નેશનલસ્પેશિયલ ફિચર્સ

આ તે પ્રજાસેવક નેતાઓ છે કે ભૂખ્યા વરૂઓ?

વિશેષ-વિજય વ્યાસ

એક્ટ’ વિધાનસભામાં પસાર કરાવીને મમતા બેનરજી રાજકારણ રમી રહ્યાં છે એ ખરું , પણ આ રમતની શરૂઆત કોણે કરી ? આ વાદ-વિવાદ વધુ ને વધુ કેમ ઘેરો બની રહ્યો છે એની પાછળનું રાજકારણ પણ જાણવું જરૂરી છે

કોલકાતાની આર.જી. કાર હોસ્પિટલમાં ૩૧ વર્ષની ટ્રેની ડોક્ટર દીકરી પર રેપ કરીને હત્યા કરવાનો મામલો હજુ પણ બરાબર ગાજી રહ્યો છે. પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી સરકારે રાજકીય દાવ ખેલીને ‘અપરાજિતા એક્ટ’ વિધાનસભામાં પસાર કરાવી દીધો. બળાત્કારના કેસમાં ફાંસીની સજાની જોગવાઈ કરતો આ ‘અપરાજિતા એક્ટ’ દેશમાં બળાત્કાર અંગેનો સૌથી આકરો કાયદો હોવાનો મમતા બેનરજીનો દાવો છે.

આ કાયદાના મુદ્દે પણ હવે ડખો ઊભો થયો છે કેમ કે રાજ્યપાલ સીવી આનંદ બોઝે આ ખરડા સામે વાંધો લીધો છે. મમતા બેનરજીએ રાજભવન સામે દેખાવોની ચીમકી આપતાં બોઝે પોતાની કડક ટીકા-ટિપ્પણી સાથે ખરડો રાષ્ટ્રપતિને મોકલી દીધો છે, એની સાથે રાજયપાલે તો કોલકાતાના પોલીસ કમિશનર વિનીત ગોયલને દૂર કરવા માટે કેબિનેટ બેઠક બોલાવવાનું ફરમાન કરીને નવો વિવાદ પણ છંછેડ્યો છે.

Are these democratic leaders or hungry wolves?

બીજી તરફ, સુપ્રીમ કોર્ટે જ્યાં લેડી ડોકટર પર રેપ અને હત્યા થઈ એ આર.જી. કાર હોસ્પિટલ’ ના ડોક્ટરોને હડતાળ સમેટી લેવા ચીમકી આપી છે. ડોક્ટરોએ ચીમકીને ઘોળીને પી જઈને હડતાળ ચાલુ રાખી એટલે હવે સુપ્રીમ કોર્ટ આકરા તેવર અપનાવે એવું લાગે છે.
અધૂરામાં પૂરું, રેપનો ભોગ બનેલી ડોક્ટર પર રેપના મુદ્દે ફોરેન્સિક રિપોર્ટમાં કશું તારણ નથી નિકળતું તેથી પુરાવા સાથે ચેડાં હોવાનો મુદ્દો ઊભો કરીને સુપ્રીમ કોર્ટે સખત નારાજગી વ્યક્ત કરીને કોલકાતા પોલીસને ખખડાવી પણ છે…

આ બધા ઘટનાક્રમ વચ્ચે રાષ્ટ્રપતિ મમતાજીના ‘અપરાજિતા’ કાયદાને મંજૂરી આપે છે કે નહીં તેના પર સૌની નજર છે.
આ કાયદામાં બળાત્કારની કોઈ પણ ઘટના માટે ફાંસીની સજાની જોગવાઈ છે. તેનું અર્થઘટન એવું ના કરાય કે, રેપ કેસમાં ઓછામાં ઓછી સજા જ ફાંસી છે , પણ મહત્તમ સજા ફાંસી છે. અમુક કિસ્સામાં ઓછામાં ઓછી સજા જ ફાંસી છે ખરી. રેપના કારણે પીડિત કોમામાં જતી રહે કે મોતને ભેટે તો ૧૦ જ દિવસમાં ફાંસી આપી દેવાની જોગવાઈ છે. રેપ વિથ મર્ડરના કેસમાં પણ ફાંસીની સજા છે.

આ ઉપરાંત રેપ કેસની તપાસ ૩૬ દિવસમાં પૂરી કરવાની રહેશે અને ગેંગરેપના કેસમાં બધા દોષિતોને ઓછામાં ઓછી આજીવન કેદની સજા થશે. આ તબક્કે મમતાદીદીએ ખેલેલા રાજકીય દાવની વાત કરવી જરૂરી છે. મમતાજીએ બળાત્કાર અંગેનો નવો કાયદો બનાવીને બોલ નરેન્દ્ર મોદી સરકારની કોર્ટમાં નાખી દીધો છે અને ભાજપ અને પોતાના વિરોધી સામે એક મુદ્દો ઊભો કરી દીધા છે કે જેનો ભવિષ્યમાં ઉપયોગ કરી શકાશે. એક રીતે મમતાએ એના વિરોધીઓને ભેરવી દીધા છે કેમ કે મમતા સરકારે વિધાનસભામાં પસાર કરેલો ખરડો કદી કાયદો બની જ શકે તેમ નથી. સૌથી પહેલું તો એ કે, રાજ્ય સરકાર આ પ્રકારના કાયદા ના બનાવી શકે. ભારતમાં રાજ્યોને ક્યા પ્રકારના કાયદા બનાવવા અને કેન્દ્ર સરકારે ક્યા પ્રકારના કાયદા બનાવવા તે અંગે બંધારણીય જોગવાઈઓ છે, જે મુજબ બળાત્કાર, હત્યા સહિતના અપરાધો અંગે કાયદા બનાવવાનો અધિકાર માત્ર કેન્દ્ર સરકારને છે. કેન્દ્ર સરકારે બનાવેલા આવા કાયદા અમલમાં છે જ ત્યારે રાજ્યોએ નવા કાયદા બનાવવાની જરૂર નથી.

બીજું એ કે, સંસદે બનાવેલા કાયદામાં રાજ્યો સુધારા ના કરી શકે. પહેલાં ઈન્ડિયન પિનલ કોડ અમલમા હતો ને હવે તેના સ્થાને ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) નામે નવો કાયદો આવ્યો છે. આ સિવાય ક્રિમિનલ પ્રોસિજર એકટના સ્થાને આવેલા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (ઇગજજ) અને બાળકોને બળાત્કાર સહિતના જાતીય અપરાધોથી રક્ષણ આપવા બનાવાયેલા ‘પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યૂઅલ એક્ટ’ (ઙઘઈજઘ) પણ અમલમાં છે. આ કાયદામાં માત્ર ને માત્ર દેશની સંસદ સુધારો કરી શકે, પણ મમતા બેનરજીએ બંગાળની વિધાનસભામાં આ ત્રણેય કાયદામાં સુધારો કરતો નવો ‘અપરાજિતા વુમન એન્ડ ચાઇલ્ડ (પશ્ર્ચિમ બંગાળ ક્રિમિનલ લો અમેન્ડમેન્ટ) બિલ ૨૦૨૪’ બનાવી દીધો.

આમ જુઓ તો મમતાની આ હરકત એકદમ ગેરબંધારણીય છે,પણ ભાજપ એવું કહેવા જાય તો બરાબરના ભેખડે ભેરવાય. મમતા એવું કહીને ઊભાં રહી જાય કે, ‘અમે પસાર કરેલો ખરડો ગેરબંધારણીય છે તો બળાત્કારને રોકવા માટે અમે કરી છે એવી આકરી જોગવાઈઓ બળાત્કારને લગતા કાયદાઓમાં કરો….’ કેદ્ર સરકાર એવું કરવા જાય તો મમતાને જશ મળે તેથી એ એવું નહીં કરે.

આ કાયદાની ટીકા પણ કોઈ નહીં કરી શકે કેમ કે કોઈ પક્ષ ટીકા કરે તો બળાત્કારીઓને છાવરે છે અને આવા અપરાધીઓને આકરી સજા કરાવવામાં એને રસ નથી એવા આક્ષેપ મમતા કરવા માંડે ! આમ રેપ-મર્ડરને રાજકીય રંગ આપવાનું મમતાજીના વિરોધીઓને ભારે પડવાનું જ છે.

હા, આ રેપ-મર્ડર ઘટના પછી મમતા બેનરજી રાજકારણ રમી રહ્યાં છે એ વાત સાચી છે, પણ તેની શરૂઆત ભાજપે કરી છે. ટ્રેની ડોક્ટરની હત્યાના મુદ્દે રાજકારણ રમવાની શરૂઆત કરીને આ મુદ્દાને પશ્ર્ચિમ બંગાળ સરકારની નિષ્ફળતા અને ‘તૃણમૂલ કૉંગ્રેસ’ની ગુંડાગીરી સાથે જોડી દીધો અને જાણે બંગાળમાં જ આ પ્રકારની ઘટના બની છે અને માત્ર બંગાળ સરકાર જ મહિલાઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ ગઈ છે.

વાસ્તવમાં દેશના દરેક રાજ્યમાં આ પ્રકારની શરમજનક ઘટનાઓ બને છે,ભાજપ શાસિત રાજ્યોમાં બનતી કે ભૂતકાળમાં બનેલ ઘટનાઓ અંગે સરકાર મૌન સાધી લે છે.

આ દેશમાં ઠેકઠેકાણે આવી શરમજનક ઘટનાઓ બને છે, પણ ભાજપના નેતા ક્યાંય જવાની તસદી પણ લેતા નથી. બલ્કે સહાનુભૂતિનાં બે બોલ બોલવાની પણ તમા નથી રાખતા ત્યારે કોલકાતામાં ન્યાય અપાવવાનો એમને સણકો ઊપડી આવ્યો છે તેની પાછળ રાજકારણ જ છે અને મમતા એ રાજકારણનો જવાબ રાજકારણથી આપી રહ્યાં છે.

આ ઘટનાક્રમ આપણે કેવા દેશમાં જીવી રહ્યા છીએ એ બતાવે છે. એક દીકરીના રેપ- મર્ડરનું સત્ય શોધવાના બદલે આપણા હલકટ નેતા તેમાંથી રાજકીય ફાયદો કઈ રીતે મેળવી શકાય તેની ગંદી રમતમાં પડ્યા છે. એ લોકોમાં સંવેદના કે શરમ નામની કોઈ ચીજ જ નથી એ આપણી કમનસીબી છે ને તેનાથી પણ મોટી કમનસીબી એ છે કે, આ દેશની બહુમતી પ્રજા આવા નેતાઓને પૂજતી ફરે છે.

Also Read

Show More

Related Articles

Back to top button
રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે… સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ… પૈસાની તંગી દૂર કરશે આ ટીપ્સ આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે