તરોતાઝા

શરદ અને સ્વાસ્થ્ય – શરદ ઋતુમાં તન મનની સારસંભાળ

કવર સ્ટોરી – અભિમન્યુ મોદી

શરદ એટલે શું? દુનિયાના સામાન્ય સંદર્ભમાં ઉનાળા અને શિયાળા વચ્ચેની ઋતુ . ઉત્તર ગોળાર્ધમાં તે અંતિમ સપ્ટેમ્બર, ઑક્ટોબર અને નવેમ્બર દરમિયાન પ્રવર્તે છે, પરંતુ આ ઋતુ ધ્રુવીય પ્રદેશમાં આટલા લાંબા ગાળા માટે પ્રવર્તતી નથી; ત્યાં અતિવિષમ ઠંડું હવામાન વહેલું શરૂ થઈ જતું હોય છે. અયનવૃત્તીય પ્રદેશોમાં ઋતુ ઓમાં ઝાઝો ફેરફાર જોવા મળતો નથી. દક્ષિણ ગોળાર્ધમાં શરદ ઋતુ માર્ચથી શરૂ થઈને જૂનના પ્રારંભ સુધી ચાલે છે.

સાહિત્યમાં શરદ ઋતુ ને પાનખર પણ કહે છે. ઘણા કૃષિપાક માટે આ ઋતુ માં લણણી થાય છે. શરદ ઋતના પૂર્ણ થવાના સમય વખતે સરોવરો, જળાશયો અને નદીઓનાં જળની ઠરવાની ક્રિયા શરૂ થાય છે, પક્ષીઓ સ્થળાંતર કરવાનું શરૂ કરે છે તથા હિમપાતની શરૂઆત થાય છે.

અમેરિકામાં શરદ ઋતુને ‘પાત’ (પાનખર, ઋફહહ) તરીકે ઓળખવામાં આવે છે. મધ્ય અક્ષાંશોના વિસ્તારમાં તે અલગ અલગ રીતે ઘટાવાય છે. ઉત્તર ગોળાર્ધમાં તે ૨૧-૨૨ સપ્ટેમ્બરથી ૨૧-૨૨ ડિસેમ્બર સુધી પ્રવર્તે છે, તેમ છતાં તેનો સમયગાળો મોટેભાગે તો સપ્ટેમ્બરથી નવેમ્બરનો ગણાય છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં તે ૨૧-૨૨ માર્ચથી ૨૧-૨૨ જૂન સુધી પ્રવર્તે છે. એ રીતે તેનો સમયગાળો મોટેભાગે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલનો ગણાય છે.

ભારતમાં શરદ ઋતુનો સમય ભાદરવો અને આસો માસના ગાળામાં આવે છે. વર્ષા ઋતુ (અષાઢ-શ્રાવણ) પૂરી થયા પછી ભાદરવો સામાન્ય રીતે વધુ તપે છે. લોકોના સ્વાસ્થ્ય પર અસર પહોંચે છે. આ માટે ‘યર્ટૈ ઘમિ યફડ:’ (સો શરદ સુધી જીવો)નો આશીર્વાદ અપાય છે. અર્થાત્ જેણે શરદ ઋતુ હેમખેમ પસાર કરી તેનું તે વરસ સારી રીતે પૂર્ણ થયું ગણાય.

માથાના દુ:ખાવા ઉપરાંત તાવ, ખાટા ઓડકાર, ઊલટી, ચક્કર આવવા, નસકોરી ફૂટવી, દાદર, ખરજવું જેવા દર્દ થાય છે અને પહેલાંથી હોય તો તેમાં વધારો થાય છે. શરદ ઋતુુ હેમખેમ કાઢી નાખનારનું આરોગ્ય આખું વર્ષ સારું રહે છે. આ ઋતુુમાં તાવ, શરદી, ઉધરસ, માથાનો દુ:ખાવો, શરીર તૂટવું, ગળામાં બળતરા જેવી તકલીફો તો જાણે સામાન્ય હોય છે.

આ એ જ ઋતુુ છે જેમાં કેટલાક જીવલેણ રોગોના પાયા પણ નંખાય છે. આચાર્ય ભાવપ્રકાશ કહે છે દિનચર્યા, રાત્રિચર્યા અને ઋતુુચર્યા પ્રમાણે આચરણ કરનાર વ્યક્તિ હંમેશાં સ્વસ્થ રહી શકે છે અને એ પ્રમાણે આચરણ ન કરનાર વ્યક્તિ ક્યારેય સ્વસ્થ રહી શકતી નથી.

શરદ ઋતુુના ૬૦ દિવસ દરમિયાન સ્વાસ્થ્ય જાળવવા જીવનશૈલી અને ખોરાકમાં યોગ્ય ફેરફારો કરવા જોઈએ. શરદ ઋતુમાં બપોરના ઉગ્ર તાપથી બચવું જોઈએ કારણ એનાથી પિત્તદોષ વધુ ઉગ્ર બને છે. આ ઋતુમાં બપોરે ઊંઘવું નહીં. એનાથી શરીરમાં કફ, વાયુ, મેદ અને રક્તનું સંતુલન ખોરવાય છે.

ચાંદની: રાત્રિના પ્રથમ પ્રહરની ચાંદની કોઈ ઔષધ ન કરી શકે તેટલી ઝડપથી પિત્તદોષની ઉગ્રતાને ઘટાડીને તેને શાંત કરી દે છે. એટલે શરદ ઋતુની ચર્યામાં રાત્રે ચાંદનીમાં વિહાર કરવો જોઇએ. શરદ પૂર્ણિમાએ ચાંદનીમાં વિહાર કરવાની પ્રથા પાછળ કદાચ આ જ કારણ છે. શ્ર્વેત-સફેદ રંગ મનની ઉગ્રતાને, વિહવહળતાને ઘટાડી મનને શાંત કરી દે છે. અને શાંત થયેલું મન રોગગ્રસ્ત પરિબળોનો સહેલાઇથી સામનો કરી શકે છે.

મિત્રોનો મેળાવડો: મિત્રોની સાથે સંગોષ્ઠિ કરવી. ઋષિમુનિઓ કહે છે શરદ ઋતુમાં મનના મળેલા મિત્રોની સાથે વિચારોની આપ-લે કરવી. ઋતુના પ્રભાવથી તાણ અનુભવતું મન વાતચીતથી હળવું અને પ્રફુલ્લિત બને છે.

ગુસ્સો: શરદ ઋતુના પ્રભાવથી શરીરમાં પિત્ત ઉગ્ર બને છે. જેનાથી માણસ ઝડપથી ગુસ્સે થઈ જાય છે. ગુસ્સે થયેલાનું પિત્ત બમણું જોર કરે છે.

આમ, આ ઋતુુમાં પિત્ત અને ક્રોધનો ગુણાકાર થાય છે. શરદ ઋતુ ચર્યાને આચરણમાં મૂકવાથી ક્રોધ પર આપોઆપ નિયંત્રણ આવી જાય છે.

શ્રાદ્ધ: ભાદરવા મહિનામાં શ્રાદ્ધના દિવસો આવે છે. આ દિવસોમાં ખીર બનાવીને તેનું શ્રાદ્ધ કરાય છે. આપણી કેટલીક સાંસ્કૃતિક પરંપરાઓને સ્વાસ્થ્ય સાથે વણી લેવામાં આવે છે. ખીર પિત્તને શાંત કરે છે એટલે જ શરદ ઋતુમાં ખીર આરોગવી જોઈએ.
શરદપૂનમ: આસો મહિનાની પૂનમ-શરદ પૂનમના નામે ઓળખાય છે. શરદ પૂનમને દિવસે દૂધ-પૌંઆ ખાવાનું ખાસ મહત્ત્વ છે. દૂધ-પૌંઆ અને ચાંદની શરીરની શીતળતામાં વધારો કરે છે.

શું ના જ ખાવું?

ટામેટા: ટામેટા ન જ ખાવાં. ટામેટાંમાંથી બનતા સૂપ, સલાડ, સોસ ન ખાવાં. ટામેટામાંથી બનતી ગ્રેવીવાળાં શાક, ભાજીપાવ, પીત્ઝા વગેરે ખાવાં ન જોઇએ.

સ્પાઈસીફૂડ: બર્ગર, દાબેલી, પાણીપુરી, ખમણ, ઢોંસા વગેરે ન ખાવાં જોઇ. વાસી ખીરૂ અને વાસી ચટણીઓથી આમ પિત્ત થાય છે, જે આખરે વિષની જેમ કામ કરે છે. પરિણામે પેટમાં દાહ, બળતરા, ખાટા ઓડકાર, માથું દુ:ખવું જેવી સમસ્યાઓ થાય છે.

દહીં: દહીંથી પિત્તની વૃદ્ધિ થાય છે, પરંતુ આ ઋતુમાં દૂધ વધારે પીવું. દૂધ અને એમાંથી બનતી ચીજો અવારનવાર ખાવી જોઇએ.

અન્ય: બાજરી, લસણ, ડુંગળી, રીંગણ, પપૈયું, સરગવો, સૂરણ, સૂંઠ, મરી, વગેરેના ગુણ ઉષ્ણ-તીક્ષ્ણ હોવાથી તેનું પ્રમાણ ઘટાડવું અથવા યુક્તિપૂર્વક સેવન કરવું. કેપ્સિકમ પણ ન ખાવાં જોઇએ.

ફળો: સીતાફળ, કેળાં, વિલિયમ પેર, ચીકુ, દાડમ ફળો આ ઋતુમાં લઈ શકાય.

કડવો રસ: મેથીની ભાજી, કારેલાં, કંકોડા વગેરે કડવા રસવાળાં શાકભાજીને શરદ ઋતુુના આ ૬૦ દિવસ દરમિયાન આહારમાં અવારનવાર સ્થાન આપવું. શક્ય હોય તો કડવા શાકભાજીમાં ગાયના ઘીનો વઘાર કરવો.

‘शतं जीव शरद:’ માટે જ, આપણા પૂર્વજો આશીર્વાદ આપતા કે સો શરદ ઋતુુ તું હેમખેમ પાર પડી શકે તેવું આયુષ્ય ભોગવ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door Catches Win Matches: Top Indian Cricket Fielders Through the Decades IPL: Sixes Galore! Delhi vs Mumbai Turns into a Hitting Extravaganza