આપણું ગુજરાતલોકસભા સંગ્રામ ૨૦૨૪

અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી આજે કરશે ગુજરાતમાં રોડ શો….

ગાંધીનગર : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન થવાને બસ હવે ગણતરીના જ દિવસો બાકી છે, જેને લઈને ચૂંટણી પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે હવે ભાજપે તેના સ્ટાર પ્રચારકો પણ મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી અને પોરબંદરથી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાના પ્રચારમાં પણ એક જાણીતી અભિનેત્રી કેમ્પેઈન કરતી જોવા મળશે.

ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મી જૂનના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે પોરબંદર ખાતે ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાના પ્રચારમાં જાણીતી અભિનેત્રી અને હાલમાં જ ભાજપમાં જોડાયેલી રૂપાલી ગાંગુલી પણ જોવા મળશે. રૂપાલી ગાંગુલી એક એવો ચહેરો છે જે ‘અનુપમા’ સીરિયલથી ઘરેઘરે જાણીતો બન્યો છે.

તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલ અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી એક અભિનેત્રી હોવાની સાથે સાથ હવે તે ભાજપની સ્ટાર પ્રચારક પણ છે. રૂપાલી ગાંગુલી આજે પોરબંદરમાં (Porbandar) ભાજપ (BJP) ઉમેદવાર મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) માટે પ્રચાર કરશે. પોરબંદરમાં સાંજે રૂપાલી ગાંગુલી રોડ શો કરશે. પ્રાપ્ત વિગતો અનુસાર, રૂપાલી ગાંગુલી આજે ગુજરાતમાં આવી રહી છે. આજે બપોરે 4 : 30 કલાકે જુનાગઢના કેશોદ ખાતે પોરબંદર લોકસભાના ઉમેદવાર ડૉ. મનસુખ માંડવિયાના સમર્થનમાં રોડ શોમાં અભિનેત્રી રૂપાલી ગાંગુલી જોડાશે. રુપાલી ગાંગુલીએ એક વીડિયો શેયર કર્યો છે. જેમાં તેને કહ્યુ કે, મનસુખ માડવિયાના સમર્થનમાં ગુજરાતમાં રોડ કરશે તેને લોકોને મોટી સંખ્યામાં જોડાવા માટે આહ્વાન કર્યુ છે.

રુપાલી ગાંગુલીના વાત કરવામા આવે તો તેને ફેમસ ટીવી સીરિયલ ‘અનુપમા’માં અનુપમાનું પાત્ર ભજવીને દરેક ઘરમાં ફેમસ થઈ ગઈ છે. તેને ચાહક વર્ગ ખુબ મોટો છે. ત્યારે તાજેતરમાં જ રૂપાલી ગાંગુલીએ દિલ્હી હેડક્વાર્ટરમાં ભાજપની સદસ્યતા લીધી હતી. તેને ભાજપમાં જોડાવા અંગકે કહ્યુ હતુ કે, તે પીએમ મોદીની મોટી પ્રશંસક છે. ભાજપ ખૂબ સારું કામ કરી રહ્યું છે અને તેથી જ હું ભાજપમાં જોડાઈ છું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…