મનોરંજન

પચાસ વર્ષ જૂના Shik Shak Shok ગીતે મચાવી ધૂમ, જાણો શું છે આ ગીત પાછળની કહાની

સોશિયલ મિડયા પર હાલ એક ગીત ભારે ટ્રેન્ડ કરી રહ્યું છે. Instagram પર ની મોટાભાગની Reelsમાં Shik Shak Shokનું ગીત વાગતું હોય છે. આપણે ભારતીયો સોશિયલ મીડિયા પર એટલા એક્ટિવ છીએ કે કોઈ ગીતનો મતલબ કે શબ્દો ખબર હોય કે ન હોય પરંતુ Trending માં ચાલતા મ્યુઝિક પર ઠુમકા લગાવવાનું ચુકતા નથી (#ShikShakShokchallenge). આજે આપણે આ લેખમાં શિક શાક શો ગીતનો મતલબ, શબ્દો અને ઇતિહાસ વિશે જાણવાની કોશિશ કરીશું.

શિક શાક શોક ગીત ઇજિપ્તના સંગીતકાર હસન અબુ અલ સેયુદે (Egyptian musician Hassan Abu Al Seyoud) લખ્યું હતું. 1974 માં, ઇજિપ્તની મ્યુઝિક રેકોર્ડિંગ કંપની સાઉટ અલ નોગૌમ (વોઇસ ઑફ સ્ટાર્સ) એ ‘ધીસ ઇઝ ઓરિએન્ટ’ નામનું મ્યુઝિક આલ્બમ બહાર પાડ્યું. શિક શક શોક ગીત એ જ આલ્બમનો ભાગ હતું. 50 વર્ષ બાદ આ ગીત ફરી એકવાર લોકોઆ ગીત પાછળ ઘેલા થયા છે.

આ ગીત વિશે કહેવામાં આવી રહ્યું છે કે 1974માં રિલીઝ થયા બાદ તેની લોકપ્રિયતા ધીરે ધીરે વધતી ગઈ. તે સમયે, આ ગીત નાઇટ ક્લબ અને કેસિનોમાં ખૂબ વગાડવામાં આવતું હતું. બેલી ડાન્સર અને અભિનેત્રી સોહિર ઝાકીએ (Belly dancer and actress Sohir Zaki) આ ગીત પર ડાન્સ કરીને તેને વધુ અદ્ભુત બનાવી દીધું છે. તેણે ઇજિપ્તમાં પરંપરાગત પ્રવેશ પણ કર્યો. આ ગીત ત્યાં થતા લગ્નોનો એક ભાગ બની ગયું હતું.

ઈજિપ્તના એક સ્થાનિક મીડિયા સંસ્થાના માટે આ ગીત બેલી ડાંસને ધ્યાનમાં રાખીને બનાવમાં આવ્યું હતું. આ ગીત મહિલાઓને પોતાના શરીર પ્રત્યે પ્રેમ કરવાનું શીખવે છે. તેના નારીત્વને દર્શાવે છે. કોઈ પણ પ્રકારની મહિલા કોઈ પણ બોડી શેપ સાથે આ ગીત ખુલ્લીને નાચી શકે છે. મહિલાઓમાં આ ગીત ઘણું જ ફેમસ થયું છે. બૉલીવુડની હસ્તીઓ પણ આ ટ્રેન્ડથી બાકાત નથી રહી શકી. ફિટનેસ વર્કઆઉટ કરતી અમૃતા રાઓ અને શ્રદ્ધા કપૂરે પણ આ ગીત પર વિડીયો શેર કર્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door Catches Win Matches: Top Indian Cricket Fielders Through the Decades IPL: Sixes Galore! Delhi vs Mumbai Turns into a Hitting Extravaganza