વાદ પ્રતિવાદ

અલ-કુરાન: ભલાઈ કરનારા શુભચિંતકો જમીનના વારસદાર થશે…

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

(ઈશ્ર્વરિય) કિતાબ કુરાનમાં હિદાયત (ધર્મજ્ઞાન) છે કે,

  • દરેક નેકબખ્તી (સારા કૃત્યો) અને બદ્બખ્તી (ખરાબ કૃત્યો) તેના અમલ (આચરણ)ને તાબે હોય છે.
  • આ વાકયને અનુસરીને વિશ્ર્વ વિખ્યાત તત્ત્વચિંતક, મહાન શાયર ડૉક્ટર જનાબ અલ્લામાં ઈકબાલ સાહેબે બે પંક્તિમાં સરસ કહ્યું છે કે –
    અમલ સે ઝિન્દગી બનતી હૈ,
    જન્નત ભી, જહન્નમ ભી;
    યહ ખાકી અપની ફિતરત મેં,
    ન નૂરી હૈ, ન નારી હૈ…!
    દીને ઈસ્લામના પયગંબર હઝરત મુહમ્મદ સાહેબે તેની ઉમ્મત (અનુયાયી, પ્રજાજનો)ને દલીલ અને તર્કશાસ્ત્રનું અનુકરણ કરવાને કહ્યું છે અને માત્ર ધર્મના સિદ્ધાંતો-નિયમોમાં આંધળુ અનુકરણ કરવા પર મનાઈ કરી છે.
  • આપ હુઝૂરે અનવર (સલ.)એ જેઓ પૂર્વજોના જડ સિદ્ધાંતોનું અનુકરણ કરતા હતા તેમને એમ ન કરવાની હિદાયત-આજ્ઞા કરી છે.
  • સારા કર્મો અને ખરાબ કૃત્યો અમલ (આચરણ; વ્યવહાર)ની છાયા નીચે હોય છે.
  • જે ઈન્સાન કે કોમ-સમાજ સૌની નેક બખ્તી ઈચ્છતો હોય તેને જોઈએ કે તે આ અંગેના કાર્યોમાં પ્રયત્ન કરે અને કદમ આગળ ધપાવે. ફરમાવવામાં આવ્યું કે * ‘મોમીન માટે તે સિવાય કંઈ જ નથી કે જે અમલ એણે કર્યો હોય.’ ફરમાવવામાં આવ્યું * ‘દરેક ઉમ્મતને તેના આમાલ મુજબ પૂછવામાં આવશે. * અગાઉની ઉમ્મતો જે તમારા પહેલા થઈ ગઈ છે તેઓએ જે કંઈ કર્યું તે તેમના માટે અને તમે પણ જે કરશો તે તમારા માટે કરશો. * તમને એ લોકોના આમાલ વિશેની કંઈ પૂછપરછ નહીં થાય.’ – ઉપરાંત મોમિન બંદાને એ પણ જણાવી દેવામાં આવ્યું કે * દરેક કોમનો અંત અને તેનો નાશ તેમના આમાલ એટલે કે કર્મોને કારણે જ થાય છે. * ‘આ તે વસ્તી છે, જ્યાંના લોકોને અમે હલાક કરી દીધા, જ્યારે કે તેઓએ જુલમ કર્યો.’ * દરેક કોમ તેના કર્મો મુજબ બાકી રહેશે તે અંગેનો ઈલાહી ફરમાન એવો છે કે – ‘અમે ‘ઝબુર’ (કુરાન પૂર્વે આવેલ ઈલાહી કિતાબ)માં લખ્યું છે તે ઉપરાંત અગાઉની આસમાની કિતાબોમાં પણ અમે તેનો ઉલ્લેખ કર્યો છે કે.* નેક બંદાઓ જમીનના વારસદાર થશે.’
    ઈસ્લામ ઈન્સાનની બહેતરી (ભલાઈ) માટે તેમ જ સ્ત્રી અને પુરુષના સમાન દરજ્જાનો પણ આગ્રહી છે. તેણે * સ્ત્રી અને પુરુષ બંનેને સમાજ જીવનના બે જરૂરી અંગો ઠરાવ્યા છે. ફરમાવવામાં આવ્યું છે કે – * ‘અલ્લાહની કૃપા અને કુદરતની નિશાનીઓમાંથી એ પણ છે કે તમો પુરુષો માટે તમારી જ જાતિમાંથી જોડા જનમાવ્યા છે, જેથી તમને પ્રેમ અને શુકુન નસીબ થાય અને તમારી વચ્ચે મહોબ્બત અને મહેરબાની પેદા કરી.’ * ઈન્સાનની હેસિયતે ઓરત અને મર્દમાં કોઈ તફાવત નથી. તે આયતો કે જેમાં હુકમો અને મનાઈઓ છે અને આમાલ-કર્મોની બરકત વિશે નાઝિલ થયેલી છે. તેમાં પુરુષ અને સ્ત્રીને એક સરખા જ ગણેલા છે અને ફરમાવ્યું છે કે – * ‘મર્દો અને ઔરતોમાંથી જે કોઈ નેક (સારું-પરોપકારી) કામ કરશે અને સાહેબે ઈમાન હશે અમે તેને પાકિઝા (પવિત્ર) અને નેક જિંદગી અતા કરીશું અને નેક અમલથી તેને બહેતર (વધુ સારો) બદલો (વળતર) આપીશું.’
  • અલબત્ત સૌની ભલાઈ અને સઘળા મનુષ્યોની ઈજ્જતને નજર સમક્ષ રાખીને જિંદગીનો વ્યવહાર ચલાવવા સંબંધે પુરુષને અગ્રતા આપવામાં આવી છે અને ફરમાવવામાં આવ્યું છે કે, * ‘મર્દહાકિમ (સર્વોપરિ) છે, ઔરતો પર!, પરંતુ એ સાથે સખત તાકીદ કરવામાં આવી છે કે, * પુરુષ સ્ત્રી સાથે સારો વ્યવહાર કરે – ઔરતો સાથે સારો વર્તાવ કર્યા કરો…!’
    દુન્યવી જિંદગીની તરક્કી આખેરત (મૃત્યુલોક)ની જિંદગીની ભલાઈ માટે રૂકાવટ રૂપ ન હોઈને કુરાને કરીમની હિદાયત અનુસાર આખેરતની બહેતરી (સારાઈ), ભૌતિક પ્રગતિ, હુન્નર-ઉદ્યોગ, વિજ્ઞાન જેવા ક્ષેત્રમાં પ્રગતિ અને એ સંસ્કૃતિ કે જે માનવીય જીવનની ભલાઈ માટે અસ્તિત્વમાં આવી હોય તે સંબંધે કોઈ વેર જેવું રાખવામાં નથી આવતું બલકે વ્યક્તિને દુનિયાની ચીજોથી લાભ લેવા માટે ઉત્સાહિત કરવામાં આવેલ છે: ‘ઓ પયગંબર, કહી દો કે આ ઝિનતો અને આ હલાલ રોજી કે જેને પોતાના બંદા માટે પેદા કરવામાં આવી છે તેને ભલા કોણ હરામ ઠેરવી શકે છે?
  • શમીમ એમ. પટેલ

ધર્મજ્ઞાન:
ઈસ્લામ ધર્મ કયામત (ન્યાયના દિવસ) સુધી ડગલેને પગલે ઉમ્મતને માર્ગદર્શન આપતો દીન છે
જગતકર્તા, દીન-દુનિયાના માલિક આ પાંચ ખાસિયતો પ્રત્યે અણગમો દર્શાવે છે. જો આ પાંચ પ્રકારની કુટેવના તમે શિકાર હોવ તો તેમાં સુધારો લાવી આદતને બદલી નાખોવામાં ફાયદો છે.
૧ – જે પાડોશીને સતાવે છે. ૨. જે કોઈની પાસેથી ખોટી રીતે કોઈ વસ્તુ આંચકી લે છે. ૩. જે પોતાના કુટુંબીજનો તથા સંતાનો ઉપર બળજબરી કરે છે. ૪. બીમારી અને બીમાર વ્યક્તિ તરફ અણગમો દર્શાવે છે અને ૫. ભૂખ્યા તથા લાચાર સગા-સંબંધિઓ પ્રત્યે તિરસ્કાર સેવે છે.

  • સારો સ્વભાવ રાખનાર અને નાના-મોટા અદના-આલાં સૌ કોઈનો આદર-સત્કાર કરનાર જન્નતનો હકદાર બને છે.

યાદ રાખવું ઘટે કે સારી ટેવ પોઝિટિવ ઊર્જા પેદા કરે છે અને ઘર, કુટુંબ અને સંપર્કમાં આવનાર સૌ કોઈને તેનો ફાયદો પહોંચાડે છે. રબ રાજી થાય છે તેના જેવું સુકૃત્ય બીજું કયું હોઈ શકે?


સાપ્તાહિક સંદેશ:
અત્રે દર્શાવેલ બે વાતોને હંમેશાં યાદ રાખજો:

  • એક અલ્લાહ
  • અને
  • એક મૌત.
  • દરેક કામ કરવા પહેલા અલ્લાહને યાદ કરો.
  • સેતાન બહેકાવે (સત્ય માર્ગથી ભટકાવે) તો અલ્લાહનું સ્મરણ કરતા રહો.
  • જે અલ્લાહને યાદ રાખતો હોય
  • અલ્લાહનું સ્મરણ કર્યા કરતો હોય
  • તે ભલા કોઈ પણ ગુનાહ કરી શકે?
  • હરગીઝ નહીં, ક્યારેય નહીં…
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…