નેશનલશેર બજાર

શેરબજારમાં યુ ટર્ન, સેન્સેકસમાં ૧૦૦૦ સુધીનો કડાકો

નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં બપોરના સત્રમાં એકાએક યુ ટર્ન જોવા મળ્યો હતો અને સેન્સેકસમાં ૧૦૦૦ સુધીનો કડાકો જોવા મળ્યો હતો. ઉંચા મથાળે ખૂલ્યા પછી નિફ્ટીએ નવો રેકોર્ડ બનાવ્યો હતો, જોકે ભારતીય ઇક્વિટી સૂચકાંકો શુક્રવારે પાછળથી જોરદાર પ્રોફિટ બુકિંગ વચ્ચે નીચા સ્તરે ગબડ્યા હતા.

ઇન્ડેક્સ હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેન્ક અને આઇટી શેરોમાં વેચવાલીના જબરા દબાણ વચ્ચે જોરદાર ધોવાણ થતાં બંને બેન્ચમાર્ક નીચી સપાટીએ ખેંચાયા હતા.

બીએસઈ સેન્સેક્સ 900 પોઈન્ટથી વધુ કડાકા સાથે 74,000ની નીચે ઘૂસી ગયો છે. દરમિયાન, નિફ્ટી50 ઇન્ડેક્સ 22,500ની નીચે સરકી ગયો હતો કારણ કે તેમાં 250થી વધુ પોઈન્ટ્સનો ધબડકો બોલાયો હતો.

ટાટા સ્ટીલ અને બજાજ ટ્વિન્સને બાદ કરતાં, સેન્સેક્સ પેકના અન્ય તમામ શેરો વેચવાલીના દબાણ વચ્ચે નેગેટિવ ઝોનમાં ગબડ્યા છે.

નોંધવુ રહ્યુંકે શેરબજારે આજે સત્ર દરમિયાન નવી વિક્રમી ઊંચી સપાટી નોંધાવી છે. સેન્સેકસે ખુલતા સત્રમાં જ ૭૫૦૦૦ પોઇન્ટની સપાટી વટાવી નાખી હતી, જ્યારે નિફ્ટી ૨૨,૮૦૦ની નજીક પહોંચ્યો હતો. જોકે ઊંચે મથાળે વેચવાલી આવતા બંને ઇન્ડેક્સ નીચા સ્તરે લપસ્યા છે.

રોકાણકારોએ ઊંચા સ્તરે નફો બુક કર્યો હોવાથી સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો રેડ ઝોનમાં સરકી ગયા છે. પ્રારંભિક કામકાજ દરમિયાન નિફ્ટી50 ઇન્ડેક્સ તેની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે વૈશ્વિક બજારોના મજબૂત સંકેતો સાથે બજાજ ટ્વિન્સમાં મજબૂત લેવાલી નીકળવાથી દલાલ સ્ટ્રીટ પર સેન્ટિમેન્ટ્સને ટેકો મળ્યો હતો, જ્યારે આ તરફ ઇન્ડેક્સ હેવીવેઇટ RIL, HDFC, એરટેલ જેવા શેર અને બેન્ક શેરોમાં વેચવાલીનું દબાણ આવવાથી બેન્ચમાર્ક નીચા સ્તરે ગબડવા લાગ્યા હતા.

કોર્પોરેટ હલચલમા, આજે મુખ્ય કંપનીઓમાં બ્રિટાનિયા, ટાઇટનના ત્રિમાસિક પરિણામ જાહેર થશે. આરબીઆઇ તરફથી રાહત મળવાના સમાચારે લેવાલી નીકળતા બજાજ ટ્વિન્સમાં સાત ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. માર્કેટ એક્સપર્ટ અનુસાર ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલના વ્યાજદર અંગેના આશ્વાસનભર્યા વલણને કારણે નિફ્ટી તાજેતરની મંદીને પગલે પુનરુત્થાનના સંકેતો દર્શાવે છે. સકારાત્મક સૂચકાંકોમાં FII અને DII બંને તરફથી વધેલી ખરીદીની પ્રવૃત્તિની અસરનો સમાવેશ થાય છે. ઉપરાંત ડબલ્યુટીઆઈ ઓઇલના બેરલ દીઠ $81ની નીચેનો ઘટાડો થયો છે.

બજાજ ફાઇનાન્સના ઇકોમ પરના નિયંત્રણો દૂર કરવાથી માર્કેટ સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે. રોકાણકારો એપ્રિલ માટે યુએસ જોબ રિપોર્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને ઈન્ડિયા ઈન્ક તરફથી ચોથા ક્વાર્ટરના ત્રિમાસિક કોર્પોરેટ કમાણી પર નજર રાખી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રેલવે અકસ્માતમાં મૃત્યુ થાય તો કેટલું વળતર મળે chinese-crested-dog લાગે છે કેટલા ક્યૂટ ઇન્ટરનૅશનલ રમી ચૂક્યા છે પાંચ ભારેખમ ક્રિકેટર નરેન્દ્ર મોદી ફરી એક વાર બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા