર્યો, પરંતુ તેથી કંઇ વળવાનું નથી. કાયદા નિયમો ફકત ને ફકત કાગળ ઉપર રહી જાય છે. અમલમાં આવતા નથી. કારણ કે દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર વ્યાપી ગયેલ છે. હથેળી ગરમ કરો એટલે ઉત્પાદન થતું રહેશે અને વપરાશ ચાલુ રહેશે. કાયદો બનાવવામાં આવેલ ત્યારે ઘણા વેપારીઓને દંડ ફટકારવામાં આવેલ. તેમના રૂપિયા પાણીમાં ગયા. જે પકડાય તે ચોર બાકીના શાહુકાર કાયદો ઉત્પાદન ઉપર લાવવો જોઇએ અને ત્યાં કડક કાર્યવાહી થવી જોઇએ.
પ્રવીણભાઇ આર. મહેતા, માટુંગા, સે. રે.

વૃક્ષો કપાતા ગરમીમાં અસહ્ય વધારો
હજુ ઉનાળાની શરૂઆત છે છતાં અસહ્ય ગરમી પડી રહી છે. અસહ્ય ગરમીનું મુખ્ય કારણ ઝડપથી ઘટતી જતી હરિયાળી અને વૃક્ષારોપણનું નહીંવત્ પ્રમાણ છે. માનવીઓના હાથે કપાતા જતાં જંગલો અને વાહનોના ઝેરી ધુમાડાથી પેદા થતું પ્રદૂષણ કાળઝાળ ગરમીનાં મુખ્ય પરિબળો છે. દરેક વ્યક્તિ માત્ર એક જ વૃક્ષ વાવે અને તેની યોગ્ય માવજત કરે તો આ સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે. ભૂતકાળમાં બેંગલુરુ શહેરની મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ ઉછેર કરનારને કરવેરામાંથી પાંચથી દસ ટકા રાહત આપવાનું પગલું લેવામાં આવ્યું હતું. મેમનગર ગ્રામ પંચાયત દ્વારા પણ ભૂતકાળમાં વૃક્ષારોપણ ઉછેરની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. અન સૌથી વધુ વૃક્ષો ઉગાડે તેને પુરસ્કાર આપવાની યોજના અમલમાં મૂકી હતી. આવી વૃક્ષારોપણ ઉછેરની યોજના તમામ શહેરોની નગરપાલિકાઓ અને ગ્રામપંચાયતો દ્વારા અમલમાં મૂકવામાં આવે અને હરિયાળી વગરના બાંધકામ પર વધુ વેરો નાખવામાં આવે તો તેના ઉત્તમ પરિણામો પ્રાપ્ત થાય તેમ છે. ઔદ્યોગિક એકમોએ પણ સામાજિક જવાબદારી સમજીને વૃક્ષારોપણની કામગીરી ઉપાડી લેવાની તાતી જરૂર છે.
મહેશ વી. વ્યાસ,પાલનપુર.

મતદાન-મહાદાન
અતિચર્ચિત ૨૦૨૪ની ચૂંટણીનો ઢંઢેરો પીટાઈ ગયો છે. તિથિઓ તય થઈ ચૂકી છે. પ્રચાર વેગવાન થઈ રહ્યો છે. પક્ષોના પરસ્પર આરોપો પ્રત્યારોપો પરાકાષ્ઠાએ છે. ઘણા નાગરિકો વિવિધ કારણોથી મતદાનથી વેગળા રહે છે. તેઓ ધારે છે કે મારા એક મતથી શું ફરક પડશે? આમાં તો અકબર બાદશાહની પ્રસિદ્ધિ કથા જેવું થાય. બાદશાહે આદેશ આપ્યો કે પ્રત્યેક ઘર કૂવામાં ૧૦ શેર દૂધ નાખી આવે. સઘળાઓએ વિચાર્યું કે બધા દૂધ નાખી આવશે તો હું એક પાણી નાખું તો શું ફરક પડશે? સઘળા પાણી નાખી આવ્યા. સવારે બાદશાહે પાણી જ પાણી જોયું. દરેક મતદાતા વિચારે કે મારા એક મતથી શું ફરક પડશે તો કોઈ મવાલી તેના સંસદ સભ્ય તરીકે શપથ ગ્રહણ કરે તો આશ્ર્ચર્ય ન થાય!

ઘણા રાજકારણમાં પ્રવર્તતા ભ્રષ્ટાચારથી વ્યથિથ થઈ મતદાન કરતા નથી. તેઓએ જાણવું જોઈએ કે રાજકારણને ભ્રષ્ટમુક્ત કરવાનો માત્ર એક જ માર્ગ છે અને તે છે તેમનો મત. આપણો મત પ્રજાતંત્ર પ્રતિ આપણી નિષ્ઠા, આકાંક્ષા અને શ્રદ્ધાનાં પ્રતિક છે. મતદાન મત જ નહીં રાષ્ટ્રીય કર્તવ્ય છે. તેને માનવધર્મ પણ કહી શકાય કારણ કે યોગ્ય ઉમેદવારને મત પ્રદાન કરી તેને ચૂંટી કાઢી આપણી પર શાસન કરવાનો અધિકાર સુપ્રત કરીએ છીએ.

મતદાન પૂર્વે ઉમેદવારના ચરિત્ર, વિચારધારા, અભિગમ વગેરે સપાટીઓ પર ચકાસી લેવો જોઈએ. મતદાન દિને તમે રાષ્ટ્રના ભાગ્યવિધાતા છો. પછીના પાંચ વર્ષો તમારું ભાગ્ય કે દુર્ભાગ્ય રચાશે. પ્રજાતંત્રમાં દરેક વ્યક્તિના અભિપ્રાયનું મૂલ્ય છે. જાવેદ સાહેબનો એક શેર છે ‘ગમહોતે હૈ જહાં જહાનત હોતી હૈ. દુનિયામે હર રાયકી કિમંત હોતી હૈ. (જહાનત-સમજણ) સમજદારી હોય છે ત્યાં સંવેદના હોય છે. જગતમાં પ્રત્યેક વ્યક્તિના મંતવ્યનું મૂલ્ય હોય છે. આપનો મત અતિ મૂલ્યવાન છે.
આબિદ લાખાણી, મુંબઈ-૫૦

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…