Thu Apr 23 2026

Logo

અમેરિકાનો પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ, પહલગામ હુમલા સંદર્ભે કહ્યું અમે ભારતની સાથે

2026-04-22 19:22:11
Author: Chandrakant Kanojia
Article Image

નવી દિલ્હી : મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. જેમાં આ દેશો વચ્ચે યુદ્ધ વિરામના મુદ્દે પાકિસ્તાન ઘેરાયું છે. જેમાં ઈરાન અને ઇઝરાયલે પાકિસ્તાનને શાંતિ મંત્રણા માટે અવિશ્વસનીય ગણાવ્યું છે. તેની બાદ હવે અમેરિકાએ પણ પહલગામ હુમલાની પ્રથમ વર્ષગાંઠ  સંદર્ભે પાકિસ્તાનને નકારી દીધું છે. તેમજ કહ્યું કે અમે ભારત સાથે મજબૂતીથી ઉભા છીએ. 

આતંકવાદ વિરુદ્ધની  લડાઈમાં અમેરિકા ભારતના લોકો સાથે

આ અંગે ભારતમાં અમેરિકાના રાજદૂત  સર્જિયો ગોરે પહલગામ હુમલાની પ્રથમ વર્ષગાંઠ પર એકસ પર જણાવ્યું હતું કે, આ હુમલામાં  નિર્દોષ લોકોએ  જીવ ગુમાવ્યા છે તેમને યાદ કરીએ છીએ. અમે તેમના પરિવારો સાથે ઉભા છીએ. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો કડક શબ્દોમાં ઉલ્લેખ કરતા  ગોરે ઉમેર્યું કે  આતંકવાદ વિરુદ્ધની  લડાઈમાં અમેરિકા ભારતના લોકો સાથે ઉભું છે.

પહલગામ આતંકવાદી હુમલાને આજે એક વર્ષ પૂર્ણ

ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના પહલગામમાં  પહલગામ આતંકવાદી હુમલાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. 22 એપ્રિલ, 2025 ના રોજ  પાકિસ્તાનથી ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓએ પહલગામમાં બૈસરન ખીણની મુલાકાતે આવેલા 26 નિર્દોષ લોકોના જીવ લીધા હતા. આ લોકપ્રિય પર્યટન સ્થળ પર થયેલા આતંકવાદી હુમલામાં કુલ 26 લોકો માર્યા ગયા હતા. ત્યારબાદ થોડા દિવસો પછી  6 અને 7 મેની મધ્યરાત્રિએ ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને અનેક આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવા માટે 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું.