ઉત્સવ

D2C પર ચગાવો તમારી બ્રાન્ડની પતંગ આ કેટલાંક મુદ્દા પર ધ્યાન આપશો તો તમારા બ્રાન્ડની પતંગનો પેચ કપાશે નહીં !

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી

આજે જેટલું બ્રાન્ડનું મહત્ત્વ છે તેટલું જ મહત્ત્વ લોકો પોતાની ઈ-કોમ સાઈટ બનાવી વેચવાને આપે છે. ટૂંકમાં, પોતાની બ્રાન્ડનું વેચાણ સ્થાન એમની વેબસાઈટ બને છે ને તે પણ બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત થાય છે.

આજે લોકો પોતાનો માલ ‘એમેઝોન’ કે ‘મીશો’ કે ‘ફ્લિપકાર્ટ’ જેવી વેબસાઈટ પરથી વેચે છે. એ લોકો બીજા પ્લેટફોર્મ પર મદાર રાખે છે પોતાનો માલ વેચવાનો. જયારે પોતાનો માલ પોતાની વેબસાઈટ પરથી વેચાય તેને આપણે D2C ‘બ્રાન્ડ’ (ડાયરેક્ટ ટુ ક્ધઝયુમર) તરીકે ઓળખીએ છીએ. આ ઉ૨ઈ-બિઝનેસ કમ માર્કેટિંગ સ્ટ્રેટેજી છે, જેમાં કંપની કે બ્રાન્ડ પોતાનો માલ બનાવી સીધો કસ્ટમરને વેચે છે. આનો અર્થ એ કે મેન્યુફેક્ચરર અને ક્ધઝ્યુમર વચ્ચે બીજું કોઈ ના આવે. ના તો ડીલર, CNFએજન્ટ, ડિસ્ટ્રિબ્યુટર, સુપરમાર્કેટ રિટેલ સ્ટોર કે બીજી બધી ઈ-કોમ ચેનલો. અમુક બ્રાન્ડનાં ઉદાહરણ જોઈએ તો મામા અર્થ, બોટ, લેન્સકાર્ટ, ક્ધટ્રી ડિલાઇટ, વાવ સ્કીન કેર, લિસિયસ, વેઈકફિટ, હેલ્થ કાર્ટ વગેરે… આ બધી ન્યુ એજ બ્રાન્ડ છે પછી તે ફૂડ કેટેગરી હોય, ફેશન, પર્સનલ કેર કે પછી ઇલેક્ટ્રોનિક એક્સેસરીઝ હોય..

આપણને અહીં પ્રશ્ર્ન થાય કે અત્યાર સુધી B2B, B2C સાંભળ્યું હતું હવે D2C આવ્યું. B2C પણ બિઝનેસ ટૂ ક્ધઝ્યુમર છે તો ફરક શું છે? B2C માં મિડલમેન હાજર છે, જ્યારે D2Cમાં નથી. B2Cમાં ક્ધઝ્યુમર પાસે ઓપ્શન છે. પ્રોડક્ટ પસંદ કરવા માટેના, જ્યારે D2Cમાં તમારું જ પ્રોડક્ટ એક્સકલુઝીવલી એને મળે છે. B2Cમાં મિડલમેન અર્થાત ડિસ્ટ્રિબ્યુશન વગેરેની કોસ્ટ હોવાથી કિંમત વધવાની શક્યતા છે, જ્યારે D2Cમાં વચ્ચે કોઈ ન હોવાથી ક્ધઝ્યુમરને તમે વાસ્તવિક કિંમત ઑફર કરી શકો અને તમારા માટે પણ નફાનો ગાળો વધુ રાખી શકો.

B2Cમાં ક્ધઝ્યુમર સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ નથી, જ્યારેD2Cમાં ક્ધઝ્યુમરનો સંપર્ક સીધો તમારી સાથે છે. D2C માટે આ સૌથી મહત્વનું પાસું છે, કારણ એની પાસે ક્ધઝ્યુમરનો ઓથેન્ટીક ડેટા આવે છે, જેથી એની બિહેવિયરનો અભ્યાસ કરી નવા પ્રોડક્ટ- પ્રમોશન પ્લાન- બેનિફિટ્સ પાસ ઓન કરી તમારી બ્રાન્ડ એના મગજમાં સ્થિર કરી શકો. કસ્ટમર માટે પણ આ ફાયદાકારક છે. એને કોઇ પણ ફરિયાદ હશે તે ડાયરેક્ટ પહોંચાડી શકશે અને નહીં કે વાયા વાયા.

આજનું જનરેશન, જેને આપણે ‘મિલેનિયલ જનરેશન’ તરીકે ઓળખીએ છીએ એને બ્રાન્ડ જોઈએ છે અને તેની સાથે વેરાઈટી પણ. આ અભિગમ આ સેગમેન્ટ માટે બંધ બેસતો છે. એને સગવડતા- ઓછી કિંમત- અધિકૃત, ઓનલાઇન અને નવા નવા અનુભવ જોઈએ છે અને D2C બ્રાન્ડ આ બધી વાત પર ધ્યાન આપી એના અનુભવોને વધુ યાદગાર બનાવે છે. ઉ૨ઈ માટે ફ્રી ટ્રાયલ્સ મોટો ભાગ ભજવે છે, જેના થકી આજનો ક્ધઝ્યુમર ખરીદતાં પહેલાં પ્રોડક્ટને અનુભવે છે. તેનો અનુભવ લેતા લેતા બ્રાન્ડ તેનું બિહેવિયર બદલે છે અને એના જીવનનો હિસ્સો બની જાય છે. જનરેશન ઢ ગુણવત્તાની સાથે પોષણક્ષમતાને વધારે પ્રાધાન્ય આપે છે. ઉ૨ઈ માટે આ બંને ઓફર કરવુ પરવડે તેમ છે કારણ કે એમનું પ્રોફિટ માર્જિન વધુ છે. આથી આગળ કસ્ટમાઇઝેશન પણ કરી શકાય છે, જે આજના ક્ધઝયુમરની માંગ છે. તમારી પાસે એનો ડેટા હોવાથી એને અનુરૂપ મેસેજ અને ડિઝાઇન તમે બનાવી શકો છો.

   D2C માટેના પડકારો જોઈએ તો   સૌથી મોટો પડકાર સપ્લાય ચેઇન મેનેજમેન્ટનો છે.  આના માટે  કદાચ તમે ત્રીજી પાર્ટી પર નિર્ભર હોઈ શકો અથવા ડિમાન્ડની સામે સપ્લાય ઓછું હોય, કારણ તમે નિશ્ર્ચિત ક્વાન્ટિટીમાં માલ બનાવશો અને જો માલ ઓર્ડર આપ્યા પછી ન મળે તો ક્ધઝ્યુમર તમને બીજી વાર મોકો નહીં આપે. કસ્ટમર ક્ધવર્ઝન કરવું થોડું મુશ્કેલ હશે, કારણ કે  તમારે પોતે એને બધી રીતે મનાવવાનો છે. વચ્ચે જો મિડલમેન- રીટેલ સ્ટોર કે ડિસ્ટ્રિબ્યુટર હોય તો એ લોકોની  જવાબદારી થઈ જાય છે માલ 

વેચવાની. આ ઉપરાંત ગ્રાહક સંપાદનની કિંમત પણ વધુ હોય છે. ફ્રી ટ્રાયલ આપી બ્રાન્ડ ઇમેજ કદાચ ફ્રીની કે લો કોસ્ટ બ્રાન્ડની થઈ શકે.અહીં સૌથી મોટું રિસ્ક એ કે તમે બધું જ કરો છો, પ્રોડક્ટ ડિઝાઇન- મેન્યુફેક્ચરિંગ-માર્કેટિંગ- સેલ્સ- સપ્લાય ચેન તમારે આ બધી જ ફિલ્ડના એક્સપર્ટને ટીમમાં સામેલ કરવા પડશે, જેને મેનેજ કરવું ભારે પડી જાય.
ઉ૨ઈ અપ્રોચ જ્યારે આપણે અપનાવીએ ત્યારે તેને બિઝનેસ મોડલની સાથે બ્રાન્ડ અપ્રોચ પણ આપવો પડશે.

આના માટે અમુક મુદ્દાને અમલમાં મૂકવા જરૂરી છે. સૌથી મહત્વનું છે તમારી બ્રાન્ડના નામ અને તેનો લોગો, કલર સ્કીમ થકી બ્રાન્ડને એક અલગ પર્સનાલિટી આપો. તમારું ટાર્ગેટ ઓડિયન્સ અને કયા વિસ્તારમાં વેચશો તે નક્કી કરો જેથી તમારું બજેટ અને આયોજન નિયંત્રણમાં રહે. તમારા કમ્યુનિકેશનમાં ગ્રાહકના અનુભવને હાઈલાઈટ કરો. જે લોકોએ માલ ખરીદ્યો છે એમનાં રેટિંગ- રિવ્યૂસ – ટેસ્ટિમોનિયલ્સને લોકો સુધી પહોંચાડો. આના થકી નવા ક્ધઝ્યુમરનો બ્રાન્ડ પર વિશ્ર્વાસ વધશે. પર્સનલાઇઝડ કે કસ્ટમાઇઝડ મેસેજ પોટેન્શિયલ અને હયાત કસ્ટમરને મોકલો, જેથી એને લાગે આ બ્રાન્ડ મારા માટે જ બની છે. તમારી બ્રાન્ડ ઓનલાઇન વેચાશે આથી સોશિયલ મીડિયાને તમારું પ્રાઇમ મીડિયમ રાખો. આજે ઈન્ફ્લુએન્સરની બોલબાલા છે. તમારી કેટેગરીના સ્પેશિયાલિસ્ટ ઈન્ફ્લુએન્સરને અપોઇન્ટ કરી એના દ્વારા પ્રમોટ કરો. જો બજેટ હોય તો ટ્રેડિશનલ મીડિયાનો સહારો પણ લો… ટીવી- રેડિયો- પ્રિન્ટ -આઉટ ડોર, વગેરે. ક્ધઝ્યુમરને લાગશે આ બ્રાન્ડ મોટી છે અને વિશ્ર્વાસ વધશે. સૌથી મહત્ત્વનું, કસ્ટમરનો ફીડબેક લો અને એમના પ્રશ્ર્ન અને સમસ્યાને સમયસર પ્રતિસાદ આપો…

ઉ૨ઈ એ નવી બ્રાન્ડ માટે દ્વાર ખોલી આપ્યા છે, જ્યાં તમે લોકો પર મદાર નથી રાખતા. આવા સમયે જો તમે કસ્ટમરની નાડને પારખી પ્રોડક્ટ બનાવશો અને તેને વ્યવસ્થિત વ્યૂહરચના સાથે પ્રમોટ કરશો તો તમારી બ્રાન્ડની પતંગ આકાશમાં સ્થિર ચગશે અને તેનો પેચ કોઈ કાપી નહીં શકે….!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door Catches Win Matches: Top Indian Cricket Fielders Through the Decades IPL: Sixes Galore! Delhi vs Mumbai Turns into a Hitting Extravaganza