સ્પોર્ટસ

રાહુલ, ગાયકવાડને કેમ વર્લ્ડ કપની ટીમમાં સ્થાન ન મળ્યું? રિન્કુ અને ગિલ કેમ રિઝર્વ્ડમાં?

નવી દિલ્હી: જૂનના ટી-20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. રોહિત શર્મા કૅપ્ટન અને હાર્દિક પંડ્યા વાઇસ-કૅપ્ટન છે. મોટા ભાગના ખેલાડીઓનો સમાવેશ ક્રિકેટચાહકોના ધાર્યા મુજબ થયો છે, પરંતુ ભારતીય ક્રિકેટમાં કેએલ રાહુલ વિશે ખૂબ ચર્ચા છે. રિન્કુ સિંહને રિઝર્વ પ્લેયર્સમાં સામેલ કરાયો છે, પણ મુખ્ય ટીમમાં તેની ગેરહાજરી ઘણાને ખૂંચી રહી હશે.

ચીફ સિલેક્ટર અજિત આગરકરની કમિટીએ આ ટીમ પસંદ કરી અને બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ સાથેની આગરકરની મીટિંગ બાદ ટીમની જાહેરાત કરવામાં આવી.

કેએલ રાહુલ વિશે એવું મનાય છે કે તે ટી-20ના બૅટર્સની જેમ ફટકાબાજી નથી કરી શક્તો. જોકે આઇપીએલની વર્તમાન સીઝનમાં તેણે અત્યાર સુધીમાં નવ મૅચમાં 378 રન બનાવ્યા છે. 144.27 તેનો સ્ટ્રાઇક રેટ છે અને 42.00 તેની બૅટિંગ-ઍવરેજ છે. વિકેટકીપર તરીકે તેણે નવ કૅચ પકડ્યા છે અને બે સ્ટમ્પ-આઉટ કર્યા છે.

આપણ વાંચો: ભારતની ટી-20 વર્લ્ડ કપ ટીમના ખેલાડીઓ આઇપીએલમાં કેવું રમ્યા?

રાહુલ ભારત વતી ટી-20માં છેલ્લે 2022ના વર્લ્ડ કપમાં રમ્યો હતો. ત્યાર બાદ તે આ શૉર્ટેસ્ટ ફૉર્મેટમાં ભારત વતી નથી રમ્યો. તેણે 72 ટી-20 ઇન્ટરનૅશનલમાં 2,265 રન બનાવ્યા છે અને 139.12 તેનો સ્ટ્રાઇક રેટ છે.

રિન્કુ સિંહ વર્લ્ડ કપ માટેના રિઝર્વ ખેલાડીઓમાં સામેલ છે, પણ મુખ્ય ટીમમાં ન હોવા માટેનું કારણ એ મનાય છે કે કોલકાતાની ટીમ વતી તેને બૅટિંગ કરવાનો બહુ મોકો નથી મળ્યો. તેને જો વધુ મૅચો રમવા મળી હોત તો તે વધુ રન કરીને વર્લ્ડ કપ માટેની મુખ્ય ટીમમાં આવી શક્યો હોત.

ચહલે નવ મૅચમાં 13 વિકેટ લીધી છે અને તાજેતરમાં જ તે આઇપીએલના ઇતિહાસમાં 200 વિકેટ લેનાર પહેલો બોલર બન્યો છે. આ કારણસર તેને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળ્યું છે. જોકે ઋતુરાજ ગાયકવાડે આઇપીએલની 9 મૅચમાં 149.49ના સ્ટ્રાઇક રેટ સાથે કુલ 447 રન બનાવ્યા એમ છતાં તેને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન નથી મળ્યું એનું કારણ એ છે કે ઓપનિંગમાં રોહિતનો સાથી બનવા માટેની રેસમાં નવયુવાન યશસ્વી મેદાન મારી ગયો છે.

ગુજરાત ટાઇટન્સનું સુકાન સંભાળી રહેલો શુભમન ગિલ પણ વર્લ્ડ કપના રિઝર્વ્ડ પ્લેયર્સમાં છે. તેણે 10 મૅચમાં 320 રન બનાવ્યા છે અને 140.97 તેનો સ્ટ્રાઇક રેટ છે. જોકે ગઈ સીઝનમાં બનાવેલા હાઇએસ્ટ 890 રનની તુલનામાં આ વખતે તે બૅટિંગમાં નબળો રહ્યો છે એટલે તેને વર્લ્ડ કપની ટીમમાં જગ્યા નથી અપાઈ. ટી-20 ઇન્ટરનૅશનલમાં તેનો રેકૉર્ડ (14 મૅચમાં 335 રન, 147.57નો સ્ટ્રાઇક રેટ) સારો હોવા બદલ તેને રિઝર્વ્ડ પ્લેયર્સમાં રખાયો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો