મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાના આત્મહત્યાને કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી હચમચી ગઈ છે
તેમના નિધનના સમાચાર બાદથી જ અનિલ અરોરા કોણ હતા અને શું કરતાં હતા એવો સવાલ થાય એ સ્વાભાવિક છે
ચાલો તમને જણાવીએ કે આખરે કોણ હતા અનિલ અરોરા-
અનિલ અરોરા એક રિટાયર્ડ મર્ચન્ટ નેવી ઓફિસર હતા અને તેમણે મલયાલી ક્રિશ્ચિયન જોઈસ પોલીકાર્પ સાથે લગ્ન કર્યા હતા
જોકે, તેમના આ લગ્ન લાંબો સમય ટક્યા નહીં, મલાઈકા 11 વર્ષની અને અમૃતા 6 વર્ષની હતી ત્યારે માતા-પિતાના ડિવોર્સ થઈ ગયા હતા
અનિલ અરોરા સાથેના ડિવોર્સ બાદથી જોઈસ પોતાની બંને દીકરીઓને લઈને અલગ રહેતાં હતા,
પણ તેમ છતાં એક્ટ્રેસ પિતા સાથે ખાસ બોન્ડ શેર કરે છે, એવો ખુલાસો તેણે ખુદ એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો
મલાઈકાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું માતા-પિતાના ડિવોર્સની તેમના પર ખૂબ જ અસર થઈ હતી
પિતાના આત્મહત્યાના સમાચાર મળ્યા એ સમયે મલાઈકા મુંબઈમાં નહોતી અને તે કોઈ કામથી પુણે ગઈ હતી
આ મુશ્કેલ સમયમાં મલાઈકાનો એક્સ હસબન્ડ અને એક્ટર અરબાઝ ખાન તેની સાથે ખભેખભા મિલાવીને ઊભો છે