આપણું ગુજરાતમનોરંજન

2024માં શું નવું કરવા માંગે છે આપણા Gujju Celebs, જાણી લો તેમના New Year Resolution

2023ના વર્ષનો આજે છેલ્લો દિવસ, અઠવાડિયાનો પણ છેલ્લો દિવસ… આવતીકાલથી શરૂ થશે 2024…વધુ એક નવું વર્ષ, નવો દિવસ, નવા અઠવાડિયાની શરૂઆત… નવા વર્ષ નિમિત્તે આપણે બધા જ જૂના વર્ષોમાં કરેલી ભૂલોને સુધારીને કંઈક નવું કરવાનો, નવું શીખવાનો સંકલ્પ લઈએ છીએ… દરેક લોકો એમની લાઈફસ્ટાઈલ અને જીવનને ધ્યાનમાં રાખીને દર વર્ષે નવા વર્ષના અલગ અલગ New Year Resolution લેતા હોય છે અને એમાંથી સેલેબ્સ પણ પાછા પડે એવા નથી ત્યારે આવો જોઈએ આપણા ઢોલીવૂડના ફેમસ સેલિબ્રિટીઝ નવા વર્ષમાં શું-શું Resolution લઈ રહ્યા છે…

33 વર્ષ જૂની આદત છોડી હવે આ કામ કરવા માંગે છે હિતેનકુમાર

ઢોલીવૂડના સેલેબ્સની વાત ચાલી રહી હોય અને એમાં ગુજરાતી સુપરસ્ટાર હિતેન કુમારનું નામ ના આવે તો કઈ રીતે ચાલે? હિતેન કુમાર પોતાના New Year Resolution વિશે વાત કરતાં જણાવે છે કે મારું ગયા વર્ષનું રિઝોલ્યુશન એકદમ સફળ રહ્યું. મેં ગયા વર્ષે સ્મોકિંગ ક્વીટ કરવાનું નક્કી કર્યું હતું અને 33 વર્ષ જૂની આદત હવે છૂટી ગઈ છે. હવે નવા વર્ષે મેં મારી ફિટનેસ પર કામ કરવાનું નક્કી કર્યું છે. હું મારી હેલ્થનું પૂરું ધ્યાન રાખવા માંગું છું અને પરિવાર સાથે પણ ક્વોલિટી ટાઈમ સ્પેન્ટ કરવા માંગું છું. આવી રહેલાં નવા વર્ષમાં હું 3-4 ફિલ્મો પર પણ કામ કરવા માંગુ છું.

2024ના કમિટમેન્ટ્સથી ડાયરી ભરાઈ રહી છે સિદ્ધાર્થ રાંદેરિયાની…

આગળ વધીએ અને આપણા બધાના ગુજ્જુભાઈની વાત કરીએ. ઓળખી ગયા ને કે અહીં કોની વાત થવા જઈ રહી છે? જી હા, આપણા ગુજ્જુભાઈ એટલે સિદ્ધાર્થ રાંદેરિયા. પોતાના ન્યુ યર રિઝોલ્યુશન વિશે વાત કરતાં સિદ્ધાર્થ રાંદેરિયાએ જણાવ્યું હતું કે કલાકાર હોય એના માટે શું નવું વર્ષ અને શું જૂનું વર્ષ. મેં પહેલાંથી જ મારી 2024ની ડાયરી ભરવાનું શરૂ કરી દીધું છે. આ વર્ષે મારે મારી હેલ્થનું ખાસ ધ્યાન રાખવાનું છે અને હા સૌથી મહત્ત્વની વાત એટલે 2024માં ફિલ્મ ગુજ્જુભાઈ-3ના માધ્યમથી મારા સેંકડો દર્શકોની સાથે મુલાકાત કરવી છે.

ગયા વર્ષની ભૂલોને ફરી નથી રિપીટ કરવા માંગતો મયુર ચૌહાણ…
છેલ્લો દિવસ ફેમ આલાગ્રાન્ડ દરજ્જાના કલાકાર એવા એક્ટર મયુર ચૌહાણ ઉર્ફે માઈકલે પણ 2024 માટે કેટલાક રિઝોલ્યુશન્સ નક્કી કર્યા છે અને એ વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે ગયા વર્ષે મારાથી કેટલીક ભૂલો થઈ છે અને હવે આ ભૂલોને હું 2024માં ફરી નથી દોહરાવવા માગતો. એટલું જ નહીં પણ 2024માં હું વધારે ફિટ થવા માંગુ છું. આ સાથે સાથે જ ફિલ્મોના માધ્યમથી હું 2024ની ભૂલો ફરી રિપીટ નથી કરવા માંગતો. જે રીતે આપણી ગુજરાતી થાળીમાં મજેદાર વાનગીઓ હોય છે એવી જ મજેદાર મોજ હું દર્શકોને મોજ કરાવવા માંગુ છું.


જ્યારે જીવનમાં જરૂર પડે ત્યારે રિઝોલ્યુશન લઈ લે છે કિંજલ રાજપ્રિયા…
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુપરગર્લ તરીકે ઓળખાતી કિંજલ રાજપ્રિયાએ પોતાના નવા વર્ષના રિઝોલ્યુશન વિશે વાત કરતાં જણાવ્યું હતું કે હું તો નવા વર્ષે જ નવા રિઝોલ્યુશન લેવાય એવું નથી માનતી. ગો વિથ ધ ફ્લોની જેમ હું જીવનમાં જેમ જેમ આગળ વધતી જાઉં છું તેમ તેમ જાઉં છું. 2024માં હું દર્શકોને કંઈક નવું આપવા માંગુ છું. આવતા વર્ષે હું અત્યાર સુધી જેવું કામ કર્યું છે એનાથી કંઈક અલગ કરવા જઈ રહી છું. 2023નું વર્ષ મારા માટે ખૂબ જ સારું રહ્યું હતું અને 2024માં હું વધારે જવાબદાર બનવા માંગુ છું.


2024માં ટ્રાવેલિંગ અને રીડિંગ વધારવું છે પૂજા જોશીને…
ક્યુટ એક્ટ્રેસ પૂજા જોશી 2024 માટે કેટલાક રિઝોલ્યુશન નક્કી કર્યા છે અને એ વિશે વાત કરતાં તે જણાવે છે કે મને રીડિંગ કરવાનો ખૂબ જ શોખ છે અને એટલે જ આવનાર વર્ષમાં શક્ય એટલું વધારે રીડિંગ કરવા માંગુ છું. આ સિવાય મારે મારી ફિટનેસ પર પણ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. 2023 તો મારા માટે સારું જ રહ્યું હતું અને 2024 પણ મારા માટે એનાથી વધારે સારું સાબિત થાય એ માટે હું મારાથી બનતાં પ્રયાસો કરીશ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door Catches Win Matches: Top Indian Cricket Fielders Through the Decades IPL: Sixes Galore! Delhi vs Mumbai Turns into a Hitting Extravaganza