પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર શરદૠતુ), સોમવાર, તા. ૨-૧૦-૨૦૨૩, ચતુર્થી શ્રાદ્ધ, ભરણી શ્રાદ્ધ, સંકષ્ટ ચતુર્થી
ભારતીય દિનાંક ૧૦, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ વદ-૩
જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ વદ-૩
પારસી શહેનશાહી રોજ ૧૮મો રશ્ને, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૮મો રશ્ને, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૬મો મેહેર, માહે ૭મો મેહેર સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૬મો, માહે ૩જો, રબીઉલ અવ્વલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૭મો, માહે ૩જો, રબીઉલ અવ્વલ, સને ૧૪૪૫
નક્ષત્ર ભરણી સાંજે ક. ૧૮-૨૩ સુધી, પછી કૃત્તિકા.
ચંદ્ર મેષમાં મધ્યરાત્રે ક. ૨૪-૧૪ સુધી, પછી વૃષભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ), વૃષભ (બ, વ, ઉ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૦, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૨ સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૬, અમદાવાદ ક. ૧૮ મિ. ૨૫ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : બપોરે ક. ૧૩-૨૫, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૧૭ (તા. ૩)
ઓટ: સવારે ક. ૦૭-૧૮, રાત્રે ક. ૧૯-૩૬
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ભાદ્રપદ કૃષ્ણ – તૃતીયા. ચતુર્થી શ્રાદ્ધ, ભરણી શ્રાદ્ધ, સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય રાત્રે ક. ૨૦-૩૮. ચતુર્થી ક્ષય તિથિ છે. મહાત્મા ગાંધી જયંતી, ભદ્રા સમાપ્તિ સવારે ક. ૦૭-૩૬.
મુહૂર્ત વિશેષ: શ્રી ગણેશ સંકષ્ટ ચતુર્થી ઉપવાસ, શ્રી ગણેશ પૂજા, અભિષેક, હવન,શ્રી ગણેશને ચુરમાના લાડુ ધરાવવા, રાત્રિના ચંદ્રોદય પછી ભોજન. યમદેવતાનું પૂજન, નિત્ય થતાં ખેતીવાડી, દુકાન-વેપારના કામકાજ, આમલીનું વૃક્ષ વાવવું.
શ્રાદ્ધ પર્વ:ચતુર્થી તિથિએ દિવંગતનું શ્રાદ્ધ આજરોજ કરવું. ચોથનું શ્રાદ્ધ શત્રુજીત અપાવે છે. ભરણી શ્રાદ્ધનો પણ મહિમા છે. બાળકનું જન્મ થવો એજ એક કુદરતની હયાતીનું ઉદાહરણ છે. એમાં જ ઈશ્ર્વરનું અવતરણ આલેખાયેલું છે. જીવ શરીર ધારણ કરીને પૃથ્વી ઉપર જ્યારે આગમન કરે છે ત્યારે તેનું માતા-પિતા સાથેનું ૠણ નિર્માણ થઈ જાય છે. માતા-પિતાને પ્રથમ ગુરુ, પ્રથમ દેવ તેથી જ આલેખેલા છે. પિતૃૠણ વ્યક્ત કરવા માટે શ્રાદ્ધ પક્ષ ઉપરાંત સમગ્ર વર્ષમાં અમાસ, પંચમી, સંક્રાંતિ પર્વ, પિતૃતિથિ, શિવરાત્રિ, પ્રદોષ ઈત્યાદિ પણ ગ્રાહ્ય છે. શ્રાદ્ધ એટલે ફક્ત શ્રાદ્ધ ક્રિયા પૂર્ણ કરી છૂટી જવું તેમ નથી. આ જન્મમાં અનેક સેવાકાર્યો, ધર્મકાર્યો, રાષ્ટ્રહિતનાં કાર્યો કરતાં રહેવાથી પિતૃદેવતાઓ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, સૂર્ય આદિ પણ પ્રસન્ન થાય છે.
આચમન: ચંદ્ર-ગુરુ યુતિ સહાનુભૂતિવાળા, બુધ-નેપ્ચ્યૂન પ્રતિયુતિ સ્વપ્નદષ્ટા, ચંદ્ર-હર્ષલ યુતિ ઓચિંતા ફેરફારો કરે. ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ આળસ પ્રકૃતિ, ચંદ્ર-બુધ ત્રિકોણ ચપળ મન.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ યુતિ, બુધ નેપ્ચ્યૂન પ્રતિયુતિ, ચંદ્ર-હર્ષલ યુતિ, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ (તા. ૩), ચંદ્ર-બુધ ત્રિકોણ (તા. ૩)
ગ્રહગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-ક્ધયા, બુધ-ક્ધયા, વક્રી ગુરુ-મેષ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રાઈફલ ચલાવવામાં પાવરધો છે ચીનનો આ ‘Dog’, શ્વાસ લીધા વિના જ… અભિનેત્રીઓ પણ ચેઇન સ્મોકર છે SRHની ઓનર કાવ્યા મારનનું કાર કલેક્શન જોશો તો… બોલ્ડ-સેક્સી ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ ચૂકી છે આ અભિનેત્રીઓ