પ્રજામત

પ્રજામત

વી.આઈ.પી. કલ્ચરને કાબૂમાં રાખો
ભારતમાં વી.આઈ.પી. કલ્ચરને ક્ધટ્રોલ કરવું ખૂબ જ જરૂરી છે. વર્ષ દીઠ કરોડો-અબજો રૂપિયાની બચત થશે.
સર્વોચ્ચ અદાલતના આદેશથી ભારત સરકારને વી.આઈ.પી.ની ૨૦૧૫માં સૂચી બનાવવી પડી હતી. ત્યારે ૧૫૦૦૦ નામ હતા. બ્રિટનમાં ૮૪, ફ્રાન્સમાં ૧૦૯, જાપાનમાં ૧૨૫, જર્મનીમાં ૧૪૨, ઑસ્ટ્રેલિયામાં ૨૦૫, અમેરિકામાં ૨૫૨, દક્ષિણ કોરીયામાં ૨૮૨, રશિયામાં ૩૧૨ તથા ચીનમાં ૪૨૫ વી.આઈ.પી. છે.
જો કે ત્યારે દુ:ખ સાથે જણાવવાનું કે મેરા ભારત મહાનમાં ૫ લાખ ૮૦ હજાર વી.આઈ.પી. છે, જેની કોઈ લાયકાત નથી. રાષ્ટ્ર હિતમાં કોઈ મહત્ત્વ નથી. રાજકીય ઓળખથી ર૪ કલાક સંરક્ષણ મળે છે.
ટી.વી.માં ૨૪ કલાક રાજસ્થાન તથા પંજાબના વિકાસની જાહેરાતનો અતિરેક થઈ રહ્યો છે. આ જાહેરાતથી વિકાસ શું થશે તે કોઈ સમજાવશે? પંજાબના મુખ્યમંત્રીના કાફલામાં ૪૨ ગાડીઓ સાથે હોય છે. અકાલી દળ વખતે ૩૯ ગાડીઓનો કાફલો રહેતો હતો.
વી.આઈ.પી. કલ્ચરનો અમર્યાદિત ઉપયોગ થઈ રહ્યો છે.

  • મહેશ વેદાંત

વાપી

જીવન એક પાઠશાળા
માનવજીવન એક પાઠશાળા છે. શિક્ષણની બાબતની પાઠશાળામાં જેમ કુલપતિ, ઉપકુલપતિ ઉચ્ચતમ હોદ્દા પર બિરાજમાન હોય છે તેમ જીવનની પાઠશાળાના કુલપતિ માતા, અને ઉપકુલપતિ પિતા… સંસ્કારનું સિંચન કરી સંતાનોને જીવનના ધ્યેય પર સફર કરવાને કાબેલ બનાવી દે છે. જીવન જીવતા ઘણા વિષયોનું જ્ઞાન અનુભવે પ્રાપ્ત થાય છે. સાંસરિક જીવનમાં કુટુંબના વડીલો સામાજિક જ્ઞાન આપી કુટુંબના એક જવાબદાર વ્યક્તિ તરીકે તૈયાર કરે છે. સંતાનો અભ્યાસક્રમનું જ્ઞાન, વડીલોની શીખ, મિત્રોની સાથે આપ-લે થતી જ્ઞાન ગોષ્ઠી વિ.ની જીવન સફરની શરૂઆત થાય છે. જીવનમાં આવતી સુખ-દુ:ખોની ક્ષણોમાં કેમ પોતાને રહેવું-તે મજબૂત હામ પોતાની સૂઝ-બૂઝ, જ્ઞાનની ગેહરાઈ, જોશ, ધર્મની તાકાત જેમાં ભક્તિ ભેળવાય, ઘણા બધા પાસાઓની સફળતા પ્રાપ્ત કરી શકાય છે.
સંતાનો વૃદ્ધ માતા-પિતા, કૌટુંબિક સભ્યોને સહકાર આપે, તેમની જોઈતી જરૂરિઆત પૂરી પાડી સ્વમાન સાચવે. ડગલે-પગલે તેમની કાળજી, તેમનું સુખરૂપ જીવન ભગવાનના આશીર્વાદરૂપી પ્રસાદ મેળવાય જે જીવનનું ઉચ્ચતમ પારિતોષિક મેળવ્યાનો અનેરો જ આનંદ નસીબે ભાગમાં આવે.
માતા-પિતાને સંતાનના પૈસાની જ જરૂર છે તેવી ગેરસમજ કરવી નહીં, તેઓ તો તમારા પ્રેમના ભૂખ્યા હોય છે. કહેવાય છે…કે જે માતા-પિતાઓ સાથે સંતાનો રહે છે તેઓના ઘરમાં – જીવનભર ઈશ્ર્વર રહેતા હોય તેવી લબ્ધિ પ્રાપ્ત થાય છે. માતા-પિતાની સાથે જ રહો… ઈશ્ર્વરને ગોતવાની ક્યારેય જરૂર નહીં પડે.

  • શ્રી હર્ષદ કે. દડિયા
    ઘાટકોપર (ઈસ્ટ)
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme Astrology marriage dates warning