સ્પોર્ટસ

Happy Birthday: આજે આ પાંચ ભારતીય ક્રિકેટરોના જન્મદિવસ

આજે એટલે કે 6ઠ્ઠી ડીસેમ્બરના રોજ ભારતીય ક્રિકેટ ટીમન પાંચ ખેલાડીઓનો જન્મદિવસ છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, શ્રેયસ ઐયર, આરપી સિંહ અને કરુણ નાયર આજે બુધવારે જન્મદિવસ ઉજવી રહ્યા છે.

રવિન્દ્ર જાડેજા ક્રિકેટના તમામ ફોર્મેટમાં ભારત માટે શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંનો સાબિત થયો છે, તે હવે 35 વર્ષનો થઇ ગયો છે. રવિન્દ્ર જાડેજાએ ICC ODI વર્લ્ડ કપમાં ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ક્રિકેટ ચાહકો તેને પ્રેમથી “સર જાડેજા” તરીકે બોલાવે છે. 1988 માં જન્મેલો રવીન્દ્ર લેફ્ટ હેન્ડ સ્પિનર અને ડાઉન ઓર્ડર બેટ્સમેન છે અને ઉપરાંત ક્રિકેટ જગતમાં શ્રેષ્ઠ ફિલ્ડર તરીકે તેનો સમવેશ થાય છે.


ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ 30 વર્ષનો થયો છે. 6 ડિસેમ્બર, 1993ના રોજ જન્મેલો જસપ્રિત બુમરાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઘાતક ઝડપી બોલર તરીકે ઉભરી આવ્યો છે. તે તેની અલગ પ્રકારની બોલિંગ એક્શન અને ફાસ્ટ યોર્કર ફેંકવાની ક્ષમતા માટે જાણીતો છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં બુમરાહ ભારતીય ક્રિકેટ ટીમનો મુખ્ય ખેલાડી બની ગયો છે.


વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કરનાર શ્રેયસ અય્યરનો પણ આજે જન્મદિવસ છે. આજે શ્રેયસ 29 વર્ષનો થઇ ગયો છે. 6 ડિસેમ્બર, 1994ના રોજ જન્મેલો શ્રેયસ અય્યર રાઈટ હેન્ડ બેટ્સમેન છે જેણે ભારતીય ક્રિકેટમાં પોતાની જાતને એક આશાસ્પદ પ્રતિભા તરીકે સ્થાપિત કરી છે. ક્રિઝ પર તેના સ્ટાઇલિશ સ્ટ્રોક માટે જાણીતો શ્રેયસ અય્યર હાલ જબરદસ્ત ફોર્મમાં છે. જરૂર પડે ત્યારે ઇનિંગ્સન સંભાળવાની અને જરૂર પડે ત્યારે ઝડપી રન બનાવવાની ક્ષમતા ધરાવે છે જેને કારણે તે મિડલ ઓર્ડરમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. IPLમાં શ્રેયસ દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ પણ કરે છે.


આજે આર.પી. સિંહ તરીકે ઓળખતા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રુદ્ર પ્રતાપ સિંહનો પણ જન્મ દિવસ છે. આર.પી.સિંહ પોતાનો આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. 6 ડિસેમ્બર, 1985ના રોજ જન્મેલા આર.પી.સિંહે લેફ્ટ હેન્ડ ફાસ્ટ બોલર તરીકે નોંધપાત્ર પ્રભાવ પાડ્યો હતો. આરપી સિંહે 2007માં આઇસીસી વર્લ્ડ ટ્વેન્ટી20માં ભારતની જીત માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.


આજે ભારતીય બેટ્સમેન કરુણ નાયરનો પણ જન્મ દિવસ છે. કરુણ નાયરને છેલ્લા ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્થાન મળ્યું નથી. આજે તે 32 વર્ષનો થયો છે.


આ ઉપરાંત આજે ન્યુઝીલેન્ડના આક્રામક બેટ્સમેન ગ્લેન ફિલિપ્સનો પણ જન્મ દિવસ છે. ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર એંડ્ર્યુ ફ્લિન્ટોફનો પણ આજે જન્મદિવસ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…