સ્પેશિયલ ફિચર્સ

The Untold Truth of Ravana and Sita: રાવણે નહોતું કર્યું માતા સીતાનું હરણ, હકીકત જાણશો તો ચોંકી ઉઠશો…

હેડીંગ વાંચીને ચોંકી ગયા ને? કારણકે અત્યાર સુધી તો આપણે એવું જ માનતા હતા કે રાવણે માતા સીતાનું અપહરણ કર્યું અને એટલે રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થયું અને એટલે જ રામાયણ થઈ… જો રાવણે માતા સીતાનું હરણ નહોતું કર્યું તો તે પોતાની સાથે કોને લઈ ગયો હતો અને આખરે તેણે કોને અશોકવાટિકામાં રાખી હતી? તમારા આ તમામ સવાલોના જવાબ આજે અમે તમને અહીંયા આપવા જઈ રહ્યા છીએ.

અત્યારે 22મી જાન્યુઆરીના દિવસે ભગવાન શ્રી રામ કે જેને આપણે સૌ રામલલ્લાના નામે પણ ઓળખીએ છીએ તેમની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને આખો દેશ આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનવા ઉત્સાહ અને ઉમંગથી થનગની રહ્યો છે ત્યારે રામાયણની અનેક એવી ઓછી પ્રચલિત દંતકથાઓ સામે આવી રહી છે. આજે આપણે અહીં આવી જ એક દંતકથા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ચાલો સમય વેડફ્યા વિના જાણીએ કે શું છે આખી કથા…
વાત જાણે એમ છે કે ભગવાન રામ તો સર્વજ્ઞાતા હતા અને તેમને પહેલાંથી જ તમામ ઘટનાની જાણકારી હતી, પણ પાપ અને અસત્ય પર વિજય મેળવવા માટે રાવણનો નાશ થવો જરૂરી હતું આ જ કારણસર તેમણે આ નિર્ણય લીધો હતો. ભગવાન રામે સાચા સીતા માતાને પંચવટીમાં સુરક્ષિત રાખ્યા હતા અને રાવણે જે સીતા માતાનું અપહરણ કર્યું હતું તે તેમની પ્રતિકૃતિ માત્ર હતી.


ભગવાન રામે ધરતી પર પાપ અને અહંકારનો નાશ કરવા માટે અવતાર લીધો હતો અને એટલે જ તેમણે આ આખા પ્રકરણને રોકવા માટે પોતાની કોઈ પણ દિવ્ય શક્તિઓનો ઉપયોગ નહોતો કર્યો.


સીતા હરણની આ ખૂબ જ ઓછી પ્રચલિત કથા વિશે મોટાભાગના લોકો નથી જાણતા. કેટલીક જગ્યાએ એવી માન્યતા પણ પ્રચલિત છે કે રાવણની પણ એવી ઈચ્છા હતી કે રાવણને પણ સત્ય ખબર હતું. રાવણ વિશેની અનેક ખૂબ જ જાણીતી દંતકથા અનુસાર રાવણમાં અનેક દુર્ગુણો હતા પરંતુ તેમ છતાં તે ખુબ જ જ્ઞાની હતો અને તેની એવી ઈચ્છા હતી કે તેનું મૃત્યુ ભગવાન રામના હાથે થાય એટલે જ તેણે માતા સીતાનું હરણ કર્યું હતું.


એવું કહેવાય છે કે રાવણ એટલા માટે પણ ભગવાન રામને હાથે મૃત્યુની કામના કરી રહ્યો હતો કારણ કે તેને રાક્ષસ યોની અને પોતાના તમામ પાપોમાંથી મુક્તિ જોઈતી હતી. આ જ કારણસર રામ અને રાવણ બંને બધું જાણતા હોવા છતાં પણ પોતાના કર્તવ્યનું પાલન કરવાનું પસંદ કર્યું અને રામાયણની કથામાં સીતા હરણનું પ્રકરણ જેમનું તેમ જ રહ્યું…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…