Fri Apr 17 2026

Logo

તેલના ઉત્પાદનમાં વિશ્વના 10 પ્રમુખ દેશોની યાદી જાહેર, જાણો ભારતનો ક્રમ?

2026-03-20 16:59:36
Author: Vimal Prajapati
Article Image

દુનિયામાં અનેક દેશો એવા છે જે આર્થિક રીતે અને સેનાની દૃષ્ટિએ સમૃદ્ધ છે, પરંતુ હવે કોઈ પણ દેશ શક્તિશાળી છે કે નહીં તે સેના નહીં, પરંતુ ઓઈલ નક્કી કરે છે. મધ્યપૂર્વના યુદ્ધના કારણે તેનો આભાસ થઈ રહ્યો છે. ઓઈલ ક્ષેત્રમાં કોઈ પણ દેશ વર્ચસ્વ જમાવી દે તો તે દુનિયાનો શક્તિશાળી દેશ બની શકે છે. ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધનું પણ આ એક મુખ્ય કારણ છે. તો ચાલો જાણીએ વિશ્વમાં સૌથી વધારે ઓઈલ ભંડાર કયાં દેશ પાસે છે...

શક્તિશાળી બનવા ઓઈલનું ઉત્પાદન આવશ્યક

Global Firepower દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં દુનિયાના વિશ્વના અગ્રણી તેલ ઉત્પાદક દેશોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ રિપોર્ટની જે યાદી જાહેર કરવામાં આવી છે તેમાં અમેરિકા પહેલા ક્રમે છે. કારણ કે અમેરિકામાં પ્રતિદિન 20,953,000 બેરલ તેલનું ઉત્પાદન કરવામાં આવે છે. 

તેલના ઉત્પાદનમાં વિશ્વના 10 પ્રમુખ દેશોની યાદી

આ યાદીમાં બીજા ક્રમે સાઉદી અરબ આવે છે. જ્યા પ્રતિદિન 11,174,000 બેરલનું ઉત્પાલન કરવામાં આવે છે. ત્યાં બાદ ક્રમશઃ રશિયામાં પ્રતિદિન 10,879,000 બેરલ, કેનેડા પ્રતિદિન 5,688,000 બેરલ, ચીન 4,984,000 બેરલ પ્રતિદિન, ઈરાક  4,448,000 બેરલ પ્રતિદિન તેલનું ઉત્પાદન કરે છે. આગળ વાત કરીએ તો, ક્રમશઃ બ્રાઝિલમાં પ્રતિદિન 4,221,000 બેરલ, યુએઈમાં પ્રતિદિન 4,146,000 બેરલ, ઈરાનમાં પ્રતિદિન 4,112,000 બેરલ અને 10માં સ્થાને કુવેતમાં પ્રતિદિન 2,910,000 બેરલ ઓઈલનું ઉત્પાદન થાય છે.

ભારત વિશ્વમાં તેલના ઉત્પાદનમાં 21માં સ્થાને

તેલ ઉત્પાદનમાં ભારત ક્યાં ક્રમે છે તેવો પ્રશ્ન પણ થઈ રહ્યો છે. તો Global Firepower ના રિપોર્ટ પ્રમાણે ભારત વિશ્વમાં તેલના ઉત્પાદનમાં 21માં સ્થાને આવે છે. ભારતમાં પ્રતિદિન માત્ર 82,200 બેરલ તેલનું ઉત્પાદન કરે છે. વૈશ્વિક રીતે જોવા જઈએ તો, તેલ ઉત્પાદનમાં અમેરિકા પહેલા સ્થાને છે, બાકીના ટોપ 10 દેશમાં મોટા ભાગે મધ્યપૂર્વના દેશો છે. તેમાં અમેરિકાએ ગેમ રમીને ઈરાન પર હુમલો કર્યો અને ઈરાન હવે મધ્યપૂર્વના મોટા ભાગના દેશો પર હુમલો કરી રહ્યું છે. એટલે તેના કારણે મધ્યપૂર્વના દેશો તેલની નિકાસ કરી શકતા નથી. આ સ્થિતિનો હવે અમેરિકા ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યું છે.