ઉત્સવ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૨૮-૪-૨૦૨૪ થી તા. ૪-૫-૨૦૨૪

રવિવાર, ચૈત્ર વદ-૪, વિ. સં. ૨૦૮૦, તા. ૨૮મી એપ્રિલ, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર મૂળ મધ્યરાત્રિ પછી ક. ૨૮-૪૫ સુધી, પછી
પૂર્વાષાઢા. ચંદ્ર ધનુ રાશિ પર જન્માક્ષર. સિદ્ધિયોગ સૂર્યોદયથી ક. ૨૮-૪૫. લગ્ન, ઉપનયન સામાન્ય દિવસ.

સોમવાર, ચૈત્ર વદ-૫, તા. ૨૯મી, નક્ષત્ર પૂર્વાષાઢા મધ્યરાત્રિ પછી ક. ૨૮-૪૧ સુધી, પછી ઉત્તરાષાઢા. ચંદ્ર ધનુ રાશિ પર જન્માક્ષર.ઽ ઉપનયન, શુભ દિવસ.

મંગળવાર, ચૈત્ર વદ-૬, તા. ૩૦મી, નક્ષત્ર ઉત્તરાષાઢા મધ્યરાત્રિ પછી ક. ૨૮-૦૮ સુધી (તા. ૧લી), પછી શ્રવણ. ચંદ્ર ધનુમાં સવારે ક. ૧૦-૩૬ સુધી, પછી મકર રાશિ પર જન્માક્ષર. સાતમનો ક્ષય છે. વિષ્ટિ ક. ૦૭-૦૫ થી ૧૮-૨૮. શુભ કાર્ય વર્જ્ય છે.

બુધવાર, ચૈત્ર વદ-૮,તા. ૧લી મે, નક્ષત્ર શ્રવણ મધ્યરાત્રિ પછી ક. ૨૭-૧૦ (તા. ૨જી), પછી ઘનિષ્ઠા. ચંદ્ર મકર રાશિ પર જન્માક્ષર. ચૈત્ર વદ પક્ષ, મહારાષ્ટ્ર, ગુજરાત રાજ્ય સ્થાપના દિન. ગુરુ વૃષભમાં ક. ૧૨-૫૬, કાલાષ્ટમી. લગ્ન, સર્વદેવ પ્રતિષ્ઠા. શુભ દિવસ.

ગુરુવાર, ચૈત્ર વદ-૯, તા. ૨જી નક્ષત્ર ઘનિષ્ઠા મધ્યરાત્રિ પછી ક. ૨૫-૪૮ સુધી, પછી શતભિષા. ચંદ્ર મકરમાં બપોરે ક. ૧૪-૩૨ સુધી, પછી કુંભ રાશિ પર જન્માક્ષર. પંચક પ્રારંભ ક. ૧૪-૩૨. પ્લુટો વક્રી, લગ્ન, શુભ કાર્ય વર્જ્ય છે.

શુક્રવાર, ચૈત્ર વદ-૧૦, તા. ૩જી નક્ષત્ર શતભિષા મધ્યરાત્રે ક. ૨૪-૦૫ સુધી, પછી પૂર્વાભાદ્રપદા. ચંદ્ર કુંભ રાશિ પર જન્માક્ષર. પંચક, વિષ્ટિ ક. ૧૨-૪૦થી ૨૩-૨૪. સર્વદેવ પ્રતિષ્ઠા, શુભ દિવસ.

શનિવાર, ચૈત્ર વદ-૧૧, તા. ૪થી, નક્ષત્ર પૂર્વાભાદ્રપદા રાત્રે ક. ૨૨-૦૬ સુધી, પછી ઉત્તરાભાદ્રપદા. ચંદ્ર કુંભમાં બપોરે ક. ૧૬-૩૭ સુધી, પછી મીન રાશિ પર જન્માક્ષર. વરુથિની એકાદશી (સક્કરટેટી) શ્રી વલ્લભાચાર્ય જયંતી, પંચક. સામાન્ય દિવસ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup!