વાદ પ્રતિવાદ

રાહે ખુદામાં ખર્ચની ગણતરી કરવી: ક્યાંક અલ્લાહ પણ તમારા માટે ગણતરી કરવા ન લાગે

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

ઇસ્લામ તેની ઉમ્મત અર્થાત્ અનુયાયી અને પ્રજાને માત્ર ધર્મજ્ઞાન જ આપતું નથી, પરંતુ દુન્યવી જીવન માટે પણ માર્ગદર્શન આપે છે.
સૃષ્ટિનો મહાન સર્જનહાર રબતઆલા તેની કિતાબ કુરાને કરીમમાં તેના નબી હઝરત મુહમ્મદ સાહેબને સંબોધીને ફરમાવે છે કે-

  • ‘હે નબી! મોમીન પુરુષોને કહો કે નજરોને બચાવીને રાખે.’
  • ‘પોતાના ગુપ્ત અવયવોની રક્ષા કરે.’
  • ‘આ તેમના માટે વધારે સારી પદ્ધતિ છે…!’
  • ‘ઓ માનવજાત!’
  • ‘તમારા રક્ષણહાર-પરવરદિગારની ઇબાદત કરો, જેણે તમને તેમ જ તમારા પહેલાંના લોકોને પેદા કર્યા છે, કે જેથી તમે પરહેઝગાર (સંયમી) બનો.
  • જે કાંઇ તેઓ કરે છે (જાહેરમાં કે અંધકારમાં) અલ્લાહ તેનાથી જાણકાર છે. * પારકી સ્ત્રીને નજર ભરીને જોવા માટે ઇસ્લામે મનાઇ કરી છે. અચાનક એક વખત નજર પડી જાય તે સમજી શકાય તેમ હોઇ, પહેલી નજરમાં ખેંચાણ થયું અને ફરીથી તે ખેંચાણને લીધે બીજીવાર તે તરફ નજર કરી તો તે ગુનો છે. પયગંબર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમે આવી દૃષ્ટિને આંખના વ્યભિચાર સાથે સરખાવી છે. આપ સરકારે ફરમાવ્યું છે કે * માણસ પોતાની જ્ઞાનેન્દ્રીઓ વડે વ્યભિચાર કરે છે. આવી રીતે જોવું એ આંખનો વ્યભિચાર છે.
  • પ્રેમ-મહોબ્બતની વાતો જીભનો વ્યભિચાર છે.
  • અવાજને સાંભળીને રસપાન કરવું તે કાનનો વ્યભિચાર છે. * હાથ વડે સ્પર્શ કરવો તે હાથનો વ્યભિચાર છે. * પગ વડે ચાલીને જવું તે પગનો વ્યભિચાર છે. આ તો વ્યભિચાર કરવા જે શખસ નીકળ્યો છે. તેના પહેલાં પગથિયાં છે. એ પગથિયાં પર ચઢી ગયા બાદ તે શખસ વ્યભિચાર કરી બેસે છે અથવા તેમાં નિષ્ફળ જાય છે. નબીએ કરીમ સલ્લલ્લાહો અલયહે વસલ્લમે હઝરત અલી અલૈયહિ સલ્લામને ફરમાવ્યું કે * એક નજર પછી બીજી નજર ન નાખશો. પહેલી નજર તો માફ છે, પરંતુ બીજી માફ નથી.* હઝરત જરીર બીન અબ્દુલ્લાહ રદ્યિલ્લાહો અન્હો કહે છે કે, મેં હુઝુર સલ. ને પૂછયું કે અચાનક નજર પડી જાય તો શું કરું? ત્યારે હુઝુરે ફરમાવ્યું કે ‘દૃષ્ટિ તરત જ ફેરવી લો અથવા નીચી કરી લો.’ આપે ફરમાવ્યું કે ‘અલ્લાહતઆલાનો ઇર્શાદ છે કે, નજર સેતાનના ઝેરીલા તીરોમાંથી એક તીર છે. જે માણસ મારો ડર રાખીને તેને છોડી દેશે. હું તેના બદલામાં તેને ઇમાન આપીશ જેનો મધુર સ્વાદ તે પોતાના દિલમાં પામશે.’ આપે ફરમાવ્યું કે * ‘જે મુસલમાનની નજર કોઇ સ્ત્રીના રૂપ પર પડે અને જો તે શખસ પોતાની નજર હઠાવી લે, તો અલ્લાહ તેની ઇબાદતમાં લિજજત પેદા કરે છે.’

પ્રિય વાંચકો! મજકુર હદીસોનો અર્થ એવો નથી કે પયગંબરે ઇસ્લામના જમાનામાં સ્ત્રીઓ બેપરદા ફરતી હતી. ‘સુરા અહઝાબ’માં પરદાનો હુકમ ઊતર્યા પછી, તે હુકમનો અમલ શરૂ થઇ ગયો જ હતો, પરંતુ બે પ્રસંગ એવા આવે છે, જયારે સ્ત્રીને જોવાની જરૂર હોય છે. ૧. નિકાહ કરનાર પુરૂષે ભવિષ્યની પત્નીને જોઇ લેવી જોઇએ તેવો હુકમ ખુદ આપણા આકા વ મૌલાએ આપ્યો છે અને ૨-અદાલતમાં સાક્ષી આપતી વખતે કાઝી સાહેબ તે સાક્ષી સ્ત્રીને જોઇ શકે છે અથવા કોઇ તબીબ બીમાર સ્ત્રીને જુએ. લેખના પ્રારંભમાં કહ્યું તેમ આ બધા હુકમો સ્વચ્છ અને પવિત્ર સમાજના ઘડતર માટે છે. અલ્લાહનો ડર રાખીને જો તેની પર અમલ થવા માંડે તો સ્વચ્છ સમાજનું સર્જન થઇ શકે છે.

બોધ:

  • કયામતના આ યુગમાં સ્વપ્નેય પણ જોયું-વિચાર્યું-અનુભવ્યું નહીં હતું તેવા નિર્લજ-બિભત્સ દૃશ્યો જોવા-જાણવા મળી રહ્યાં છે.
  • અલ્લાહની કુદરત માનવજાત પરથી સંપૂર્ણ વિશ્ર્વાસ ગુમાવી દે તે પૂર્વે ચેતી જવાના-સાવધ બની જવાનો વકતનો-સમયનો તકાજો ઘરઆંગણે આવીને ઊભો રહી ગયો છે.

ધર્મસંદેશ:
હઝરત મુહમ્મદ (સલ.)ની હદીસ (વાક્ય-કથન) છે કે-

  • કોઇ એવો દિવસ, ઘડી-પળ એવી નથી કે જેમાં અલ્લાહ તરફથી બંદા માટે બે ફરિશ્તા (પ્રતિનિધિ) મોકલવામાં આવતા ન હોય. જેઓ અલ્લાહ પાસે આ યાચના ગુજારતા હોય:
  • ૧-યા અલ્લાહ ! તારા માર્ગ પર (રાહે ખુદામાં) ખર્ચ કરનારાને તેનો સારો ઉત્તમ બદલો આપ.
    *૨ – જ્યારે બીજો ફરિશતો કહે છે કે – કંજૂસના માલમાં બરબાદી આપ.
  • આપ હુઝુરે અનવર (સલ.) ફરમાવો છો કે-
  • ખર્ચ કરતા રહો અને ગણતરી ના કરો.
  • ક્યાંય અલ્લાહ પણ તમારા માટે ગણતરી કરવા ન લાગે?
  • હે આદમની ઔલાદ !
  • ખર્ચ કર.
  • હું પણ તારા પર ખર્ચ કરીશ.
  • જાફરઅલી ઇ. વિરાણી

સાપ્તાહિક સંદેશ:
એક માણસ પોતાના ઘર આગળ ઊભો હતો. ઘરની અંદરથી ધુમાડા નીકળી રહ્યા હતા. એ ધુમાડા એમ સૂચવતા હતા કે ઘરમાં આગ લાગી હોવી જોઇએ.
રસ્તેથી પસાર થતાં એક રાહદારીએ આ જોઇને પેલા શખસને કહ્યું, ભાઇ! તમારા ઘરમાં આગ લાગી જણાય છે.

એક માણસે કહ્યું, ખબર છે મને એની. -તો પછી આગને ઠારવા માટે કેમ કાંઇ પ્રયાસ કરતા નથી? રાહદારીએ પૂછ્યું.

  • એ શખસે કહ્યું કે, એ જ કામ કરી રહ્યો છં, જ્યારથી મને ખબર પડી છે કે ઘરમાં આગ લાગી છે ત્યારથી હું અહીં ઊભો વરસાદ માટે દુઆ માગી રહ્યો છું.
    -વરસાદ માટે દુઆ માગનારો એ માણસ કોણ હતો એ જાણો છો?

-એ માણસ એટલે તમે, હું અને આપણે.
-આપણી બરબાદીનો કોઇ અંત જણાઇ રહ્યો નથી, તેનું કારણ આજ છે. આપણે હાથ પગ હલાવતા નથી.

-હાથ પગ હલાવ્યા વગર માત્ર દુઆ (પ્રાર્થના)ના જોરથી વરસાદ જ વરસાવી આગને ઠારવી છે. જાત મહેનત આપણા આચરણમાં અરે, આપણા સ્વભાવ સુધ્ધાંમાં રહી નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door Catches Win Matches: Top Indian Cricket Fielders Through the Decades IPL: Sixes Galore! Delhi vs Mumbai Turns into a Hitting Extravaganza