IPL 2024સ્પોર્ટસ

DC vs RR IPL 2024: Sanju Samson ની વિકેટ અંગે વિવાદ, પાર્થ જિંદાલ પર પણ ઉઠ્યા સવાલ

દિલ્હી: ગઈ કાલે બુધવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ(DC) અને રાજસ્થાન રોયલ્સ (RR)વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024) ની રોમાંચક મેચ રમાઈ હતી. દિલ્હી કેપિટલ્સ આ મેચ 20 રને જીતી ગયું, પરંતુ એક સમયે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન(Sanju Samson)એ બેટિંગથી દર્શકોના દિલ જીતી લીધા. સંજુ સેમસનને આઉટ આપવા અંગે ઘટના સવાલો ઉભા થયા છે, આ દરમિયાન દિલ્હી ટીમના પાર્થ જિંદાલ પર પણ સવાલો ઉઠ્યા હતા.

સંજુએ 46 બોલમાં 86 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે ઇનિંગમાં 8 ચોગ્ગા અને 6 સિક્સર ફટકારી હતી, દરમિયાન સ્ટ્રાઇક રેટ 186.95 રહ્યો હતો. સંજુ બેટિંગ કરી રહ્યો હતો ત્યારે એવું લાગી રહ્યું હતું કે રાજસ્થાન 222 રન ચેઝ કરી લેશે, પરંતુ તે 16મી ઓવરમાં મુકેશ કુમારના ચોથા બોલ પર સંજુ બાઉન્ડ્રી લાઇન પર શાઈ હોપના હાથે કેચ આઉટ થયો હતો. ત્યાર બાદ રાજસ્થાન મેચ 20 રનથી હારી ગઈ.

સેમસન જે રીતે આઉટ થયો હતો તેના પર જ પ્રશ્નો ઉભા થયા છે. એવું લાગતું હતું કે કેચ પકડતી વખતે શાઈ હોપનું શુ બાઉન્ડ્રી લાઈનને સ્પર્શ કરી ગયું. પરંતુ થર્ડ અમ્પાયરે સેમસનને આઉટ આપ્યો હતો, પરંતુ આઉટ હોવા છતાં તે અધવચ્ચે જ પાછો ફર્યો હતો. આ પછી તેણે મેદાન પરના અમ્પાયર સાથે વાત કરી, જે દરમિયાન વાતાવરણ ખૂબ જ તંગ બની ગયું.

જ્યારે સંજુ આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 162/4 હતો. જો તે આઉટ ના થયો હોય હોત તો મેચનું પરિણામ અલગ થઇ શક્યું હોત. રાજસ્થાન રોયલ્સ સત્તાવાર રીતે IPL 2024ના પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ IPL ટીમ બની ગઈ હોત.

સંજુ સેમસન આઉટ થયા બાદ દિલ્હી કેપિટલ્સના કો-ઓનર પાર્થ જિંદાલની પ્રતિક્રિયા પણ ખૂબ ચર્ચામાં છે. સેમસને મેદાન પરના અમ્પાયરને નિર્ણય અંગે વાંધો ઉઠાવતા જ જિંદાલે તેના પર “આઉટ ઇઝ આઉટ, આઉટ ઇઝ આઉટ” બૂમો પાડવાનું શરૂ કર્યું. જિંદાલની પ્રતિક્રિયાની સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ભારે ટીકા કરવામાં આવી હતી.

મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા DCએ 8 વિકેટે 221 રન બનાવ્યા હતા. જેક ફ્રેઝર-મેકગર્કે 19 બોલમાં ફિફ્ટી ફટકારી હતી, તે 20 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ અભિષેક પોરેલે 36 બોલમાં 65 રનની ઈનિંગ રમી હતી. બીજી તરફ રાજસ્થાન ટીમ તરફથી સ્પિન સ્ટાર રવિચંદ્રન અશ્વિને સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ અને સંદીપ શર્માને 1-1 સફળતા મળી હતી.

સામે રાજસ્થાન તરફથી સંજુએ 46 બોલમાં 86 રનની શાન ઇનિંગ રમી હતી, પરંતુ તે ટીમને જીત સુધી પહોંચાડી શક્યો નહોતો. તેણે પોતાની ઇનિંગમાં 6 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા હતા. સંજુ સિવાય રેયાન પરાગે 27 રન અને શુભમ દુબેએ 25 રન બનાવ્યા હતા, જ્યારે દિલ્હી કેપિટલ્સ તરફથી ફાસ્ટ બોલર ખલીલ અહેમદ, મુકેશ કુમાર અને સ્પિનર કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી હતી. જ્યારે અક્ષર પટેલ અને રસિક સલામને 1-1 વિકેટ મળી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…