આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે
ઉનાળાની ઋતુમાં AC જરૂરી છે પણ તેના લીધે વીજળીનું બિલ વધી જાય છે. તમે બિલ ઓછું રાખવા માંગો છો તો આ ટીપ્સ અનુસરો
ACનું તાપમાન 22 થી 26 ડીગ્રી સે. સેટ કરો.
તે વિજળીનો વપરાશ ઘટાડે છે. તાપમાનમાં દર એક ડિગ્રી ઘટાડા માટે વીજ વપરાશ છ ટકા વધે છે.
મોટાભાગના ACમાં હવે ઇકો મોડ આવે છે. એને ઓન કરો જે ઉર્જા બચાવે છે
ચોમાસાની ઋતુમાં સારી ઠંડક માટે ACમાં ડ્રાય મોડ પણ આવે છે
. જેમાં એસીને ઓછી મહેનત કરવી પડે છે અને વિજળીની બચત થાય છે
ACમાં ફેન મોડ પણ ઉર્જા બચાવે છે અને રૂમમાં હવાનું પરિભ્રમણ વધારે છે
AC હંમેશા ચાલુ રાખવાના બદલે ટાઈમર સેટ કરો, જે ચોક્કસ સમય બાદ આપોઆપ એસી બંધ કરી દેશે. તેનાથી વીજળીની બચત થાય છે.
ACનું નિયમિત મેન્ટેનન્સ કરાવો
. સમયાંતરે તેના ફિલ્ટરને સાફ અને સર્વિસ કરાવવો તેનાથી એસીની કાર્યક્ષમતા વધશે અને પાવર વપરાશ ઘટશે
ACની કામગીરી સારી થાય તે માટે રૂમની બારી-બારણાને યોગ્ય રીતે સીલ કરો જેથી ઠંડી હવા બહાર ના જાય અને વીજળીની બચત થાય
સૂર્યના કિરણને રૂમમાં આવતા અટકાવવા માટે સૌર શેડ અને ઘેરા રંગના પડદા વાપરો, જેથી ACને રૂમ ઠંડો કરવા માટે વધુ ઊર્જાની જરૂર નહીં પડે
AC એવી જગ્યાએ લગાવો જ્યાં સીધો સૂર્યપ્રકાશ ના હોય, જેથી ACની ઓછી ઊર્જા વપરાશે સારી ઠંડક મળશે અને વીજળીની બચત થશે