વાદ પ્રતિવાદ

અભિમાન અને નમ્રતા: એકને મારે, એકને તારે

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

અરબી ભાષાના બે શબ્દો છે ૧-‘તહકીર’ અને ‘ઉજબ’. બંને શબ્દોના ગુજરાતી ભાષામાં અનુક્રમે અર્થ થાય છે: ‘તુચ્છતા’ અને ‘અભિમાન’ બંને શબ્દોમાં વીરોધાભાસી ગુણો વ્યકત થાય છે:
‘ઉજબ’ (અભિમાન) નો ગુણ નિંદાપાત્ર છે, જ્યારે તહકીર ( પોતાને તુચ્છ; નગણ્ય લેખવા) નો ગુણ પ્રશંસાપાત્ર છે.

  • ‘ઉજબ ઈન્સાનને પતનની ઊંડી ખાઈમાં ધકેલી દે છે, ત્યારે
  • જે માણસ પોતાને અદ્ના- હકીર- તુચ્છ- નગણ્ય લેખે છે તેને અલ્લાહ
    અઝીઝ (માનવંત) બનાવે છે.
  • વરસાદનું જે બિંદુ પોતાને સમુદ્રના મુકાબલા અર્થાત્ સરખામણીમાં તુચ્છ ગણે છે, તે છિપના હૃદયમાં સ્થાન પામી અતિ મૂલ્યાવાન મોતીનું રૂપ ધારણ કરે છે.
  • પયંગર હઝરત મુહમ્મદ સાહેબ કહે છે કે –
  • પ્રત્યેક ઈન્સાન પર બે ફરિશ્તા ( ઈશ્ર્વર, અલ્લાહ દૂત- પ્રતિનિધિ )ઓ મૂકવામાં આવ્યા છે
  • ઈન્સાન જ્યારે અહંકાર કરે છે ત્યારે તેઓ દોઆ (પ્રાર્થના) કરે છે કે,
  • હે ખુદા ! એને તું નીચું દેખાડ, અને ઈન્સાન જ્યારે ખાકસારી (નમ્રતા ધારણ) કરે છે ત્યારે આ ફરિશ્તા અલ્લાહને અરજ ગુજારે છે કે, ‘ યા ખુદાતઆલા એને સરદારી અતા કર; એને ઉચ્ચ સ્થાન પર બિરાજમાન કર’
    રિવાયત (કથન) છે કે ખુદાતઆલાએ વહી (આકાશવાણી) દ્વારા પયંગબર હઝરત મુસા અલૈયહિ સલ્લામને સવાલ કર્યો કે-
  • ‘હે મુસા! મારી સાથે વાત કરવા માટે તમામ મખલુક (સૃષ્ટિ)માંથી તને અમે શા માટે પસંદ કર્યો, એ તું બતાવી
    શકે છે?
  • પયંગબર હઝરત મુસા સાહેબ અરજ ગુજારી કે –
  • ‘હે મારા ખાલિક (રોજ આપનારા જગતકર્તા, પેદા કરનાર ઈશ્ર્વર-માલિક!) તું જ ફરમાવ કે હું તારી આ મહેરબાનીને લાયક કઈ રીતે ઠર્યો?
  • જવાબ મળ્યો કે-
  • ‘તારી: આજીજી ( પ્રાર્થના, યાચના, દીનતાના ભાવથી આગ્રહભરી વિનંતી) અને નમ્રતાના કારણે.
  • ‘મારા બધા બંદાઓના જાહેર- બાતિન અર્થાત્ ભિતર મેં તપાસ્યાં, પણ મને તારા જેવો આજીજી કરનાર એમાંથી કોઈ જણાયો નહિ.’
  • ‘તારી નમાઝમાં મને ખાકરતારી (નમ્રતા) ધારણ કર્યાની સુવાસ આવે છે…!’
    વહાલા વાચક બિરદારો! અત્યંત દુર્લભ આધારભુત પુસ્તકોમાંથી જાણવા મળે છે કે, તુફાને નુહના વખતે અલ્લાહતઆલાએ પહાડો પર ‘વહી’ ( આકાશવાણી) ઉતારી કે-
  • ‘અમે નુહની કશ્તિ (વહાણ) એક પહાડ પર ઊભી રાખીશું.’
  • બધા પહાડોએ માની લીધું કે આ મોટા માનના એમ જ હકદાર થશું. આથી તેઓએ પોતાના શિખરો ઊંચા કરી દીધા. ‘જુદી’ નામક એક નાનો સરખો પહાડ હતો.
  • એને લાગ્યું કે આ માન મારા જેવી એક શુદ્ર હસ્તિને ક્યાંથી મળવાનું હતું!
  • આથી એણે પોતાના શિખરને પાણીની સપાટીમાં ઢંકાયેલ જ રહેવા દીધું.
  • ખુદાને તેની આ નમ્રતા પસંદ આવી ગઈ.
  • પયગંબર હઝરત નુહ અલૈયહિ સલ્લામની કશ્તિ એ પહાડ પર જ આવીને સ્થિર થઈ. બોધ:
  • માણસ જો નમ્રતા ધારણ કરે છે
  • પોતાને અદના સમજે છે- લેખે છે અને
  • તેની ખૂબીને સમજતો થઈ જાય તો તેને
  • માનવ સમાજમાં ઘણું જ ઉચ્ચ સ્થાન મળે છે અને સૌથી મોટી હકીકત એ કે તેવી વ્યક્તિને
  • અલ્લાહની એવી મહેરબાની- કૃપાઓ હાંસલ થાય છે કે અહંકાર આજીવન તેને સ્પર્શી શકતો નથી હોતો.

હઝરત ઈમામ રઝા સાહેબની એક હદીસ (કથન) છે કે-

  • ‘… દુનિયા માટે એવો પરિશ્રમ કરો કે, જાણે કયામત (પ્રલય) સુધી હયાત (જીવતા) રહેવાના છો અને
  • ‘આખેરત (પરલોક) માટે એવો સંઘર્ષ કરો કે જાણે કાલે જ મરવાના છો !- મૃત્યુ પામવાના છો!’
  • આ હદીસમાં દુનિયા અને આખેરતને મેળવી, બંનેને એકબીજા સાથે જોડી, ઈસ્લામી તાલીમ (શિક્ષણ)- ઈસ્લામી ઉસૂલ સિદ્ધાંત પર અચ્છો પ્રકાશ નાખવામાં આવ્યો છે.
  • એમાં સમજાવવામાં આવ્યું છે કે-
  • એક મામિન (સાચા મુસલમાને) પોતાની દુન્વયી જવાબદારીઓને હંમેશાં મદ્ેનઝર (ધ્યાનમાં) રાખવી જોઈએ,
  • પોતાના કામનો પાયો મજબૂત રીતે રાખવો જોઈએ અને
  • એની પાછળ એવી રીતે લાગી જવું જોઈએ કે જાણે તેને
  • કયામત સુધી અહીં રહેવાનું છે,
  • પણ તેની સાથે તેણે પોતાની આખેરત (મૃત્યુલોક)ના જીવનને પણ ભૂલવું-વિસરવું જોઈએ નહીં અને
  • આખેરત માટે એવો સંઘર્ષ કરવો જોઈએ કે,
  • જાણે તેને આવતી કાલે જ આ દુનિયાથી વિદાય થવાનું છે.

બોધ :

  • અલ્લાહ તરફથી મુકવામાં આવેલી ફરજો તેમ જ લોકોના હક્કો- અધિકારો અદા કરીને એવી રીતે નામે મુસલમાનોએ
  • સાફ- સ્વચ્છ થઈ જવું જોઈએ કે તેના
  • દામન પર કોઈ પણ જાતના ગુનાહનો ડાઘ ન હોય.

ધર્મસંદેશ :
ઈસ્લામ તેની ઉમ્મત ( અનુયાયી, પ્રજાજનો) ને દુન્યવી અને આખેરત એમ બંનેની જવાબદારીઓ નજરમાં રાખી, અલોક અને પરલોકના જીવનમાં સમતુલા જાળવીને જીવવાનો સંદેશ આપે છે. હજુ મોડું થયું નથી. સમજદારોએ સંકેતને સમજી લેવાનો સમયે દસ્તક દઈ દીધો છે.

  • જાફરઅલી ઈ.વિરાણી

આજનો સંદેશ :
હઝરત ઈમામ જાફરે સાદ્કિ રદ્યિતઆલા અન્હો પાસે એક શખસ આવ્યો. આપે તેને પૂછ્યું કે કેમ છો? તે શખસે જવાબ આપ્યો કે, યા હઝરત! હું ઘણો પરેશાન છું, જિંદગી જાણે તકલીફો, મુસીબતોથી જ ભરેલી હોય!
આપે કહ્યું કે, જો મોમિનને ખબર પડી જાય કે દુન્વયી પરેશાનીના બદલામાં કયામત (મૃત્યુલોકના અમર જીવન)માં કેટલો મોટો સવાબ (પૂણ્ય; ભલાઈ) મળવાની છે, તો તે અલ્લાહની બાગરગાહમાં તમન્ના; ઈચ્છા વ્યકત કરતો થઈ જાય કે કાશ! તેની આખી ઝિન્દગી પરેશાની- તકલીફોમાં જ વિતે.

  • મુસીબતો, આફતો, તકલીફો સારી છે, પરંતુ એવું થવું જોઈએ નહીં કે આ પરેશાનીઓ પોતે હાથે કરીને ઊભી કરી હોય!
  • દખલા કરીકે તે ગુનાહ કરતો હોય અને મુસીબતો, પરેશાનીઓ ઉપાડવી પડતી હોય તો તે નિંદનીય અને ગુનાહપાત્ર છે. તે બદબખ્તી (દુર્ભાગ્ય ) છે , તે દુનિયામાં સજા છે અને તે પછી આખેરત (પરલોક)માં પણ સજા ભોગવવી જ પડશે અને
  • જો આવી ભૂલોથી તે ગુનેહગાર થઈ પરેશાન થતો હોય તે તે જુદી વાત છે, પરંતુ જે વાત ઇન્સાનના હાથની વાત નથી તો તેવી તકલીફ- મુસીબતોમાં સબ્ર (ધીરજ) ધારણ કરવી અને અલ્લાહની તે પાછળની મસ્લેહત ( ભેદ, બોધ)ને સમજી, સવાબા (પૂણ્ય, ભલાઈ) હોવાનું સમજવું જોઈએ.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme Astrology marriage dates warning “Discover the Magic of Morning Chews”