સ્પોર્ટસ

પુજારાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 20,000 રન પૂરા કર્યા: સૌરાષ્ટ્રનો વિદર્ભ સામે 238 રનથી વિજય

નાગપુર: એક સમયે જેની ગણના રાહુલ દ્રવિડની જેમ ‘ધ વૉલ’ તરીકે થતી હતી એ સૌરાષ્ટ્રના સાવજ ચેતેશ્ર્વર પુજારાને ભલે સિલેક્ટરો ટેસ્ટ-ટીમમાં ન લેતા હોય, પરંતુ તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં ઉત્કૃષ્ટ પર્ફોર્મ કરવાનું ચાલુ રાખ્યું છે. એટલું જ નહીં, રણજી ટ્રોફીમાં વિદર્ભ સામેની મૅચના ત્રીજા દિવસે વિરલ સિદ્ધિ મેળવી હતી. 35 વર્ષનો ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 20,000 રન પૂરા કરનારો ચોથો ભારતીય ખેલાડી બન્યો હતો. ટેસ્ટ-ક્રિકેટ સહિતની ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં હવે તેના નામે 20,013 રન છે. 51.98 તેની બૅટિંગ ઍવરેજ છે.

ટેસ્ટ સહિતની ફર્સ્ટ-ક્લાસ મૅચોમાં કુલ 20,000-પ્લસ રન બનાવનાર પ્રથમ ત્રણ લેજન્ડરી બૅટર્સમાં સુનીલ ગાવસકર (25,834 રન અને 51.46ની બૅટિંગ સરેરાશ), સચિન તેન્ડુલકર (25,396 રન અને 57.84ની સરેરાશ) અને રાહુલ દ્રવિડ (23,794 રન અને 55.33ની સરેરાશ)નો સમાવેશ છે.

પુજારા રણજી ટ્રોફીના વર્તમાન શ્રેષ્ઠ ખેલાડીઓમાં ગણાય છે. મિડલ-ઑર્ડરમાં ઢગલો રન બનાવીને સૌરાષ્ટ્રને અનેક મૅચ જિતાડી ચૂકેલો પુજારા ઇંગ્લૅન્ડની સસેક્સ કાઉન્ટી ટીમનો પણ મહત્ત્વનો ખેલાડી છે. ભારત વતી તે 103 ટેસ્ટ રમ્યો છે જેમાં 43.60ની સરેરાશે 19 સેન્ચુરી અને 35 હાફ સેન્ચુરીની મદદથી કુલ 7195 રન બનાવ્યા છે.

સૌરાષ્ટ્રએ નાગપુરમાં રવિવારે રણજી મૅચમાં વિદર્ભ સામે 238 રનથી વિજય મેળવ્યો હતો. પ્રથમ દાવમાં 43 રન બનાવનાર પુજારાએ બીજા દાવમાં 66 રન બનાવ્યા હતા. વિદર્ભને 373 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ કૅપ્ટન-વિકેટકીપર અક્ષય વાડકરની ટીમ ખાસ કરીને ચિરાગ જાનીની પાંચ વિકેટને લીધે 134 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. જાનીને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો.

થુમ્બામાં મુંબઈ સતત ત્રીજી જીત મેળવવાની તૈયારીમાં છે. સોમવારના ચોથા અને છેલ્લા દિવસે એને કેરળ સામે જીતવાનો સારો મોકો છે. અજિંક્ય રહાણેની ટીમ સેક્ધડ ઇનિંગ્સમાં 319 રન બનાવીને કેરળને 327 રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેની સામે કેરળનો બીજા દાવનો સ્કોર વિના વિકેટે 24 રન હતો.

ધરમશાલામાં બરોડાએ હિમાચલ પ્રદેશને એક દાવ અને 18 રનથી વિજય મેળવ્યો હતો, જ્યારે જોધપુરમાં મહારાષ્ટ્ર સામે રાજસ્થાને 10 વિકેટે જીત હાંસલ કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…