મનોરંજન

ગોલ્ડન-બ્લેક આઉટફિટમાં અનન્યા પાંડેના ગ્લેમર અંદાજે મોહી લીધા

મુંબઈ: અનન્યા પાંડે યંગ અભિનેત્રીઓમાંની એ અભિનેત્રી છે જે એક કે બીજા કારણસર હંમેશાં લાઈમલાઈટમાં રહેતી હોય છે અને કોઇને કોઇ મુદ્દે તેની ચર્ચા હંમેશાં થતી હોય છે. હાલ અનન્યા પાંડે ચર્ચામાં છે તેના બ્રેક-અપને લઇને.
આદિત્ય રોય કપૂર સાથે અનન્યા પાંડેના સંબંધો તૂટી ગયા હોવાની ચર્ચા ચાલી રહી છે અને આ ચર્ચા વચ્ચે અનન્યાની તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ ફરી રહી છે. અનન્યાની વાયરલ થયેલી તસવીરોમાં અનન્યાએ ગોલ્ડન-બ્લેક આઉટફિટ પહેરેલું છે અને તેમાં તે ખૂબ જ આકર્ષક દેખાઇ રહી છે.

અનન્યાએ શેર કરેલી તસવીરોમાં તે ગોલ્ડન-બ્લેક આઉટફિટમાં અલગ અલગ અદાઓમાં પોઝ આપી રહી છે. આ ડ્રેસ ઉપરાંત, લુક લાઇટ મેક-અપ અને ખુલ્લા વાળોમાં અનન્યા ખૂબ જ મોહક લાગતી હતી, જેના કારણે થોડા જ સમયમાં તેની આ તસવીરો વાયરલ થવા માંડી અને તેના ચાહકોએ આ તસવીરો પર ખૂબ પ્રેમ વરસાવ્યો.

કોમેન્ટ્સમાં ચાહકોએ અનન્યા ખૂબ જ ખૂબસૂરત દેખાઇ રહી હોવાનું કહી ખૂબ વખાણ કર્યા હતા. જોકે, અમુક ફેન્સ દ્વારા અનન્યાના બ્રેક-અપની વાત પણ કાઢી હતી. જોકે, તેમાં કોેઇ નકારાત્મક વાત નહોતી કહેવામાં આવી, પરંતુ અનન્યાના લુક્સની પ્રશંસા કરતા કહેવામાં આવ્યું હતું કે ‘બ્રેક-અપ પછીનો ગ્લો કંઇક અલગ જ હોય છે.’ તો એક યુઝરે લખ્યું હતું કે ‘અનન્યા તું બ્રેક-અપ પછી વધુ સુંદર દેખાવા લાગી હોય એવું લાગી રહ્યું છે.’

અનન્યા હાલમાં જ ‘ખો ગયે ગમ કહાં’ ફિલ્મમાં જોવા મળી હતી, જે ઓટીટી પર રિલીઝ થઇ હતી. આ ઉપરાંત આયુષ્માન ખુરાનાની ‘ડ્રીમ ગર્લ-2’માં પણ અનન્યા પાંડેએ પોતાનો જલવો પાથર્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાલમાં બજારમાં મળતું આ ફળ ખાવાથી મળે છે અગણિત હેલ્થ બેનેફિટ્સ… અંબાણીના પુત્રના પ્રી વેડિંગ ફંક્શનમાં રાધિકાએ પહેર્યો અનંતનો લવ લેટરની છપાઈ વાળો ગાઉન બુક પરથી બનાવવામાં આવેલી 9 Superhit Filmમાંથી તમે કેટલી જોઈ છે? આ અભિનેત્રીઓએ પણ લગ્ન માટે સ્વીકાર્યો છે મુસ્લિમ ધર્મ