આંખોમાં કાજલ લગાડીને ફોટોશૂટ કરાવનારી કરીનાને કેમ કહી લોકોએ ‘અસલી મસ્તાની’?
મુંબઈ: બે બાળકોની માતા બન્યા છતાં પોતાની કાતિલ અદાઓથી આજ સુધી લોકોને પોતાના કાયલ બનાવનારી અને જનરેશન-ઝી સુદ્ધાંને પોતાના ફેન્સ બનાવનારી કરીના કપૂરે હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યો, જેની ખૂબ ચર્ચા થઇ રહી છે અને તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.
કરીનાએ અનારકલી ડ્રેસ પહેરીને એક ફોટોશૂટ કરાવ્યો હતો અને પોતાના જ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની તસવીરો પણ મૂકી હતી. જે ગણતરીની મિનીટોમાં વાયરલ થઇ ગઇ હતી અને તેના ફેન્સ પણ આ કરીનાના આ લૂકની પ્રશંસા કરતા થાકતા નહોતા.
ઓફ વ્હાઇટ અને ગોલ્ડન કલરના અનારકલી ડ્રેસની સાથે કરીનેએ મેચીંગ ચૂડીદાર અને હેવી દુપટ્ટો પહેર્યો હતો. જોકે, તેની સુંદરતામાં વધારો મરૂન કલરની બિંદીએ કર્યો હતો અને તે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ ફોટોશૂટ માટે કરીનાએ ન્યૂડ મેક-અપ પસંદ કર્યો હતો.
આપણ વાંચો: પુત્ર તૈમુર સાથે તાન્ઝાનિયામાં વેકેશન માણી રહી છે કરીના, સોશિયલ મીડિયા પર તસવીરો કરી શેર
કરીનાએ પોતાની તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે ‘કજરા મોહબ્બત વાલા’. ફેન્સે પણ કરીનાની પોસ્ટ ઉપર કોમેન્ટ્સની ભરમાર વરસાવી હતી. એક યુઝરે લખ્યું કે કરીના કપૂર જ અસલી મસ્તાની લાગી રહી છે. જ્યારે બીજા એક યુઝરે લખ્યું કે કરીના કપૂર એકદમ સાદા લૂકમાં પણ અત્યંત સ્ટાઇલીશ દેખાઇ રહી છે.
હાલમાં જ કરીના કપૂરની ફિલ્મ ‘ક્રૂ’ ફિલ્મ રિલીઝ થઇ હતી, જેમાં તેની સાથે તબ્બુ અને ક્રિતી સેનન પણ હતી. આ ફિલ્મમાં દિલજીત દોસંજ અને કપિલ શર્માએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. હવે કરીના તેના આગામી પ્રોજેક્ટ ‘સિંઘમ અગેઇન’માં વ્યસ્ત છે.