મનોરંજન

Heeramandiની રિલીઝ ડેટ થઈ જાહેર, આ તારીખથી જોઈ શકશો રૂપસુંદરીઓની કહાની

નિર્માતા-નિર્દેશક સંજય લીલા ભણસાલી (Sanjay leela Bhansali) ની બહુચર્ચિત વેબસિરિઝ હીરામંડી-ધ ડાયમંડ બાઝારની દર્શકો રાહ જોઈ રહ્યા છે. ભણસાલીની સિરિઝ હોવાથી ભવ્યાતીભવ્ય સેટ, જાજરમાન હીરોઈનો, સંગત વગેરેની અપેક્ષા દર્શકોને હોઈ અને હીરામંડીના અત્યાર સુધીના બહાર આવેલા ફૂટેજ જોઈને લાગે જ છે કે આ અપેક્ષાઓ તો ચોક્કસ પૂરી થશે. જોકે આ સિરિઝની રિલીઝ ડેટ વારંવાર બદલાતી હતી ત્યારે હવે સત્તાવાર રીતે ભણસાલીએ પહેલી મેના રોજ સિરિઝ જોવા મળશે તે દર્શકોને જણાવી દીધું છે. તેમણે આ જાહેરાત પણ ખૂબ શાનદાર રીતે કરી હતી. ડ્રોનની મદદથી એક મોટા સમારંભમાં તેમણે ડેટની જાહેરાત કરી હતી.

આ સિરિઝમાં અદિતી હૈદરઅલી, સોનાક્ષી સિન્હા, મનીષા કોઈરાલા, રીચા ચઢ્ઢા, સંજીદા શેખ અને શર્મિન સહેગલ જોવા મળશે. આ જાહેરાત સમયે હીરોઈનો પણ હાજર રહી હતી, માત્ર અદિતી ન હતી કારણ કે ગઈકાલે જ તેણે સાઉથના અભિનેતા સિદ્ધાર્થ સાથે લગ્ન કરી સૌને સરપ્રાઈઝ આપી હતી. હાજર અભિનેત્રીઓએ રથની સવારી માણી હતી, જેના વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

જોકે મોબાઈલના સ્ક્રીનમાં આટલી જાજરમાન સિરિઝ જોવાની મજા આવશે કે નહીં તે સવાલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કાકડીને ખાવાની આ છે સાચી રીત… A Simple Guide: What NOT to Offer Lord Shani Most Expensive Celebrity Mangalsutras: Unveiling the Price Tags Baby Raha with Mommy Alia at Kareena Kapoor’s House: Cuteness Overloading