ટોપ ન્યૂઝનેશનલ

ઝારખંડને મળેલા નવા ‘સરપ્રાઈઝ સીએમ’ કોણ છે, જાણી લો?

રાંચીઃ ઝારખંડમાં જમીન કૌભાંડમાં સંડોવણી મુદ્દે આખરે હેમંત સોરેને રાજીનામું આપ્યા પછી નવા મુખ્ય પ્રધાનનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે. નવા મુખ્ય પ્રધાન તરીકે ‘સરપ્રાઈઝ સીએમ’નું નામ જાહેર કર્યું છે. તેઓ ન તો હેમંત સોરેનના પરિવારના છે, તેથી ચંપઈ સોરેનનું જાહેર થવાથી રાજકીય નિષ્ણાતો પણ ચોંકી ગયા હતા. 2019માં હેમંત સોરેન ફરી મુખ્ય પ્રધાન બન્યા ત્યારે ચંપઈ સોરેનને પરિવહન ખાતાના પ્રધાન બનાવ્યા હતા. એની સાથે અન્ય ખાતાની પણ ફાળવણી કરી હતી.

રહી વાત ઓળખની તો ચંપઈ સોરેનની તો સરાયકેલા-ખરસાવા જિલ્લાના જિલિંગગોડા ગામના રહેવાસી છે. પિતાનું નામ સિમલ સોરેન છે, જે ખેતીવાડીનો વ્યવસાય કરે છે. ચંપઈના ચાર દીકરા અને ત્રણ દીકરી છે. દસમા સુધી ભણેલા ચંપઈ સોરેનની અલગ રાજ્યની માગણી મુદ્દે મહત્ત્વની ભૂમિકા રહી હોવાનું કહેવાય છે.

બિહારથી અલગ થઈને ઝારખંડના આંદોલનમાં શિબુ સોરેન સાથે ચંપઈ ભાગ લીધો હતો. આ આંદોલનમાં મહત્ત્વની ભૂમિકાને કારણે તેમને ઝારખંડ ટાઈગર તરીકે જાણીતા બન્યા હતા. ત્યારબાદ ચંપઈ સોરેન પોતાની સરાયકેલા સીટ પરની પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે રાજકીય કારકિર્દીનો આરંભ કર્યો હતો. ત્યારબાદ ચંપઈ સોરેને ઝારખંડ મુક્તિ મોરચામાં સામેલ થયા હતા.

સૌથી મહત્ત્વની વાત એ છે કે ભાજપના નેતા અર્જુન મુંડાની બે વર્ષ અને 129 દિવસની સરકારમાં કેબિનેટ પ્રધાન બનાવ્યા હતા, જ્યારે મહત્ત્વનું ખાતું આપ્યું હતું. ચંપઈ 11 સપ્ટેમ્બર 2010થી 18 જાન્યુઆરી 2013 સુધી પ્રધાન હતા. એના પછી રાષ્ટ્રપતિ શાસન લાગુ પડ્યું હતું અને પછી હેમંત સોરેનની આગેવાની હેઠળની ઝારખંડ મુક્તિ મોરચાની સરકારમાં ચંપઈ સોરેનને પરિવહન પ્રધાન બનાવ્યા હતા.

એ જ રીતે 2019માં ફરી એક વખત હેમંત સોરેન મુખ્ય પ્રધાન બન્યા પછી તેમને પરિવહન સહિત અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ અને અન્ય પછાત વર્ગના કલ્યાણ પ્રધાન બનાવ્યા હતા. ઝામુમોના ઉપપ્રમુખ પણ છે અને આજે વિધાનમંડળ પક્ષના નેતા બનાવ્યા છે અને હવે મુખ્ય પ્રધાનનું પદ મળ્યું છે.

મોડી રાતે ચંપઈ સોરેને 43 વિધાનસભ્યના સમર્થન સાથે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો, જ્યારે તેને સ્વીકારી લેવામાં આવ્યો હતો. ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)એ સૌથી મોટો નિર્ણય લઈને વિધાનમંડળ પક્ષના નેતા ચૂંટી કાઢવામાં આવ્યા છે, પરંતુ હેમંત સોરેનના પરિવાર સાથે કોઈ સંબંધ નહીં હોવાનું રાજકીય વર્તુળોએ જણાવ્યું હતું.

હવે વિધાનમંડળ પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા પછી તેમની મુખ્ય પ્રધાન તરીકે જાહેરાત કરી છે. જોકે, નવા સીએમ તરીકે જાહેરાત કરવામાં આવ્યા પછી હવે સવાલ છે કે ક્યારે શપથ લેશે તેના અંગે સસ્પેન્સ છે. વિધાનસભ્યોએ પણ સીએમ તરીકે આજે શપથવિધિ લેવામાં આવે એ બાબતને લઈ મક્કમ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…