વાદ પ્રતિવાદ

મૃત્યુ પછીની દુનિયા: ઈસ્લામની હિદાયતમાં

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

ઈસ્લામની પાયાની કેટલીક દૃઢ માન્યતાઓ પૈકીની એક બુનિયાદી માન્યતા ‘આલમે બરઝખ’ના અસ્તિત્વ સંબંધી છે, જેનો સરળ ગુજરાતી ભાષામાં અર્થ – ‘મૃત્યુ પછી માનવીની રૂહ (આત્મા) એક પદાર્થહીન જગત તરફ પ્રયાણ કરી જાય છે…’
અરબી ભાષામાં કોઈ પણ બે વસ્તુઓની વચ્ચે અંતર આણતી સીમાને ‘બરઝખ’ કહેવામાં આવે છે. આલોકના નાશવંત જીવન અને પરલોક (આખેરત)ની અનંત જિંદગી વચ્ચે મોત પછીનો મજકૂર ગાળો સરહદરેખા બની જાય છે. તેથી એને બરઝખ કહેવામાં આવે છે. એ દુનિયામાં હયાતીનું સ્વરૂપ એવું હોય છે કે, રૂહ પોતાના ભૌતિક (શારીરિક) બંધનોમાંથી મુક્ત થઈ જાય છે. બરઝખની જિંદગીમાં ન તો ઝમાન અને મકાન કિંવા સમય તથા સ્થળ (ઝશળય ફક્ષમ જાફભય)નાં બંધનો હોય છે, કે ન ઈન્સાની રૂહ અર્થાત્ માનવ આત્મા નિજી વાસનાઓની સીમામાં જકડાયેલ રહે છે. ત્યાં પોતાની શક્તિ મુજબ માનવીની નજર વિસ્તૃત બની જાય છે. આને એ રીતે સમજી લો કે, જે રીતે માણસ ખ્વાબ (સપના)માં પોતાને ઝમાન અને મકાનથી આઝાદ જુએ છે અને જ્યારે જે જગ્યાએ ઈચ્છે ત્યાં સફર કરી શકે છે તેવી જ હાલત આલમે બરઝ (મૃત્યુ પછીના જીવન)માં રૂહની હોય છે.

પવિત્ર કુરાનમાં ફરમાવવામાં આવેલ છે કે – ‘અને એના મૃત્યુ બાદ આલમે – બરઝખ છે, જ્યાં ફરી કબરોમાંથી ઊભા કરવાના સમય સુધી રહેવું પડશે.’

એજ રીતે કુરાને કરીમમાં શહીદોની પરિસ્થિતિનું ચિત્ર પણ દોરવામાં આવેલ છે- ‘અને જે લોકોને રબની રાહમાં શહીદ કરવામાં આવ્યા છે, તેઓને કદી મુરદા નહીં સમજવા જોઈએ. બલ્કે એ લોકો જીવતા (જાગતા મૌજૂદ) છે અને પોતાના પરવરદિગારને ત્યાંથી (જાતજાતની) રોજી મેળવે છે.’

એ જ પ્રમાણે કયામત અગાઉના જહન્નમીઓના સંકટ તરફ કુરાન મજીદ સંકેત કરતા કહે છે કે – ‘અને આ લોકોમાંના અમુક તો એવા છે કે જેઓ સાફ કહે છે કે મને તો પાછળજ રહેવા દો અને બલામાં ના સંડોવો. (હે રસુલ!) જાણી લો કે, આ લોકો પોતે જ બલામાં (ઊંધે મોઢે) ગબડી પડ્યા છે અને જહન્નમ તો ચોક્કસ કાફિર ઈન્કારીઓને ઘેરી રાખેલ જ છે.’

નેક (ભલા) લોકોની રૂહો, મોત પછી, ખુશી અને આનંદમાં ડુબેલી રહે છે. જેમ કે દુનિયામાંના સીમિત કફસ (કેદ)માંથી તેઓ આઝાદ થઈ ગયેલ હોય છે. આલોકના જીવનમાં એ આત્માઓ માદ્હ (પદાર્થ કે ખફિિંંજ્ઞિ)ના એક અત્યંત કમજોર તત્ત્વની સાથે સંબંધિત રહેલ હતા, પરંતુ બરઝખમાં સાલેહીન (સદ્કર્મીઓ)ની રૂહોને સૈર કરવા માટે ન તો કોઈ સીમા હોય છે કે ન તેમને ઝમાન (સમય) કે મકાન (સ્થળ)ની જરૂર રહે છે અને એ રૂહોને માટે પોતપોતાના મર્તબા મુજબ નિશ્ર્ચિત દરજ્જાઓ હોય છે.

ખુદાવંદે કરીમના નિખાલસ બંદાઓની રૂહોને રોશન કરતી કુરાન મજીદની આયતો તથા ‘આલમે બરઝખ’ અંગેનાં કથનોને હજુ વિસ્તૃત પણે (ઈન્શાઅલ્લાહ) ફરી ક્યારેક જાણીશું અને જીવન-મૃત્યુના લેખાં-જોખાંને અલ્લાહના હુકમોમાં બોધ હાંસલ કરીશું.

  • અમર અલ્લાહવાલા

દુઆ કરે બેડો પાર
હઝસ ઈમામ જાફર સાદિક રદ્યિલ્લાહો અન્હો ફરમાવે છે કે – ‘શું તમે જાણો છો કે લાંબી મુસીબતોને કઈ ચીજ ટૂંકી કરી નાખે છે?’
અરજ કરવામાં આવી કે – ‘નહીં.’

આપ હઝરતે ફરમાવ્યું કે – ‘જ્યારે તમારામાંથી કોઈને મુસીબતના સમયે દુઆ કરવાનું ઇલ્હામ (જ્ઞાન) થાય ત્યારે તમે સમજી લો કે મુસીબત ટૂંકી થઈ ગઈ.’

‘રબની રહેમત અને સજાના ઘણા પ્રકાર છે. જ્યારે તમારા પર બલા (આફત) આવે ત્યારે દુઆથી તેને પલટાવી દો. ખરેખર બલાને ફક્ત દુઆજ પલટાવે છે.’- હઝરત અલી કર્રમલ્લાહુ વજહુ.
રસૂલે કરીમ હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલૈયહિ વસલ્લમ ફરમાવે છે, કે – ‘બલાના દરવાજાને દુઆથી બંધ કરો.’ આપ હુઝૂર (સ.અ.વ.) ફરમાવો છો કે- ‘વારંવાર આવતી બલાને અસ્તગફીરૂલ્લાહ રબ્બીવાતુ બોયલેહિ (યા અલ્લાહ, હું મારા ગુનાહોની ક્ષમા યાચું છું) પઢીને પલટાવો.’

આપ રસૂલે ખુદા ફરમાવો છો કે- ‘ખુશહાલીમાં અલ્લાહને યાદ કરો, જેથી સખતીમાં અલ્લાહ તમને યાદ રાખે.’


આજનો સંદેશ

  • કોઈની પાછળ ભલું બોલશો તો તમારા માટે પણ ભલું બોલાશે.
    નમ્રતા દાખવશો તો અપમાનથી બચાશે અને માન વધશે.

હઝરત ઈમામ હુસૈન અલૈયહિ સલ્લામ ફરમાવે છે કે – ‘મોમીન (સાચો મુસલમાન)ની ઓળખ એ છે કે – ઉમ્મત (અનુયાયી, પ્રજા)ના દિલને પોતાના સારા વ્યવહારથી ખુશ કરવું એ નમાઝ પછીનો શ્રેષ્ઠ અમલ (કર્મ) છે.’

  • તમારા રક્ષક અલ્લાહ અને તેના રસૂલ (હઝરત મુહમ્મદ-સલ)ના સિવાય કોઈ નથી અને તે લોકો પણ કે જેઓ ઈમાન (શ્રદ્ધા, આસ્થા) લાવ્યા છે તેઓ નમાઝ કાયમ કરે છે તથા રૂકુઅ (ઝૂકવું, નમન કરવું)ની સ્થિતિમાં ઝકાત આપે છે.-
  • હદીસ
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…