પ્રજામત

પ્રજામત

પ્રજામત

મુંબઈ સમાચારને ધન્યવાદ
૨૦૦ વર્ષની આયુષ્ય ભોગવી રહેલ મુંબઈ સમાચાર નાની બાબતને ધ્યાનમાં લઈ ટકોર કરાવી પ્રસિદ્ધ કરી ૨૮૫ ફૂટ ઊંચા રાજાબાઈ ટાવરના બંધ ઘડીયાળને ચાલુ કરાવેલ તે બદલ અભિનંદન. નાની બાબત તેમજ જુના જમાનાની ઓળખાણ રૂપી આ ટાવર કે જે સાઉથ મુંબઈને જાગૃત રાખે છે તેને ચાલુ કરાવવા બદલ મુંબઈ સમાચારને ધન્યવાદ.
– હીરાલાલ વી. ઊનડોવાલા, કચ્છ
——–
રાજકીય પક્ષોનું ભાવિ
હવે અતિ જૂના જોગી ગુલામનબી આઝાદે કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. આ પહેલાં આનંદ શર્મા, કપીલ સિબલ, જ્યોતિરાદિત્ય સિંધિયા, અમરીંદર સીંઘ જેવા નામી નેતાઓ પાર્ટી છોડી ગયા હતા. આમ જ કૉંગ્રેસની મહિલા પાંખના સભ્યો તથા અન્ય રાજ્યના મુખ્ય પ્રધાનો પણ આ સંસ્થા છોડી ગયા હતા.
બિનઅનુભવી, અસંયમી વાણીવાળા, વર્ચસ્વ અને એક હથ્થુ સત્તા માટે તલસતા અને વંશવાદને માન્ય કરતા સત્તા સ્થાને બેસેલા પોતાનું જ પતન નોતરતા હોય છે.
૬૦થી ૭૦ ટકા રાજદ્વારી પક્ષના નેતાઓ યેનકેન પ્રકારે સંપત્તિ અને નામના માટે દોડ લગાવતા હોય છે. પરંતુ સત્તા હાથમાંથી સરી પડતી લાગે ત્યારે ખૂબ જ ધાંધા થઈ જતા હોય છે.
પોતાના કુકર્મો અથવા અપકૃત્યો કે જેનાથી ગેરમાર્ગે એકઠી કરેલી સંપત્તિ ચાલી જશે એવો ડર. બાદમાં મોટી સજાની શક્યતા અને મિલકત જપ્ત થતા પોતાના વંશજોની પાયમાલી બદલ સતત ચિંતામાં હોય છે. પણ અનીતિ ક્યાં સુધી ચાલે? આખરે પાપ તો છાપરે ચડીને પોકારશે જ.
– મહેન્દ્ર પી. લોઢવિયા, સાંતાક્રુઝ (ઈ)
——
રાજકારણ અને નૈતિકતા
બિહારમાં નીતિશકુમાર પાછા મુખ્ય પ્રધાન બન્યા. એમણે ભાજપથી છેડો ફાડયો અને તેજસ્વી યાદવનો હાથ પકડયો. રાજકારણમાં આ નવું નથી. સત્તા માટે કોઈ પણ હદે જઈ શકાય. સિદ્ધાંત કે નૈતિકતા જેવું કંઈ હોતુ જ નથી. રાજકારણમાં સારા અને સીધા માણસો પડતા નથી તેનું આજ કારણ છે. અપવાદરૂપે કોઈ ચુંટાઈ જાય તો એને પણ સિદ્ધાંતોને નેવે મુકવા પડે છે. બિહારમાં નીતિશકુમાર ભાજપ વિરોધી એટલે બન્યા કે એમને આશા હતી એમને ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર બનાવાશે પણ એવું થયું નહીં એટલે જેને હરાવી હતી એજ પાર્ટીનો સાથ લીધો એક આશા એવી પણ ખરી કે વિપક્ષોના સાથથી વડા પ્રધાન પણ બની શકે. આમાં નુકસાન તો મતદાતાને થયુ. એમને વિશ્ર્વાસઘાત થયો. હવે સમય આવી ગયો છે કે એવો કાયદો જલદી બને જેથી પક્ષપલટો કરવો હોય કે ચૂંટણી સમયે આપેલ વચનો વિરોધી નીતિ અપનાવવી હોય તો પહેલાં રાજીનામું આપી નવેસરથી ચૂંટણી લડવી જેથી મતદાતા નક્કી કરી શકે આવા રાજકારણીઓ તેમની ઈચ્છા વિરુદ્ધ ફક્ત સત્તા માટે એમને છેહ ન આપે. – જીતેન્દ્ર શાહ, હૈદરાબાદ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.