વાદ પ્રતિવાદ

ન્યાયનો દિવસ! આખરી નિર્ણય: ક્યામતની નિશાનીઓ ઇસ્લામની હિદાયતમાં

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

હઝરત ઉમર ફારૂક રદ્યિલ્લાહુ તઆલાઅન્હુ ફરમાવે છે કે, એક વખતે અમે રસૂલે પાક સલ્લલ્લાહો અલયહિ વસલ્લમ (સ.અ.વ.)ની સેવામાં બેઠેલા હતા. એટલામાં એક શખસ આવ્યો. તેણે બહુ સુંદર પોશાક પહેર્યો હતો. તેની દાઢીના વાળ એકદમ કાળા હતા. આ અગંતુક મુસાફિર જેવો લાગતો નહતો કેમ કે પ્રવાસની કોઇ નિશાની દેખાતી ન હતી. અમારામાંથી કોઇપણ તેને ઓળખતું ન હતું. તેણે વિનંતી કરી: ‘યા રસુુલુલ્લાહ (સ.અ.વ.), હું આવી શકું છું?’ આપ હુઝૂરે અનવર (સ.અ.વ.) ફરમાવ્યું; ખુશીથી આવો!’ તે શખસ બરાબર આપની સામે આવીને બેસી ગયો. આપ નબીએ કરીમ (સ.અ.વ.) ફરમાવ્યું, ‘નઝદીક આવો, તે નઝદીક આવ્યો. આપે ફરમાવ્યું, ‘હજુ નઝદીક આવો.’ તે શખસ એટલો નઝદીક થઇ ગયો કે આપના ગોઠણ મુબારક સાથે તેના ગોઠણ લાગી ગયા. પછી તેણે પોતાના બંને હાથ આપના મુબારક ઝાનૂ પર (ગોઠણ પર) મૂકીને વિનંતી કરી કે, ‘હે મુહંમદ! (સ.અ.વ.) મને એ સમજાવો કે ઇસ્લામની હકીક્ત શું છે?’

આપ હુઝુરે અનવર (સ.અ.વ.) ફરમાવ્યું, ‘આ વાતનો સ્વીકાર કરો કે અલ્લાહ સિવાય કોઇ મા’બૂદ (પૂજનિયા) નથી અને હું તેનો સાચો રસૂલ છું. રબની તાબેદારી (અનુસરણ) કરો અને કોઇને તેનો ભાગીદાર ન ઠેરવો. નિયમિત રીતે નમાઝ પઢો, પૂરી ઝકાત આપો, રમઝાનના રોજા રાખો અને પરવરદિગારે આલમે આપ્યું હોય તો ખાન-એ-કાબાની હજ કરો.’
ફરીએ અગંતુકે અરજ ગુજારીકે, ઇમાન શું છે?’

આપ રસુલે ખુશ (સ.અ.વ.) ફરમાવ્યું ‘અલ્લાહ પર, તેના ફરિશ્તાઓ પર, અલ્લાહની કિતાબો પર, અલ્લાહના રસુલો પર, મૌત અને મરણ પછીના જીવન પર (ફરીથી જીવતા થવા પર), ક્યામત, હિસાબ-કિતાબ, જન્નત- દોઝખ મિઝાન એટલે નેક અમલ અને બૂરાં કૃત્યો)ના તોલમાપ થશે) અને તકદીર પર ભોરોસો રાખવાનું નામ ઇમાન છે.’

ફરી આગંતુકે કહ્યું: ‘હે મુહંમદ! (સ.અ.વ.). હું આ તમામ વાતોનો સ્વીકાર કરું, અંત:કરણપૂર્વક સ્વીકાર કરું તો શું હું સાચો મુસલમાન બની જઇશ?’

આપ હુઝૂરે અનવર (સ.અ.વ.) ફરમાવ્યું, ‘હા, તમે સાચા મુસલમાન બની જશો?

ફરી તેણે સવાલ કર્યો કે વારું, એ તો બતાવો કે એહસાન (ઉપકાર) શું છે?’

આપ હુઝૂરે કરીમ (સ.અ.વ.) ફરમાવ્યું, પૂરા ધ્યાનથી અને પૂરી નેકી (નિષ્ઠા)થી હાઝિર દિલથી અલ્લાહની એવી રીતે બંદગી કરો, જાણે તમને તે જોઇ રહ્યો છે. કેમ કે તમે ભલે તેને નથી જોતા તો પણ તે તો તમને જોઇ જ રહ્યો છે, એનું નામ અહેસાન.’

ફરી તેણે પૂછ્યું, ‘ક્યામત ક્યારે આવશે?’

આપ અલ્લાહના રસુલ, (સ.અ.વ.) ફરમાવ્યું, ‘ક્યામત ક્યારે આવશે તે બાબતમાં જવાબ આપનાર સવાલ કરનારથી વધુ નથી જાણતો.’ ફરી તે શખસે કહ્યું, ‘વારું, ક્યામતની થોડીક નિશાનીઓ જ બતાવી દો.’ આપ (સ.અ.વ.) ફરમાવ્યું, ‘જ્યારે બાંદી (નોકરાણી) પોતાના માલિકને જણે ને જ્યારે ઊંટો અને ઘેટાં-બકરાં ચરાવનારા મોટી મોટી ઇમારતો બાંધવા લાગે અને જ્યારે ઉઘાડપગા, ભૂખ્યા, નાગા-કંગાલ માણસો લોકોના સરદાર બનવા લાગે.’ (ત્યારે સમજી લેવું કે ક્યામત કરીબ (નજીક) છે.

બોધ:
બેશક: ક્યામત (આખરી નિર્ણય; ન્યાયનો દિવસ)નો ઇલ્મ (જ્ઞાન) માત્ર જગતકર્તા અલ્લાહ (ઇશ્ર્વર, પ્રભુ, ગોડ)ને જ છે. તેનું જ્ઞાન તે જ જાણે છે. જીવ માત્રને તેની ખબર નથી, કે કાલે તે શું કરશે? અને કોઇ માણસને ખબર નથી કે તે કઇ જમીનમાં મરશે?’

  • લેખની શરૂઆતમાં વાંચી ગયા કે હુઝૂર સલ્લલ્લાહો અલયહે વસલ્લમની સેવામાં ઉપસ્થિત થઇ એક શખસે આપને પૂછેલા કેટલાંક સવાલો પૈકી ઇસ્લામની હકીકત ઇમાન કોને કહેવાય? એહસાન શું છે? ક્યામત કોને કહેવાય? એહસાન શું છે? ક્યામત ક્યારે આવશે? જેવા સવાલો પૂછ્યા હતા તેના જવાબમાં હુઝૂરે અનવર (સ.અ.વ.) જે ઇલ્મો જ્ઞાનથી ભરપૂર જવાબ આપ્યા તે જાણ્યા બાદ એ આંગતુક ત્યાંથી ચાલ્યો ગયો.

થોડીવારે સહાબા (સાથી, સંગાથી)ઓને આપ હુઝૂર સલ્લલ્લાહો અલૈયહિ વસલ્લમે ફરમાવ્યું, ‘જાવ, એ શખસને પાછા બોલાવી લાવો.’ લોકો તેને બોલાવવા બહાર ગયા અને ચારેકોર નજર કરી, પણ ત્યાં કોઇ નહોતું, ત્યારે આપ (સ.અ.વ.) ફરમાવ્યું, ‘જાણો છો, તે કોણ હતા?’ લોકોએ વિનંતી કરી, ‘અલ્લાહ અને તેના રસુલ જ બહેતર (વધારે) જાણે છે.’

આપ હુઝૂરે અનવર સિલ્લલ્લાહો અલયહે વસલ્લમ આપને તથા આપના પરિવાર- વંશજો પર આશીર્વાદ મોકલે) ફરમાવ્યું, ‘તેઓ હઝરત જીબ્રાઇલ અલૈયહિ સલ્લામ હતા. આ રૂપમાં તમને તમારો દીન (ધર્મ, મઝહબ) શીખવાડવા આવ્યાં હતા.’

વિદિત છે કે દીને ઇસ્લામમાં લગભગ એક લાખ અને ચોવીસ હજાર જેટલા પયગંબરો થઇ ગયા જેઓએ લોકોમાંથી જહાલત (અજ્ઞાનતા) દૂર કરવા શક્ય સંદેશો લોકો સુધી પહોંચાડ્યો સૌથી છેલ્લે આપણા પ્યારા પયગંબર આ ધરતી પર સમસ્ત માનવજાત માટે રહેમત (ઇશ્ર્વરિય દેણગી) બનીને પધાર્યા. આપ હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલૈયહિ વસલ્લમ જમાનાના આખરી પયગંબર છો અને તમામ મખ્લૂક (જીવમાત્ર) પર કૃપા વરસાવી રહ્યા છો. -આપ હુઝૂરે અનવર (સ.અ.વ.)ના સહાબાઓમાંથી એક હઝરત દહયહ કલ્બી નામના સહાબી હતા જે બેહદ રૂપાળા હતા. મોટે ભાગે હઝરત જીબ્રાઇલ અલૈયહિ સલ્લામ તેમનું જ રૂપ ધારણા કરીને આવતા હતા. આ રૂપમાં કોઇક વાર લોકોને પણ દેખાવ દેતા હતા. બુખારી શરીફના એક પ્રકરણમાં જણાવાયું છે કે, હઝરત બીબી ઉમ્મે સલ્મહ રદ્યિલ્લાહુ અન્હુ કહે છે કે, એક વેળા મેં જોયું કે હઝરત દહયહ કલ્બી રસુલે પાક સલ્લલ્લાહો અલૈયહિ વસલ્લમની સામે બેસીને આપની સાથે વાતો કરી રહ્યા છે. મને લેશમાત્ર પણ શંકા ગઇ નહીં કે આ દહયહ કલ્બી નહીં પણ હઝરત જીબ્રાઇલ અલૈયહિ સલ્લામ હતા. આ રીતે પ્યારા પયગંબર હઝરત મુહંમદ (સ.અ.વ.) પાસે હઝરત જીબ્રાઇલ અમીનની અવારનવાર મુલાકાતો થતી રહેતી હતી. અલ્લાહપાક સૌને આ હિદાયતો સમજવાની તૌફિક (સદ્બુદ્ધિ; જ્ઞાન) અતા ફરમાવે. આમીન-તથાસ્તુ (અલ્લાહ, ઇશ્ર્વર સૌનું ભૂલું કરે).


સાપ્તાહિક સંદેશ:

  • બાળક જન્મે ને લોકો વધામણી આપે, શુભેચ્છા માટે પુષ્પગુચ્છ લઇ આવે.
  • માણસ મરે -મૃત્યુ પામે ને લોકો પુષ્પ ચઢાવીને અંજલિ અર્પે.
  • આ પાછળ કારણ શું?
  • કારણ એ જ કે ખીલવું ને ખરવું એ જીવનનો સહજ ક્રમ છે.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…