Fri Apr 17 2026

Logo

દસમા ધોરણમાં નાપાસ થયાં છતાં UPSC પાસ કરી IPS બન્યા, જાણો કોણ છે જગદીશ બાંગરવા?

2026-04-03 20:13:42
Author: Vimal Prajapati
Article Image

રાજકોટ: રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાના નામથી અત્યારે આખુ ગુજરાત વાકેફ છે. પરંતુ શું તેમના સંઘર્ષ વિશે કોઈને ખબર છે? કે તેઓ આઈપીએસ કેવી રીતે બન્યા! ધોરણમાં 10માં ફેલ થયેલા છોકરાએ યુપીએસસી કેવી રીતે પાસ કર્યું? જગદીશ બાંગરવા 2019ની બેન્ચના આઈપીએસ છે. છેલ્લા ઘણાં સમયથી તેઓ ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે. તેઓ ડીસીપી તરીકે એક્શન લઈ રહ્યાં છે તેના કારણે તેઓ ચર્ચામાં આવ્યાં છે. રાજકોટમાં ક્રાઈમને ઓછો કરવા માટે તેઓ આકરા પગલા ભરી રહ્યાં છે. તો ચાલો જાણીએ તેમના સંઘર્ષની કહાણી....

મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના છે જગદીશ બાંગરવા 

જગદીશ બાંગરવા મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના બાયતુના વતની છે. બૈતુ ચિમનાજી ગામના જગદીશ બાંગરવાએ 2018 માં UPSC પરીક્ષામાં 486મો ક્રમ મેળવ્યો હતો. તેણે અગાઉ 2016 માં RPSC પરીક્ષામાં 142મો ક્રમ મેળવ્યો હતો, તે પહેલાં 2018 માં UPSC પરીક્ષામાં 486મો ક્રમ મેળવ્યો હતો.

જગદીશ બાંગરવા આખરે IPS અધિકારી બની ગયાં છે, પરંતુ શાળાના દિવસોમાં તેઓ શૈક્ષણિક રીતે નબળા હતા. તેમ છતાં, તેમણે હાર માની ન હતી, અને આઈપીએસ બની ગયાં છે. જગદીશ બાંગરવા ખરેખર દસમા ધોરણમાં નાપાસ થયા હતા. ત્યારબાદ ફરી પરીક્ષા આપી અને દસમું ધોરણ પાસ કરીને કોલેજનું શિક્ષણ પૂર્ણ કર્યું. પછી તેમણે UPSC માં પોતાનું નસીબ અજમાવ્યું. તેમણે 2018 ની સિવિલ સર્વિસીસ પરીક્ષામાં 486મો ક્રમ મેળવ્યો અને અત્યારે રાજકોટ ખાતે ફરજ બજાવી રહ્યાં છે.

જીજ્ઞેશ મેવાણીએ જગદીશ બાંગરવા પર ગંભીર આરોપ લગાવ્યાં

મુશ્કેલીની વાત કરવામાં આવે તો અત્યારે જીજ્ઞેશ મેવાણી દ્વારા તેમના પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યાં છે. જીજ્ઞેશ મેવાણીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તેમણે આરોપ લગાવ્યો છે કે રાજકોટ શહેર પોલીસના ડીસીપી જગદીશ બાંગરવાએ એક સ્થાનિક પત્રકારની અટકાયત કરી, તેને માર માર્યો અને ત્યારબાદ તેના ગુપ્ત ભાગોમાં પેટ્રોલ રેડ્યું! જેના પછી આ વિવાદ વધારે ઉગ્ર બની રહ્યો છે. એટલું જ નહીં પરંતુ એક બિલ્ડરે પત્રકાર વિરુદ્ધ ખંડણી અને બ્લેકમેલનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી હતી. તેમ છતાં, બાંગરવાના કાર્યો અંગે ચર્ચા ચાલુ છે.  શું યોગ્ય તપાસ વિના કથિત ગુનેગારને સજા આપવી એ યોગ્ય કાર્યવાહી છે? તે મુદ્દે તેમના પર સવાલો કરવામાં આવી રહ્યાં છે.

જગદીશ બાંગરવાએ અનેક નિર્ણાયક પગલાં લીધા છે

તેમણે એક ઘટના અંગે નિર્ણાયક પગલાં લીધા જેમાં એક ડોક્ટરે દ્વારા અન્ય એક ડોક્ટરના ક્લિનિકમાં છુપાયેલો કેમેરા લગાવવામાં આવ્યો હતો, જેણે પછી એક મહિલા ડોક્ટરને તેમના ખાનગી ક્ષણોના વીડિયોનો ઉપયોગ કરીને બ્લેકમેલ કરી હતી. આ કેસમાં પણ જગદીશ બાંગરવાએ કડક કાર્યવાહી કરી હતી. પરંતુ 11 સ્થાનિક પત્રકારો/મીડિયા કર્મચારીઓ સામે પણ કેસ નોંધ્યા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે, તેના કારણે ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા છે.