Fri Apr 17 2026

Logo

સુરતમાં માતાએ માર મારતા બે વર્ષની બાળકીનું મોત

2026-03-19 21:23:16
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ સુરતમાં જન્મ દેનારી માતા જ કાળ બની દીકરી પર તૂટી પડી હોવાનો કંપારી છૂટે તેવો કિસ્સો બહાર આવ્યો હતો. અહીંના વરાછા વિસ્તારમાં એક માતાએ પોતાની બે વર્ષની બાળકીને આવેશમાં આવીને વેલણ વડે મારી હતી. બાળકીને બ્રેન હેમરેજ થઈ જતા તેનું મોત નિપજ્યું હતું. 

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વરાછા વિસ્તારમાં લફીબેન સોલંકી નામની એક મહિલા સંદીપ નામના એક યુવક જોડે મૈત્રી કરારથી રહેતી હતી. લફીબેનના પતિ માછીમાર હોવાનું અને સૌરાષ્ટ્રના વતની હોવાનું જાણવા મળ્યું હતું. મહિલા ચાર દીકરીની માતા હતી અને મિત્ર સૌથે મૈત્રી કરારમાં રહેતી હતી. 

ત્રીજા નંબરની બે વર્ષીય બાળકી યશવિતા બરાબર જમતી ન હતી અને તોફાન કરતી હતી, જેથી માતાનો હાથ ઊઠી જતો હતો, પરંતુ માતા ખૂબ જ આક્રમક બની ગઈ હતી અને તેને વેલણ સાવરણીથી મારતા બાળકીના માથાના ભાગમાં ઈજા થઈ હતી. બાળકીને ખૂબ લાગ્યાનું જાણમાં આવતા માતા ગભરાઈ હતી અને તેને હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ હતી, પરંતુ તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ આવી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી, તેવી માહિતી સૂત્રોએ આપી હતી.