અંબાણી પરિવાર ખૂબ જ ધામધૂમથી ગણેસોત્સવની ઊજવણી કરી
અંબાણી પરિવારના આ ઉત્સવમાં પરિવારના સભ્યોથી લઈને બોલીવૂડના અનેક સેલેબ્સે ઉત્સાહથી ભાગ લીધો
હંમેશાની જેમ જ બાપ્પાની ભક્તિની સાથે સાથે પરિવારના દરેક સભ્યએ પોતાના સ્ટાઈલ અને ફેશનનું પણ ખૂબ જ ધ્યાન રાખ્યું
જોકે, આ બધા વચ્ચે ઈશા અંબાણીનો લૂક સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે
ઈશા આ ફંક્શનમાં ખૂબ જ સિમ્પલ લૂકમાં જોવા મળી હતી, અને તેમ છતાં તેણે લાઈમલાઈટ લૂંટી લીધી હતી
હંમેશા ડિઝાઈનર આઉટફિટ અને જ્વેલરીથી લદાયેલી ઈશા ગણપતિના સ્વાગત સમયે એકદમ સિમ્પલ લૂકમાં જોવા મળી
એન્ટિલિયા ચા રાજાના સ્વાગત માટે ઈશા અંબાણી પિતા મુકેશ અંબાણી સાથે ગેટ પર ઊભી હતી
ઈશાએ રો મેંગો બ્રાન્ડનો કસ્ટમાઈઝ્ડ એમરાલ્ડ ગ્રીન કલરનો જનક કુર્તા સેટ પહેર્યો હતો, અને દીકરીને તેડીને ઊભી હતી
આ કુર્તાની કિંમત 26,800 રૂપિયા હોવાનું કહેવાય છે
ખુલ્લા વાળ, નો-મેકઅપ લૂકમાં પણ ઈશા અંબાણીએ પરિવારની બાકીની લેડિઝને ટક્કર આપી હતી
સોશિયલ મીડિયા પર ઈશા અંબાણીના આ સિમ્પલ લૂકનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને લોકોને તે પસંદ પણ આવી રહ્યો છે