નેશનલ

ખાલિસ્તાની આતંકવાદી પન્નુને રાહુલ ગાંધીની શીખો અંગેની ટિપ્પણીને સમર્થન આપ્યું…

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) હાલ યુનાઇટેડ સ્ટેટ્સ(USA)ની મુલાકાતે છે. યુએસની મુલાકાત દરમિયાન આપેલા વિવિધ નિવેદનોમાં રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ પર પ્રહાર કર્યા હતાં.

આ પણ વાંચો : અમેરિકામાં Rahul Gandhi નું મોટું નિવેદન, કહ્યું જો નિષ્પક્ષ ચૂંટણી યોજાઇ હોત તો ભાજપને 246 બેઠક જ મળત

એક નિવેદન દમિયાન તેમણે ભારતમાં શીખ સમુદાય(Sikh)ની સ્થિતિ વિશે ટિપ્પણી કરી હતી. NDA નેતાઓએ રાહુલ ગાંધીના નિવેદન નિંદા કરી હતી, ત્યારે તેમની ટિપ્પણીને ખાલિસ્તાની અલગતાવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુન(Gurpatwant Singh Pannun)એ સમર્થન આપ્યું છે.

વોશિંગ્ટન ડીસીમાં એક કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું, “ભારતમાં એ વાત પર પણ સંઘર્ષ છે કે શું શીખોને પાઘડી અને કાડા પહેરવાની, ગુરુદ્વારામાં જવાની મંજૂરી આપવામાં આવશે.” ભાજપે અને અન્ય NDAના સભ્યોએ રાહુલ ગાંધીના નિવેદનને વખોડી કાઢ્યું હતું.

ભારતે જેને આતંકવાદી જાહેર કર્યો છે એ ગુરપતવંત સિંહ પન્નુનએ રાહુલ ગાંધીની ટિપ્પણીને સમર્થન આપ્યું છે.

પન્નુને એક નિવેદનમાં જણાવ્યું હતું કે “ભારતમાં શીખોના અસ્તિત્વના ખતરા અંગે રાહુલનું નિવેદન માત્ર હિંમતભર્યું જ નથી, પરંતુ 1947 થી ભારતમાં એક પછી એક શાસન હેઠળ શીખો શેનો સામનો કરી રહ્યા છે તેના વાસ્તવિક ઇતિહાસ સાથે નિવેદન મક્કમપણે જોડાયેલું છે. તેમનું નિવેદન સ્વતંત્રત શીખ વતન ખાલિસ્તાન સ્થાપિત કરવા પંજાબમાં રેફરેન્ડમ કરાવવાના SFJના વલણને પણ સમર્થન આપે છે.”

ગુરપતવંત સિંઘ પન્નુન પ્રતિબંધિત સંગઠન શીખ્સ ફોર જસ્ટિસના સ્થાપકોમાંનો એક છે. ભારતના ગૃહ મંત્રાલયે રાજદ્રોહ અને અલગતાવાદના આધારે ભારતમાં તેને આતંકવાદી જાહેર કર્યો છે.

યુ.એસ.માં ભારતીય અમેરિકનોને સંબોધિત કરતી વખતે, રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર કેટલાક ધર્મો અને સમુદાયોને અન્ય કરતા હલકી ગુણવત્તાવાળા ગણવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ભારતમાં લડાઈ રાજનીતિ પર નથી, પરંતુ મુક્તપણે પોતાના ધર્મનું પાલન કરવાના અધિકાર માટે છે.

આ પણ વાંચો : Rahul Gandhi પર ભાજપનો એક વધુ વાર, ઈલ્હાન ઓમર સાથેની મુલાકાત ભાજપને ન ગમી

શીખ સમુદાય સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, “લડાઈ એ છે કે શું કોઈ શીખને ભારતમાં તેની પાઘડી કે કડા પહેરવાની મંજૂરી આપવામાં આવશે એક શીખ તરીકે, ભારતના ગુરુદ્વારામાં જઈ શકશે. આ જ લડાઈ શીખોની જ નહીં, પરંતુ તમામ ધર્મો માટે છે.”

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker