Thu Apr 23 2026

Logo

પશ્ચિમ બંગાળમાં પીએમ મોદીના પ્રહાર: ઝાલમુડી મેં ખાધી અને મરચા TMCને લાગ્યા

2026-04-23 15:16:00
Author: Vimal Prajapati
Article Image

કૃષ્ણાનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી થોડા દિવસ પહેલા પશ્ચિમ બંગાળમાં રસ્તા પર ઝાલમુડી ખાતા જોવા મળ્યાં હતાં. પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે કૃષ્ણાનગરમાં એક રેલી દરમિયાન પીએમ મોદીએ ટીએમસી પર વાક્ પ્રહાર કર્યાં હતા. પીએમ મોદીએ એવો પણ આશાવાદ વ્યક્ત કર્યો છે કે, હવે પશ્ચિમ બંગાળની હવા બદલાઈ રહી છે એટલે કે, સત્તા બદલાઈ રહી છે. આ સાથે બંગાળના મતદાતાઓને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે શુભેચ્છાઓ આપી છે.

પીએમ મોદીએ ટીએમસી પર કર્યાં આકરા પ્રહાર

આ રેલી દરમિયાન પીએમ મોદીએ કૃષ્ણાનગરમાં કહ્યું કે, આજે ભય પર વિશ્વાસનો વિજય થઈ રહ્યો છે. આ ઉત્સાહ, આ ઉમંગ અને જોશ વિશ્વાસનો છે. ભય જોવા મળી રહ્યો છે અને વિશ્વાસ આગળ આવી રહ્યો છે. વર્ષો સુધી જેના અવાજ દબાવવામાં આવી રહ્યો હતો. તે હવે એક સૂરમાં ભોલી રહ્યો છે કે, ગામ, શેરી, સ્ત્રી-પુરષ, યુવા કે વદ્ધ દરેકને ભાજપ પર વિશ્વાસ છે. 

ભાજપના વિજય જશ્નમાં ઝાલમુરી પણ વહેચાશે

પીએમ મોદીએ કહ્યું હતું કે ભાજપ-એનડીએની જીત માટે તમારે જ મહેનત કરવાની છે. 4 મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભાજપનો વિષય થયો ત્યારે ઉજવણી દરમિયાન માત્ર મિઠાઈ જ નહીં પરંતુ ઝાલમુડી પણ વહેચવામાં આવશે. ઝાલમુડીએ અનેક લોકોને મોટો ઝટકો આપ્યો છે. ઝાલમુડી મેં ખાધી છે અને મરચા ટીએમસીને લાગી રહ્યાં છે. પીએમ મોદીએ ટીએમસી પર આકરા પ્રહારો કર્યાં હતાં. આ સાથે મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પણ અપીલ કરી છે.

પીએમ મોદીએ આ ચૂંટણી બંગાળના ભરોસે છોડી

રેલીમાં ભાષણ કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે, પંદર વર્ષ પહેલાં લોકોએ ડાબેરીઓ વિરુદ્ધ બ્યુગલ વગાડ્યું હતું. આજે તૃણમૂલ કોંગ્રેસના જંગલ રાજ સામે બંગાળના લોકો દરેક શેરી અને મહોલ્લામાં શંખ ​​ફૂંકી રહ્યા છે. વધુમાં કહ્યું હતું કે આ ચૂંટણી ના તો મોદી લડે છે કે ના મોદીના સાથીઓ. આ વખતે બંગાળમાં ચૂંટણી લોકો લડી રહ્યાં છે. મૂળ વાત એ છે કે, ટીએમસી દ્વારા અત્યાર સુધીમાં જે શાસન કરવામાં આવ્યું તેના પર આક્ષેપો કર્યાં હતા. કહ્યું કે, ટીએમસી દ્વારા છેલ્લા 15 વર્ષમાં જેટલા વાયદાઓ કરવામાં આવ્યાં તે અત્યાર સુધી પૂર્ણ કરવામાં આવ્યાં નથી. જેથી આ વખતે એનડીએને જીતાડવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.