ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IND VS ENG: બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે ભારતનો ઐતિહાસિક વિજય, અશ્વિન અને બુમરાહનો તરખાટ

વિશાખાપટ્ટનમ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ સિરીઝની બીજી ટેસ્ટ મેચ વિશાખાપટ્ટનમના ડો. વાયએસ રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ 106 રને વિજય મેળવ્યો હતો. પહેલી ટેસ્ટ મેચ ભારત હાર્યું હતું, પરંતુ બીજી ટેસ્ટમાં વિજય મેળવવાથી એક-એકથી સરભર કરી હતી. આ ટેસ્ટમાં ભારતનો ઈંગ્લેન્ડ સામે 32મી ટેસ્ટમાં વિજય મેળવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ એક ટીમ સામે સૌથી વધુ ટેસ્ટ મેચ જીતી નથી. ઇંગ્લેન્ડ સિવાય ઓસ્ટ્રેલિયા સામે ભારત 32 ટેસ્ટ જીત્યું છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં ભારતનો 106 રને વિજય થયો હતો. આ વિજય સાથે બે ટેસ્ટ મેચમાં બંને ટીમ એક એક મેચ જીતવાથી 1-1 પોઈન્ટ સાથે સરભર રહી છે, જ્યારે આગામી ત્રીજી ટેસ્ટ મેચ 15મી ફેબ્રુઆરીના રાજકોટમાં રમાશે.

પહેલા દાવમાં ભારતે 396 રન બનાવ્યા હતાં જેના જવાબમાં અંગ્રેજ બેટરો 253 રને ઘરભેગા થયા હતા. ત્રીજા દિવસની રમતમાં ભારત વતીથી શુભમન ગીલની સદી કામ લાગી હતી પણ બાકી ખેલlડીઓ સારું પ્રદર્શન કરી શકયા નહોતા. 255 રન કરીને આગળની લીડ સાથે ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને જીતવા માટે 399 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જીતવા માટે પડકારજનક સ્કોર સાથે રમવા આવેલી ટીમે તબકકાવાર વિકેટ ગુમાવી હતી, જેમાં અશ્વિન અને બુમરાહે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. આજની મેચ ચોથા દિવસે સમેટાઈ ગઈ હતી, જેમાં ભારત 106 રને જીત્યું હતું.

ઓપનર ડકેટ (28 રન)ની વિકેટ અશ્વિને લઇને ઇંગ્લેન્ડ પર દબાણ લાવ્યા હતા, ત્યાર બાદ ચોથા દિવસ એટલે આજે અક્ષર પટેલે રેહાન અહેમદ (31 બોલમાં 23)ની વિકેટ લીધી હતી. એ વખતે ઇંગ્લેન્ડના 95 રન હતા. એના પછી 132 રનના સ્કોર સાથે પોપ (23 રન)ના રુપે ત્રીજી મહત્વની વિકેટ અશ્વિને લીધી હતી. એની સાથે જો રુટ (16 રન) અને બેરસ્ટોની પણ અશ્વિને લીધી હતી. 154 અને 194 રનના સ્કોર સાથે ઇંગ્લેન્ડે પાંચમી અને છઠ્ઠી વિકેટ ગુમાવી હતી, જ્યારે કેપ્ટન બેન સ્ટોક્સ (11 રને સસ્તામાં આઉટ થયો હતો) રન આઉટ થતા

સાતમી વિકેટ પછી ઇંગ્લેન્ડ પર વધુ દબાણ આવ્યું હતું. ઓપનર ક્રાઉલી મહત્વની ઈનીગ રમ્યો હતો, પણ એની વિકેટ લેવાનો શ્રેય કુલદીપ યાદવને મળ્યો હતો. 73 રને ક્રાઉલીને lbw આઉટ કર્યો હતો, જ્યારે બુમરાહે બેરસ્ટોને lbw આઉટ કર્યો હતો. આઠમી વિકેટ બેન ફોક્સની વિકેટ બુમરાહે ઝડપી હતી, જે 36 રને આઉટ થયો હતો. ઉપરાંત, નવમી વિકેટ શોએબ બસીરની મુકેશ કુમારે ઝડપી હતી. ઇંગ્લેન્ડની નવમી વિકેટ 281 રને પડી હતી, જ્યારે દસમી વિકેટ 396 રને પડી હતી.


બીજી ઈનિંગમાં જસપ્રીત બુમરાહે ત્રણ અને રવિચંદ્રન અશ્વિને ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે મુકેશ કુમાર, કુલદીપ યાદવ અને અક્ષર પટેલને એક-એક વિકેટ લીધી હતી. બુમરાહે 17.2 ઓવરમાં 46 રન આપીને ચાર ઓવર મેઈડન નાખી હતી, જ્યારે ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે અશ્વિને 18 ઓવરમાં 72 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે પહેલી ટેસ્ટ ભારત 28 રને હાર્યું હતું. જોકે, આજની ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાના યશસ્વી જયસ્વાલની પહેલી ઇનિગમાં બેવડી સદી અને બુમરાહની ઘાતક બોલિંગ કામ આવી હતી, બીજા દાવમાં ગિલની સદી અને બોલિંગમાં અશ્વિન, બુમરાહની સાથે તમામ બોલરને વિકેટ મળી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…