લાડકી

તરુણાવસ્થા: તરછોડાય જવાનો ભય…

આવા ભયનાં કારણ શોધો તો એનાં મારણ – ઉકેલ શક્ય છે

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી

‘ટીનએજમાં વળી શું હોય? ટીનએજ તો આમ ચપટી વગાડતા નીકળી જાય, એમાં એવું તો શું ખાસ ધ્યાન આપવાનું હોય? મોટા થશે પછી બધું સમજી જશે , ને નહિ સમજે તો અનુભવે ઘડાય જશે’. સ્નેહાએ ચાનો કપ ધરતાં સુરભીને કહ્યું.

‘બસ, સ્નેહા… આજ તકલીફ છે તારા જેવા અનેક પેરેન્ટ્સની. આવી કેટલીય ગેરમાન્યતા વચ્ચે તમે જીવો અને એ મુજબ જ તમારા ટીનએજ બાળકો સાથે વર્તન કરો. પછી આજ ટીનએજર્સ જુવાન થયા બાદ જે રીતે વર્તે તેને સમજી ના શકો.’ ચાની ચૂસ્કી ભરતાં સુરભીએ પોતાની વાત મૂકી.

શહેરની નામાંકિત સાયકોથેરાપિસ્ટ સુરભી એટલે સ્નેહાની પડોશીમાંથી બનેલી પાક્કી દોસ્ત અને વિહાની વ્હાલી આંટી.એ બન્ને બહેનપણીઓ વચ્ચે વાત ચાલી રહી હતી અવિકાની. અવિકા એક યુવાન, ઊભરતી કોર્પોરેટ કલ્ચરમાં જીવતી મેટ્રોસિટી ગણાતા મોટા શહેરમાં સ્વતંત્ર રીતે રહેતી અને આગળ જતા પોતાની કંપની ખોલી આંત્રપ્રેન્યોર બનવાના સપના જોતી એક આખાબોલી અને કઈક અંશે ભાવનાશૂન્ય યુવતી છે. આખી દુનિયામાં માત્ર એકાદ-બે મિત્ર જ એવા છે જેની સાથે એ લાગણીઓને લઈને જાતને સુરક્ષિત અનુભવે છે… પણ, એક સમય આવ્યો કે અવિકા પોતાના એકધારા કંટાળાજનક જીવનથી તદન ભાંગી પડી એમાં વળી એ જ્યાં રહેતી હતી તે ફ્લેટના માલિકે એને ઘર ખાલી કરવાનો આદેશ આપ્યો, કારણ કે એ કોઈ એકલ-દોકલ વ્યક્તિને રાખવા માગતા નહોતા.આ ઉપરાંત ઓફિસમાં કામથી અનુભવાતો અસંતોષ અને જિંદગી પ્રત્યેનો તદ્દન નકારાત્મક અભિગમ એવું બધું ભેગું મળીને અવિકાને સાવ જ તોડી નાખે છે.

અવિકા શહેરના એ શોરબકોરથી ભાગી પોતાના વતન જવાનું નક્કી કરે છે, પરંતુ ત્યાં પહોંચીને પણ માતા-પિતા સાથે જિંદગીની શરૂઆતનાં વર્ષો દરમિયાન ઊભા થયેલા અસંતોષના પડ એને ક્યાંય ચેન પડવા દેતા નથી. બાળપણથી લઈને અત્યાર સુધી એ ક્યારેય ખુલ્લા મનથી કોઈ સાથે વાતચીત નથી કરી શકી. ધીરે ધીરે અવિકા ડિપ્રેશનનો શિકાર બને છે. અનિંદ્રા અને હતાશા વચ્ચે ઘેરાયેલી અવિકાને જીવન જીવવું જ અશક્ય લાગવા લાગે છે. ખૂબ નાની વયમાં જ જીવન પ્રત્યેની હકારાત્મકતા અને આશા ગુમાવી ચૂકેલી અવિકા એક દિવસ મેન્ટલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ થકી સુરભીના સંપર્કમાં આવી.

પોતાના દર્દીઓનો ઈલાજ કરવાની સુરભીની રીતભાત તદન અનોખી. એ વાતો કરે, ખૂબ સારી રીતે સામેવાળાને સાંભળે, ધીમા અવાજે, લાગણીભર્યા સ્વરે આત્મિયતા દર્શાવે અને કોઈ સલાહ આપ્યા વગર માત્ર વાતચીત થકી જીવનને નજીકથી સમજાવે. કદાચ એટલે જ,પોતાની લાગણીઓને અત્યાર સુધી સજ્જડપણે બંધ રાખીને બેસેલી અવિકા ધીમે ધીમે સુરભીની મમતાભરી લાગણીઓ સામે ખુલતી ગઈ ત્યારે એ જાણવા મળ્યું કે, અવિકાના વર્તન પાછળ એના બાળપણમાં પડેલી કડવી યાદો જવાબદાર છે. બાળપણમાં દાદા-દાદી પાસે એને એકલી મૂકી માં-બાપ નોકરી અર્થે પરદેશ જતાં રહ્યાં હોય… બધા પોતાને પ્રેમ કરશે પણ પછી એક દિવસ આમજ તરછોડી જતા રહેશે એ ભય સાથે સતત જીવેલી અવિકા સંબંધોને સામેથી છોડી દેતી. પેરેન્ટ્સ હોય કે પ્રેમી, ભાઈ હોય કે ભાઈબંધ, સહકર્મી હોય કે સહાધ્યાયી…. કોઈપણ સંબંધમાં એ વધુ સમય રહેતાં ડરતી, કારણ કે એ પ્રેમ ગુમાવી દેવાના ભયથી જ ડરતી આવેલી. આથી હંમેશાં બધા આસપાસ હોવા છતાં એકલતામાં જ જિંદગી વિતાવતી આવી છે દીકરી તો ઘણી સમજુ હોય, દીકરી તો જીવનમાં ગોઠવાય જાય. એ તો પરિસ્થિતિ સાથે સમાધાન કરતા કુદરતી રીતે શીખીને આવીલ હોય એવું માનીને-ધારીને દીકરીના મન પર પડતા ઘસરકાઓને ધ્યાનમાં ના લેવાની આદત ક્યારેક એની આખી જિંદગી બગાડી બેસતી હોય છે, કારણ કે અવિકા માફક સ્ત્રીના મુગ્ધ મન પર પડેલા ઉઝરડા ધીમે ધીમે ઊંડા ઘામાં પરિવર્તિત થતા રહે છે. પરદેશમાં સ્થાયી થવા ઈચ્છતાં માતા-પિતા અમુક વખત બાળકોને પોતાની પાછળ દાદા -દાદી કે કુટુંબના અન્ય સભ્યો પાસે છોડી જતા હોય છે. એવા તરુણમાં જાણ્યે -અજાણ્યે તરછોડાય જવાનો ડર એટલે ઊંડે ઘર કરી ગયો હોય છે એની વેદના સુરભી સારી પેઠે સમજતી હતી.

વડીલો પાસે બાળકોને ઉછેરવા મૂકી ચાલી જતાં પેરેન્ટ્સ માને છે કે અમારાં જેટલું જ ધ્યાન વડીલો અમારા બાળકોનું રાખી શકશે, પરંતુ એવું ભૂલી જાય છે કે બાળક માટે માતા-પિતાની ખોટ અન્ય કોઈ દ્વારા ક્યારેય પૂરી કરી શકાતી નથી. ક્યારેય કોઈ બીજું એની મા બની શકતું નથી. બાળક એ ખટકો લઈનેજ હંમેશાં આગળ વધે છે અને પોતાની આગળની જિંદગીના નિર્ણયો પણ એ મુજબ લેતા શીખે છે.

જો કે, સુરભીના મળ્યા બાદ એ જાણે અવિકાના જીવનની જીવાદોરી બની ગયેલી, જેની મદદ થકી અવિકા ધીરે ધીરે પોતાના એ દરેક કડવા અનુભવને નાથવા મથે છે ,જે તેને પીડા આપતા આવ્યા છે. માતા-પિતા સાથે સુમેળ સાધવાની શરૂઆત કરવાથી માંડી પોતાના
નાના ભાઈ સાથે મિત્રતા કેળવવી, દુનિયામાં પોતાનો પ્રેમ શોધવાની કોશિશ કરવી અને પોતાના કેરિયરમાં પણ આગળ કઈ રીતે વધવું,ઈત્યાદિ…

ટૂંકમાં જિંદગીની મસ્તમજાની પોઝિટીવ સાઈડ ખોલવાની શરુઆત કરવી,પણ
એમ દરેકને સુરભી થોડી મળે ? આમ છતાં એટલું યાદ રાખવું કે, જીવનમાં કઈ પણ થાય કશરય ળજ્ઞદયત જ્ઞક્ષ. જિંદગી હંમેશાં ચાલતી રહે છે. તેની રફતાર ક્યારેય બંધ નથી થતી એ કડવી વાસ્તવિકતા છે. એટલું જ નહીં, હતાશા પણ ક્યારેય કાયમી નથી હોતી અને આશા તો ક્યારેય સાવ મરતી કે મારતી નથી. એ અમર જ છે ! સહન કરવાની- અસ્તિત્વ ટકાવી રાખવાની ખેવના અને દ્રઢતા સાથે માનવી અન્ય દરેક સજીવથી આગળ રહ્યો છે….

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door Catches Win Matches: Top Indian Cricket Fielders Through the Decades IPL: Sixes Galore! Delhi vs Mumbai Turns into a Hitting Extravaganza