ટોપ ન્યૂઝનેશનલ

UPIને મળ્યો વધુ પાવર

હવે મોબાઈલથી 5 લાખ રૂપિયા સુધીની રકમ મોકલી શકાશે

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ UPI દ્વારા ચુકવણીની મર્યાદા પાંચ ગણી વધારી દીધી છે. હવે તમે UPI દ્વારા 5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) દ્વારા ચૂકવણી કરવાની મર્યાદા એક સમયે 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે મોનેટરી પોલિસીની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતાં યુપીઆઈ મર્યાદા વધારવાની જાહેરાત કરી હતી. RBIના નવા નિર્ણય બાદ હવે UPIની મદદથી હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓમાં વધુ પેમેન્ટ કરી શકાશે.

નોંધનીય છે કે ભારતીય રિઝર્વ બેંક દેશમાં UPI ના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયાસો કરી રહી છે. સરળ અને ઝડપી ચૂકવણીને કારણે, UPI સામાન્ય લોકોની સાથે-સાથે ખાસ લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની ગયું છે. સેન્ટ્રલ બેંક દ્વારા લેવામાં આવેલા પગલાંને કારણે UPI ટ્રાન્ઝેક્શનની સંખ્યા દર મહિને સતત વધી રહી છે. RBIએ ઑફલાઇન વ્યવહારો માટે UPIમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉપયોગને પણ પ્રોત્સાહન આપ્યું છે.


આરબીઆઈના નવા નિયમો અનુસાર, હવે શાળાઓ, હોસ્પિટલો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલોમાં યુપીઆઈ યુઝર્સ યુપીઆઈ દ્વારા પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. 1 લાખને બદલે રૂ.5 લાખ સુધીની ચૂકવણી કરી શકશે. આ નિર્ણયથી આ સંસ્થાઓમાં UPIના ઉપયોગને પ્રોત્સાહન મળશે. હોસ્પિટલના બિલ અને સ્કૂલ-કોલેજની ફી ભરવામાં પડતી અસુવિધા ઓછી થશે.

આરબીઆઇએ ચોક્કસ વ્યવહારો માટે UPI ઓટો પેમેન્ટની મર્યાદા વધારવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવ અનુસાર, મ્યુચ્યુઅલ ફંડ સબસ્ક્રિપ્શન, વીમા પ્રીમિયમ સબસ્ક્રિપ્શન અને ક્રેડિટ કાર્ડની ચુકવણી માટે UPI ઓટો પેમેન્ટની મર્યાદા વધારીને 1 લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કાકડીને ખાવાની આ છે સાચી રીત… A Simple Guide: What NOT to Offer Lord Shani Most Expensive Celebrity Mangalsutras: Unveiling the Price Tags Baby Raha with Mommy Alia at Kareena Kapoor’s House: Cuteness Overloading