વાદ પ્રતિવાદ

વકતનો તકાજો : સંપ, સહકાર, સમર્પણએ

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

ખુદી કો કર બુલંદ ઈતના
કે હર તકદીર લિખને સે પહેલે,
ખુદા બંદે સે ખુદ પૂછે
બતા તેરી રઝા કયા હૈ
ઈસ્લામનો ઉદય આજથી ચૌદસો સાડા ચૌદસો વર્ષ પૂર્વે અરબસ્તાનમાં એવા સંજોગોમાં થયો જયારે આદમી ઈન્સાન મટી હેવાન બની ચૂકયો હતો. આવા કપરા કાળમાં ઉમ્મત પર રહેમત બનીને પધાર્યા પયગંબર (અલ્લાહના સંદેશવાહક) હઝરત મુહમ્મદ સલલાહો અલયહે વસલ્લમ (સલ).
સૃષ્ટિના સર્જનહાર અલ્લાહતઆલાએ રસૂલ્લાહ (ઈશ્ર્વરના દૂત આ ધરતી પર એટલા માટે મોકલ્યા કે ગફલત (ભૂલભલામણી)માં સૂતેલી અવામને (જનતાને) જગાડે. ભાઇચારા, એકતાનો સબક આપે. નેકી (પૂણ્ય)નો માર્ગ બતાવે અને ખરાબ કૃત્યોના આચરણથી રોકે.

આપ હુઝૂરે અનવર (તેજસ્વી, દેદિપ્યમાન)ની પધારમણી થતાં જ ઈસ્લામ કે જેના નામના જ અમન (શાંતિ)નો અર્થ સમાએલો છે તેણે વેગ પકડયો. ધર્મના પ્રચારની એક અતિ મહત્ત્વની હકીકત એ પણ રહી કે સંપ- સંપનો જ આપ હુઝૂરે કરીમે બોધ આપ્યો અને મૃતપાય થયેલા- રૂહાની રીતે નામશેષ થયેલા ઉમ્મતિઓમાં આપે રૂહ ફૂંકી. સેંકડો વર્ષોથી ચીમળાએલી કળીઓ ખીલી ઊઠી. મુરઝાયેલા બાગ મહેકી ઊઠયા. અર્થાત નેક તબિયતોએ આપની દાવત કબૂલી લીધી. પરિણામે દૂધમાં જેમ સાકર ભળી જાય તેમ સૌ એકસંપી બની ગયા. એકમેકમાં ભળી ગયા. ભાઈભાઈ બની
દાવતેહીન (ધર્મનું આમંત્રણ) કબૂલ કરનારા આ એ જ લોકો હતા જેઓ અગાઉ લડાઈ ઝઘડા, લૂંટફાટ જેવા અસામાજિક કૃત્યોને પોતાના જીવનનો હેતુ બનાવી દીધો હતો. ઈસ્લામ પોતાની ખુબીઓ દ્વારા જગતમાં ચોતરફ ફેલાયો તેનું મુખ્ય કારણ એ હતું કે એમાં સંપ ભારોભાર વ્યાપેલો હતો. માત્ર ગણત્રીના લોકોએ હજારોના દિલમાં રોશની પ્રગટાવી હતી અને એ સાબિત કરી બતાવ્યું હતું કે જયાં સંપ છે ત્યાં તરકકી નિશ્ર્ચિત છે. જયાંઈમાનદારી છે ત્યાં બરકત છે. જયાં એકેશ્ર્વરવાદ છે ત્યાં અંધશ્રદ્ધા કદી આવતી નથી. એક જ અલ્લાહનો આદેશ અને તેનું પાલન મુસલમાનોને શિખરે પહોંચાડી દીધેલ. હવે વિચારવું રહ્યું કે લેખના આરંભમાં જણાવેલા નિયમોનું સિધ્ધાંતિક પાલન આજનો મુસલમાન કરે કે નહીં? તો જવાબ સ્પષ્ટ છે કે બિલકુલ નહીં! જો એવું કહેવામાં આવે કે કુરાને કરીમની આયતોનો ઉલ્ટાર્થ કરી તેનાથી વિરુદ્ધ અમલ કરી રહ્યા છીએ તો તે સાચું છે. આપણામાં સંપનો-એકતાનો સદંતર અભાવ હોવાના લીધે સર્વત્ર આપણી હાર જોવા મળે છે. જગતની સરખામણીમાં આપણી પ્રગતિ વામણી
પૂરવાર થઈ રહી છે. જે કોમ જગત પર સામા્રજય ધરાવતી હતી અને તેનો શબ્દ પથ્થરની લકિર બની રહેતો હતો એ કોમ સાવ જ તળિયે ગઈ હોય તેવો અહેસાસ થયા કરે છે. આ જોઈ જગતની બીજી કોમો મનોમન હસી રહી છે. અગાઉ હાકીમ (અમલદાર) હતી તે હવે મહેકુમ (રઈયત પ્રજા) બની ગઈ છે. પહેલા આકા (માલિક) હતા હવે તે ગુલામ બન્યા છે.

પહેલાના મુસલમાનો સફળ કેમ હતા? તેમની કામિયાબીનું કારણ શું હતું? ઈતિહાસ ગવાહી દે છે કે તેઓમાં ભાઈચારાનો જોશ હતો, ઉત્સાહ અને એકદિલી હતી, બાહુબળનો ઉપયોગ ભલાઈ માટે જ થતો. સંપ અને જંપ ઠાસી ઠાસીને ભર્યા હતા. વડવાઓમાં જે જોશ અને હોંશમાં હતા, માનસિક શકિત અને સમજ હતાં તે આપણામાં હવે રહ્યા છે ખરાં? સંપ શુ છે તેની જ આપણે ખબર નથી. આપણે ગફલતની નિદ્રામાં પોઢેલા છીએ. જમાનાની હવા આપણને અસર કરતી નથી. જો આપણે કુરાને કરીમની આયતોને સાચી રીતે સમજીએ, હદીસે નબવી પર ચાલએ તો સંપ માત્ર સમજતા જ નહીં પણ અમલ કરતા પણ આવડી જાય. ઈંટો જયારે વિખરાયેલી પડી ત્યારે તેને કોઈ પણ આમતેમ હઠાવી અથવા ફેંકી શકે છે, પરંતુ એજ ઈંટોને ભેગી કરી એક મજબૂત દીવાલ બાંધવામાં આવે તો તેને આસાનીથી- સરળતાથી કોઈ તોડી કેે પાડી દઈ શકતું હોતું નથી. એ જ પ્રમાણે પાણીનાં ટીંપાને કોઈ રોકી શકાય છે, પરંતુ મુશળધાર પાણીનાં ટીંપા જયારે સાથે મળીને નદીના વહેણની શકલ પેદા કરે તો તેને કોઈપણ અટકાવી શકતું નથી. અથવા તેની આડે અડચણ પેદા કરી શકતું નથી.

સમયનો તકાજો બોધ આપે છે કે, બોંતેર- તોંતેર ફીરકામાં વહેંચાએલી અને પાંચસોથી અધિક જમાતોમાં વેરવિખેર થયેલી મુસ્લિમ કોમ એકત્ર બની-સંપ, સહકાર, સમર્પણના ઈસ્લામી આદેશ-ઉપદેશ પર સાચા દિલથી અમલ કરે. બીજા સમાજો-જ્ઞાતિજનોને સલામતીનો અહેસાસ કરાવે, બીજાની સુરક્ષામાં પોતાની સલામતીને નિહાળે તો જગતની કોઈ તાકાત પરાજિત કરી શકશે નહીં. ઈસ્લામે વતન પ્રેમને ઈમાનનો એક ભાગ લેખ્યો હોઈ, આપણી નિષ્ઠા પ્રત્યે શંકાને કોઈ સ્થાન હોવું જોઈએ નહીં.

લેખનો પ્રારંભ જેમ એક બોધદાયક શે’રથી કર્યો હતો તેમ લેખને પૂરો પણ ગાલિબ સા’બના આ શે’રથી કરીએ.

    હાથો કી લકિર પે ન જા અય ગાલિબ!
     તકદિર ઉનકી ભી હોતી હૈ જીન કે હાથ નહીં હોતે.

સુજ્ઞ વાચકો! પોતાના પુરુષાર્થ અને પરસ્પર ભાઈચારાથી હળીમળીને કિસ્મતને બુલંદ બનાવીએ અને એક સમયે જગતના મોટાભાગના પ્રદેશો પર હુકુમત (શાસન) ધરાવતી આ મહાન કોમની વિરીસતને ફરી બેઠી કરી ઈસ્માલના અમન (શાંતિ)ના પયગામને પ્રસરાવીએ, પ્રતિષ્ઠા પૂન: હાંસલ કરીએ અને આ શે’રને પણ ઝહનમાં- સ્મરણમાં ઉતારીએ:
ગાલિબને યહ કહ કર અપની
તસ્બીહ તોડદી કી
મેં ઉસે ગીનતી સે કયું ગીનું
જબ કે વોહ મુઝે બેહિસાબ દેતા હૈ…..
– સલિમ- સુલેમાન
સનાતન સત્ય
‘હે પૃથ્વીપટ પર વસનારા માનવીઆ.ે તમે સૌ પરસ્પર સંપીને રહો અને અંદર અંદર કુસંપ ન કરાવો. અલ્લાહની ને’ મતો (ઈશ્ર્વરની દેણગી)ને યાદ કરો, જોનાથી તમને સન્માનવામાં આવ્યા છે અને યાદ કરો તે વખતને જયારે તમે પરસ્પર એકબીજાના શત્રુ હતા, જેથી રબની એ કૃપા થકી તમે આપસમાં ભાઈ ભાઈ બની ગયા.
બોધ
આ જગતને ઊંડાણથી જોવામાં આવે તો સ્પષ્ટ થશે કે દુનિયામાં એ જ આવે તો સ્પષ્ટ થશે કે દુનિયામાં એ જ દેશ- રાજય, કુટુમ્બ-સમાજ ઉન્નત શિખરે પહોંચેલા જોવા મળશે જેમાં બંધુત્વની ભાવના હશે અને એકબીજાના સુખ-દુ:ખમાં દિલની દુઆ હશે.

ધર્મ સંદેશ:
*‘જયારે મારા બંદાઓ મારા વિશે તને પૂછે, તો (તેઓને કહો) હું ખરેખર ઘણો નજીક છું
*‘દુ’કરનારા જયારે મને પોકારે છે તો હું તેની દુ’આ (પ્રાર્થના) કબૂલ કરૂ છું.
*‘આથી તેઓ મારૂં માને અને મારામાં ઈમાન (આસ્થા-શ્રધ્ધા) રાખે.
*કે જેથી તેઓ ખરી રીતે દોરવાય….!
*સૂરત અલ બકરા ૨:૧૮૬
સાપ્તાહિક સંદેશ:
*જેણે ઝુલ્મ કર્યો તેણે પોતાની ઉંમર નાહક ટુંકી કરી.
-હદીસ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…