વાદ પ્રતિવાદ

અલ્લાહ વિશે વાતો આપસમાંથી જાણી કહાં શરૂ, કહાં ખત્મ માલુમ નહીં

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

માનવતા વગર અલ્લાહને સ્વનું સંપૂર્ણ સમર્પણ શક્ય નથી.

  • ઈસ્લામના અનુયાયીઓએ માનવ સંબંધોનું મહત્ત્વ સ્વીકારી તેને નિભાવવું અનિવાર્ય છે. પરંતુ –
  • મનુષ્યનો અતૂટ અને સર્વોચ્ચ સંબંધ અલ્લાહ જોડે હોવો જોઈએ.
  • પવિત્ર કુરાન કહે છે- ‘જે વ્યક્તિ સ્વને અલ્લાહને સમર્પિત કરે છે અને તેનો વ્યવહાર સદાચારી છે તો તેણે વાસ્તવમાં વિશ્ર્વસનીય સહારો હાથ ધરી લીધો છે.
  • ‘સર્વ બાબતમાં અંતિમ નિર્ણય અલ્લાહના વર્ચસ્વમાં છે…!’
  • મનુષ્ય અને અલ્લાહનો સંબંધ સર્વોપરી શિખરે હોવો ઘટે.
  • તેના સર્વાધિકાર સ્વીકારી તેના આદેશોનું પાલન કરવું ઘટે. તેજ
  • જીવન દેનાર/ લેનાર, * અન્નદાતા, * સર્વ શક્તિમાન,
  • સર્વવ્યાપી અને * સર્વજ્ઞ છે
  • તેનું પ્રતિપાદન કરવું રહ્યું. – મનુષ્યના અલ્લાહ પ્રત્યે આ કર્તવ્યો છે, અને – અલ્લાહના મનુષ્ય પર અધિકારો છે. – તેને ઓળખી તેના વરદાન માટે કૃતજ્ઞતા પ્રગટ કરવી જોઈએ તેમજ
  • સદાચારી અને સદ્ગુણી જીવન જીવવું જોઈએ.
  • અલ્લાહની પ્રશંસા પ્રાપ્ત કરવી માનવ જીવનનો મુખ્ય જીવનમંત્ર હોવો ઘટે.
  • આચાર-વિચાર અને કર્મમાં તેની ખુશી લક્ષ્ય હોવું ઘટે.
    પરંતુ માનવ જીવનમાં અલ્લાહ આટલું મહત્ત્વ ધરાવે છે તેની તાદ્શ પ્રતીતિ યોજાયેલા એક સર્વધર્મ સંમેલનમાં થઈ હતી તેનું સ્મરણ વર્તમાન સમયમાં થઈ આવ્યું.
  • લગભગ ૪૦૦ શ્રોતાઓને કાગળની ત્રણ ચબરખીઓ આપવામાં આવી અને કહેવામાં આવ્યું કે એક ચબરખીમાં તમારા અતિ ગાઢ સંબંધી લખો.
  • પાછા પંદર મિનિટ પ્રવચન થયું.
  • હવે બીજી ચબરખીમાં અલ્પ ગાઢ સંબંધીઓ લખવાનું કહેવામાં આવ્યું.
  • વળી નાનું પ્રવચન થયું.
  • હવે ત્રીજી ચબરખીમાં શૂન્ય ગાઢ સંબંધીઓ લખવાનું કહેવામાં આવ્યું.
  • પછી ઘણાં જ અર્થપૂર્ણ પ્રવચનો થયા.
  • ધર્મનું સામાજિક ધ્યેય સમજાવવામાં આવ્યું. * ધર્મની વ્યક્તિના જીવન પર થતી અસર પર પ્રકાશ પાડવામાં આવ્યો.
  • આ પ્રવૃત્તિઓમાં સમય લાગી ગયો. – પેલી ત્રણ કાગળની ચબરખીઓ ભુલાઈ ગઈ. – અને અચાનક બીજી વખત કાગળની ત્રણ ચબરખીઓ આપવામાં આવી. – કહેવામાં આવ્યું એક ચબરખીમાં તમારા આજના અતિ મહત્ત્વના પાંચ કાર્યો દર્શાવો.
  • થોડા વાર્તાલાપ પછી બીજી ચબરખીમાં અલ્પ મહત્ત્વના આજના કામો દર્શાવવાનું કહેણ આવ્યું. – અંતમાં ત્રીજી ચબરખીમાં આજના શૂન્ય મહત્ત્વના પાંચ કાર્ય લખવાનું સૂચન આવ્યું. – હવે વિશ્રાંતિ જાહેરાત. – સંમેલન પુન: પ્રારંભ થતા પ્રથમ આપેલી ગાઢ સંબંધ વિશેની ત્રણ ચબરખીઓ વિશે વાત હાથ ધરવામાં આવી. – આ અતિ ગાઢ સંબંધીઓ વિશે છૂટી-છવાયી ૩૦/૪૦ વ્યક્તિઓને પૃચ્છા કરવામાં આવી.
  • તેમણે માતા-પિતા, ભાઈ-બહેનો, પત્ની-સંતાનો લખ્યા હતા.
  • બીજી ચબરખીના અલ્પ ગાઢ સંબંધીઓ વિશે ૩૦/૪૦ વ્યક્તિઓને પૂછવામાં આવ્યું.
  • તેમણે કાકા-મામા-માસા, દોહિત્રો ગણાવ્યા.
  • ત્રીજી ચબરખીના શૂન્ય ગાઢ સંબધીઓમાં ૩૦/૪૦ જણે
  • મિત્રો, પાડોશીઓ, દૂરના સગાઓ કહ્યા.
  • હવે બીજી ત્રણ ચબરખીઓના સંદર્ભમાં વાત શરૂ થઈ.
  • આજના અતિ મહત્ત્વના કાર્યોમાં ૩૦/૪૦ જણે હૉસ્પિટલ-ડૉક્ટર-શાળામાં જવું દર્શાવ્યું. – અલ્પ મહત્ત્વના આજના કામોમાં ૩૦/૪૦ વ્યક્તિઓએ ખરીદી-બેંક-સગાને જોવા જવું ગણાવ્યા. – શૂન્ય મહત્ત્વના કામોમાં ૩૦/૪૦ વ્યક્તિઓ કહે દરજી, પોસ્ટ ઓફિસ, વાળ-હજામત કરાવવા. – આમ છ ચબરખીઓનું વાંચન શરૂ થયું.
  • લગભગ ૬૦% શ્રોતાઓને આવરી લેવાયા.
  • આ પ્રયોગ પૂર્ણ થતા પ્રવક્તાઓએ પૂછ્યું કે- સંબંધોના કોઈ પણ વર્ગમાં મૂક્યો હોય તે હાથ ઊંચો કરે!
  • એક પણ હાથ ઉઠ્યો નહીં.
  • પછી કહેવામાં આવ્યું કે –
  • આજના કામોમાં પોતાના સર્જકને યાદ કરવાનો સમય ફાળવ્યો હોય તે હાથ ઊંચા કરે.
  • એક પણ હાથ ઉઠ્યો નહીં.
    વહાલા વાચક બિરાદરો! આ પ્રયોગ પરથી સ્પષ્ટ થાય છે કે આપણા જીવનમાં અલ્લાહનું સ્થાન જ નથી કે નથી તેને યાદ કરવાની ખેવના.
  • અનેક વખતે કહીએ છીએ કે અલ્લાહને માનીએ છીએ એ સારી વાત છે, પરંતુ
  • તેને ઓળખીએ છીએ ખરાં?
  • બેશક: તેને ઓળખતા નથી!
    કારણ કે –
  • તેની સાથે વસતા નથી.
  • માતા-પિતા, ભાઈ-બહેન, દાદા-દાદી વગેરેને ઓળખીએ છીએ કારણ કે તેમની સાથે વસીએ છીએ. – વળી, મુલ્લાઓ અલ્લાહનું વિકૃત અને વિકરાળ શબ્દ-ચિત્ર આલેખે છે.
  • તેનાથી ડરો,
  • તે ભયાનક છે!
  • ભય અને સ્નેહનો સહવાસ સંભવ નથી.
  • અલ્લાહથી ભયભિત શા માટે થવું?
  • દુષ્કર્મોથી ભય લાગવો જોઈએ.
  • આપણે અલ્લાહ વિશે જે કંઈ જાણીએ છીએ તે ધંધાદારી મુલ્લાઓ થકી.
    એક અજાણ્યા શાયરનો શે’ર છે:
    સુની હૈ કાયતે હસ્તી
    તો દરમિયાન સે સુની,
    ન ઇબ્તીદાકી ખબર હૈ,
    ન વો ઇન્તીહા માલુમ.
  • અલ્લાહ વિશે વાતો આપસમાંથી જાણી. કહાં શુરૂ, કહાં ખત્મ માલુમ નહીં.
  • આબિદ લાખાણી

સાપ્તાહિક સંદેશ:
યા ખુદાયા! અમે તારી બારગાહ, તારા ન્યાયના દરબારમાં તારા સમક્ષ સજદામાં માથું ટેકવી, નમન કરી વહેતા અશ્રુઓ સાથે ગુઝારીશ (વિનંતી, અરજ વ્યક્ત) કરીએ છીએ કે અગર અમારી આંખોમાંથી આંસુઓ વહે, તો તારા ખૌફથી વહેજે અમને દોઝખથી બચાવે, અમારા પાપોના પ્રાયશ્ર્ચિતરૂપે વહે. શક્ય છે કે આ અવિરત વહેતી અશ્રુઓની ધારા અમને-જહન્નમની આગને અમારા માટે ઠંડી કરી દે…!
આમીન (તથાસ્તુ) (ઈશ્ર્વર જીવમાત્રનું ભલું કરે).

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…