પ્રજામત

પ્રજામત

હાઈ સોસાયટી: ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા
અમે મીરા-ભાયંદરમાં આવેલા ક્વિન્સ પાર્કમાં ૨૫ વર્ષથી રહીએ છીએ. પહેલાં પાંચ વર્ષ અમારા એરિયામાં જરાય પાણી ભરાતું નહોતું. પણ પછી અમારી બંગલોની આ હાઈ સોસાયટીની પાછળ એક સ્કૂલ બાંધવામાં આવી ત્યારથી અમારા એરિયામાં વરસાદનું પાણી ભરાઈ જાય છે. હાઈ સોસાયટીમાં રહેતા હોવા છતાં અમારી હાલત ઝૂંપડપટ્ટીમાં રહેનારા લોકો જેવી થઈ ગઈ છે.
અમારી સોસાયટીની પાછળ જે સ્કૂલ બાંધવામાં આવી છે, તે એક વિધાનસભ્યની છે. અમારી સોસાયટીમાંથી પાણી નીકળવાનો જે રસ્તો હતો, ત્યાં જ તેણે સ્કૂલ ઊભી કરી છે. એક સમયે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો, પણ અમારી ફરિયાદ કોઈ કાને ધરવા જ તૈયાર નથી. આ વિધાનસભ્યની ધાક ખૂબ જ છે એટલે કોઈ જ પગલાં ભરવામાં આવતાં નથી. અમારો ક્વિન્સ પાર્કમાં બંગલો છે, પણ ચોમાસામાં તો અમારી હાલત સાવ ખરાબ થઈ જાય છે. ક્વિન્સ પાર્કમાં અનેક બહુમાળી ઈમારતો અને બંગલા આવેલા છે, બધાંને જ આ એક શાળા અને વિધાનસભ્યને કારણે ખૂબ જ સહન કરવું પડે છે. એના પર કોઈ પગલાં લેવાવાળું નહીં મળે?
-પુષ્પા એન. મકવાણા, મીરા-ભાયંદર

ઘોંઘાટિયું સંગીત અટકાવવા કડક કાયદો જરૂરી
થોડા દિવસો પહેલા પૂનામા કોઈ પ્રસંગ ઉજવણીમાં સંગીતના અતિ અવાજના કારણે ઘણ લોકોના કાન, ગળામાં ગંભીર સમસ્યા થયેલ ઘણાના હૃદયમાં પણ ગંભીર સમસ્યા થયેલ તો હવે સરકારે જાગવું જોઈએ. ધ્વનિ નિયમન કાયદો બનાવવો જોઈએ. પ્રસંગો ઉજવવામાં કોઈને ના નથી. પણ બીજાને ત્રાસ આપી ઉજવણી કરવી એ અન્યાયપૂર્ણ છે. તેમાં આજકાલ સંગીતમાં વુફરનો ઉપયોગ ઘણો વધી ગયો છે. વુફરની ધ્રુજારી હૃદય માટે ઘણી ગંભીર છે. તેનાથી હૃદય નબળું પડે છે. નબળું હૃદય બંદ પણ થઈ શકે છે. તો કોઈના જીવના જોખમે પ્રસંગો ઉજવવા ખતરનાક છે. સરકારે ધ્વનિને અમુક ડેસીમલ સુધી જ છૂટ આપવી જોઈએ. વધુ ડેસીમલ વગાડે તો આકરો દંડ કરવો જોઈએ આ કાયદાનો કડકપણે અમલ થવો જોઈએ જેથી ઘણા લોકોના જીવ બચે. બહેરાશ ન આવે. આ બાબતે ત્વરાએ વિચાર કરવો જરૂરી છે.
-રાજકુમાર ગાંગજી ગાલા, ઘાટકોપર (ઈ)

પીવાનું પાણી શુદ્ધ નહીં મળતું હોવાની સમસ્યા
તાજેતરના એક અખબારી અહેવાલ અનુસાર સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદ શહેરના વોર્ડ નંબર ૪૮માંથી પાણીના પ્રદૂષણની કુલ ૩૩,૧૩૯ (તેત્રીસ હજાર એકસો ઓગણચાલીસ) ફરિયાદો અમદાવાદ કોર્પોરેશનને મળી છે!! મોટા ભાગના કિસ્સામાં પ્રદૂષિત પાણીનું કારણ પાણી અને ડ્રેનેજની પાઈપલાઈન એકબીજામાં મિક્સ થઈ જાય એ છે. બંને પાઈપો વર્ષો જૂની છે, જે બદલવાની જરૂર છે, પણ કોર્પોરેશન એ બદલતું નથી!! આઝાદી મળ્યાના સાત દાયકા બાદ પણ શહેરીજનોને પીવાનું પાણી શુદ્ધ ન મળે તે તો કેવું કહેવાય!! આ ગંભીર સમસ્યા-પ્રશ્ર્નના નિરાકરણ અર્થે કોર્પોરેશને યોગ્ય ઘટતા પગલાં તાકીદે લેવાની જરૂર છે. -મહેશ વી. વ્યાસ, પાલનપુર

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો